સુરક્ષા / ફ્રાન્સમાં નાળિયેર વધેરીને રાજનાથસિંહે રાફેલની ડિલીવરી લીધી, દૈસો એવિએશનના પાયલટ સાથે પ્લેનમાં ઉડાન ભરી

Rafale handed Indian Army today Rajnath Singh News and updates
Rafale handed Indian Army today Rajnath Singh News and updates
દૈસો એવિએશનના સીઇઓ એરિક ટ્રેપિએ(ડાબે) અને ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે સાથે રાજનાથસિંહ

  • રાજનાથ સિંહે કહ્યું- લડાકુ વિમાન માટે સમગ્ર દેશમાં ઉત્સાહ છે, આ પ્લેનથી વાયુસેનાની તાકાત વધશે
  • રાજનાથસિંહે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત કરી હતી
  • રાજનાથે રાફેલ પર ૐ લખી શસ્ત્રપૂજા કરી, અડધો કલાક સુધી ઉડ્ડયન કર્યું 

Divyabhaskar.com

Oct 09, 2019, 12:32 AM IST

પેરિસ: મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતને પહેલું રાફેલ ફાઇટર પ્લેન ફ્રાન્સ દ્વારા સોંપવામાં આવ્યું છે. ફ્રાન્સના મેરિનેક એરબેઝ પર તેઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા જ્યાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ સમયે ભારતીય વાયુસેનાના અધિકારીઓ પણ રાજનાથસિંહ સાથે ઉપસ્થિત હતા. રાજનાથસિંહે કહ્યું હતું કે આ પ્લેનના ભારતમાં આવવાથી વાયુસેનાની શક્તિમાં વધારો થશે. રાજનાથસિંહે પરંપરાગત રીતે શસ્ત્રપૂજનવિધિ કરી હતી. પ્લેન પર ઓમ લખ્યું હતું અને નાળિયેર પણ વધેરવામાં આવ્યું હતું. પ્લેનના ટાયર નીચે લીંબૂ પણ મુકવામાં આવ્યા હતા. પેરિસ રવાના થતા પહેલાં રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે, આજે ભારતને રાફેલ મળવા બાબતે સમગ્ર દેશમાં ઉત્સાહ છે. હવે રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે. દરેક ભારતીય તેના સાક્ષી બનશે. રાજનાથ સિંહે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત પણ કરી હતી.

રાજનાથ સિંહ ત્રણ દિવસની મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે, ભારત ફ્રાન્સની સાથે સંબંધો મજબૂત કરવા ઉત્સુક છે. તાજેતરના વર્ષોમાં ભારત-ફ્રાન્સના દ્વીપક્ષીય સંબંધો મજબૂત થયા છે. બંને દેશો તરફથી સંબંધોને વધારે સારા કરવાનો પ્રયત્ન કરવાનો છે.

રાફેલ એટલે આંધી, વાયુદળ વધુ મજબૂત થશે
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યુ હતુ કે, આજે દશેરા અને 87મા વાયુદળ દિવસે રાફેલ મળ્યું. રાફેલનો અર્થ છે આંધી. આ નામને અનુરૂપ જ તે વાયુદળને મજબૂત કરશે.
આતંકવાદ સામે લડવામાં પરિવર્તન, હવે સજા મળશે
વાયુદળના વડા આર.કે.એસ. ભદોરિયાએ કહ્યુ હતુ કે, આતંકવાદ સામે લડવાની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે. એર સ્ટ્રાઈકથી આમ થયું છે. તેમાં ષડયંત્રકારોને સજાનો સંકલ્પ જોવા મળે છે.
2016માં ડીલ થઈ હતી
રાફેલ લડાકુ વિમાન ડીલ ભારત અને ફ્રાન્સની સરકાર વચ્ચે સપ્ટેમ્બર 2016માં થઈ હતી. તે ડીલ પ્રમાણે વાયુસેનાને 36 અત્યાધૂનિક લડાકુ વિમાન મળશે. આ સોદો 7.8 કરોડ યૂરો (અંદાજે રૂ. 58,000 કરોડ)માં થયો છે. કોંગ્રેસનો દાવો છે કે, યુપી સરકાર દરમિયાન એક રાફેલ ફાઈટર જેટની કિંમત રૂ. 600 કરોડ નક્કી કરવામાં આવી હતી. મોદી સરકાર દરમિયાન એક રાફેલ અંદાજે રૂ. 1600 કરોડ મોંઘુ પડ્યું છે. ભારત તેમના પૂર્વી અને પશ્ચિમી મોર્ચે વાયુસેનાની ક્ષમતા વધારવા માટે રાફેલ લઈ રહ્યા છે. વાયુસેના રાફેલની એક-એક સ્ક્વોડ્રન હરિયાણાના અંબાલા અને પશ્ચિમ બંગાળના હશીમારા એરબેઝ પર તહેનાત કરશે.

X
Rafale handed Indian Army today Rajnath Singh News and updates
Rafale handed Indian Army today Rajnath Singh News and updates
દૈસો એવિએશનના સીઇઓ એરિક ટ્રેપિએ(ડાબે) અને ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે સાથે રાજનાથસિંહદૈસો એવિએશનના સીઇઓ એરિક ટ્રેપિએ(ડાબે) અને ફ્રાન્સના રક્ષામંત્રી ફ્લોરેન્સ પાર્લે સાથે રાજનાથસિંહ
Rafale handed Indian Army today Rajnath Singh News and updates
Rafale handed Indian Army today Rajnath Singh News and updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી