પ્રતિક્રિયા / વિદેશમંત્રી જયશંકરે કહ્યું- નહેરુ નહોતા ઈચ્છતા કે 1947ની કેબિનેટમાં સરદાર પટેલ રહેઃ રામચંદ્ર ગુહાએ તરત પૂરાવા વડે દાવો ખોટો સાબિત કર્યો

Quoting the book, Jayashankar said - Nehru did not want Sardar Patel to remain in the cabinet of 1947

  •  વિદેશ મંત્રી જયશંકરે બુધવારે સરદાર પટેલના સહયોગી વીપી મેનનની બાયોગ્રાફીનું લોન્ચિગ કર્યું
  •  ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ મંત્રીમંડળમાં જોડાવા અંગે નહેરુ દ્વારા સરદારને પાઠવાયેલ આમંત્રણપત્ર રજૂ કરીને જયશંકરના દાવાને ખોટો ઠરાવ્યો

Divyabhaskar.com

Feb 13, 2020, 02:59 PM IST

નવી દિલ્હીઃ વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ 1947માં તેમની કેબિનેટમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સામેલ કર્યું ન હતું. જયશંકરે બુધવારે પટેલના સહયોગી રહી ચુકેલા વીપી મેનનની ઓટોબાયોગ્રાફીના લોન્ચિંગમાં હાજરી આપી હતી. આ વાત તેમણે લોન્ચિંગ સમારોહમાં જ કરી હતી. ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટ્વીટ કરીને કહ્યું, નહેરુએ પટેલને પત્ર લખીને સ્વતંત્ર ભારતના મંત્રીમંડળમાં જોડાવા માટે આમંત્રિત કર્યા હતા.

જાણિતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ એક ટ્વીટ કરીને કહ્યું કે, નહેરુએ 1લી ઓગસ્ટે પત્ર લખીને સરદાર પટેલને ભારતના પ્રથમ કેબિનેટમાં જોડાવા માટેનું આમંત્રણ આપ્યું હતું. તેમને કેબિનેટના સૌથી મુજબૂત પિલર ગણાવ્યા હતા. મહેરબાની કરીને શું કોઈ આ પત્ર જયશંકરને બતાવશો ખરા?

મેનનની ઓટોબાયોગ્રાફી નારાયણી બસુએ લખી છે. જયશંકરે ઘણા ટ્વીટ પણ કર્યા હતા. તેમણે લખ્યું કે, ‘પુસ્તકથી મને ખબર પડી કે નહેરુએ કેબિનેટની શરૂઆતની યાદીમાંથી સરદારનું નામ બહાર કરી દીધું હતું. દેખીતું છે કે આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. પટેલના મેનન અને નહેરુના મેનનમાં અંતર જોવા મળે છે. સાચ્ચે જ એક ઐતિહાસિક વ્યક્તિત્વ સાથે ન્યાય થયો. લેખિકાને તથ્ય સામે લાવવા માટે ઘણી મહેનત કરવી પડી હશે’

‘જૂના ઈતિહાસને ઠીક કરવાની જરૂરની જરૂર’

જયશંકરે એવું પણ કહ્યું કે, ‘જૂના સમયમાં ઈતિહાસને રાજકારણ માટે લખવામાં આવ્યો હતો. હવે તેને ઈમાનદારીથી ઠીક કરવાનો સમય છે. મેનનના જણાવ્યા પ્રમાણે, જ્યારે સરદારનું નિધન થયું, ત્યારે તેમની સ્મૃતિઓ ભૂંસી નાંખાવા માટે જાણી જોઈને અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હું એટલા માટે આ વાત જાણું છું કારણ કે મેં આ જોયું છે. ઘણી વખત હું પોતે આનો શિકાર થયો છું.’

ઉલ્લેખનીય છે કે, વીપી મેનન ભારતીય સિવિલ સેવાના વરિષ્ઠ અધિકારી હતા. તેમણે દેશના પહેલા ગૃહમંત્રી સરદાર પટેલ સાથે રહીને કામ કર્યું હતું. રજવાડાઓના એકીકરણમાં મેનનનો પણ મહત્વનો ફાળો છે.

X
Quoting the book, Jayashankar said - Nehru did not want Sardar Patel to remain in the cabinet of 1947
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી