જમ્મુ-કાશ્મીર / રાહુલ ગાંધીએ રાજ્યપાલનું આમંત્રણ સ્વીકાર્યું, ટ્વિટ કરીને પૂછ્યું- ક્યારે આવી શકુ?

Rahul Gandhi accept jammu kashmir governer satyal malik invitation tweet

  • સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કહ્યું હતું કે, તેઓ વિમાન મોકલશે જેથી તેઓ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવી શકે

Divyabhaskar.com

Aug 14, 2019, 01:03 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. ટ્વિટર પર રાહુલ ગાંધીએ લખ્યું છે કે, મલિકજી મારા ટ્વિટર પર મેં તમારો જવાબ જોયો. હું જમ્મુ-કાશ્મીરની યાત્રા કરવા અને ત્યાંના લોકોને મળવા માટે તમારા આમંત્રણનો સ્વીકાર કરુ છું. તેમાં કોઈ પણ શરત નથી. હું ક્યારે આવી શકું છું?

આમ, રાહુલ ગાંધીએ સત્યપાલ મલિક પર ઈશારા ઈશારામાં આકરા પ્રહાર કર્યા છે. તેમણે સત્યપાલ મલિકની સરનેમને 'માલિક' લખ્યું છે. રાહુલ ગાંધીનો ઈશારો જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ થવા વિશે હતો.

બીજી બાજુ રાષ્ટ્રીય જનતા દળે રાહુલ ગાંધીની આ ટીપ્પણી વિશે રાજ્યપાલ મલિક પર પ્રહાર કર્યો છે. આરજેડીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવી છે કે, માલિક જીના બે માલિક, એક દિલ્હીમાં બેઠા છે, તેમના તરફથી મંજૂરી નહીં મળી શકે.

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું, મેં રાહુલ ગાંધીને અહીં આવવાનું આમંત્રણ આપ્યું છે. મેં તેમને કહ્યું છે કે, હું તમારા માટે વિમાન મોકલીશ અને ત્યારે તમે અહીં આવીને અહીંની સ્થિતિ જોઈને પછી બોલજો. તમે એક જવાબદાર વ્યક્તિ છો. તમારે આવી રીતે ન બોલવું જોઈએ.

X
Rahul Gandhi accept jammu kashmir governer satyal malik invitation tweet
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી