પુણે / એરપોર્ટ પર ઉડાન ભરવા જતા એર ઈન્ડિયાના વિમાન સામે જીપ આવી, પાયલટે તુરંત ટેકઓફ કરી મોટી દુર્ઘટના ટાળી

Pune Airport Air India Plane | Pune Airport Today Latest News and Updates; Jeep on runway forces Air India plane

  • વિમાન દિલ્હી એરપોર્ટ પર સહી-સલામત લેન્ડ થયું
  • DGCAએ એર ઈન્ડિયાને પુણે એર ટ્રાફિક કંટ્રોલ તપાસમાં સામેલ રહેવાનો આદેશ આપ્યો

Divyabhaskar.com

Feb 15, 2020, 04:37 PM IST

નવી દિલ્હી: પુણે એરપોર્ટ પર શનિવારે એક એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટના થતાં બચી ગયું છે. DGCAએ આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું છે કે, એરપોર્ટના રનવે પર વિમાન ઉડાન ભરવા માટે તૈયાર થયું ત્યાં જ તેની સામે જીપ અને એક વ્યક્તિ આવી ગયા હતા. આ દરમિયાન વિમાનની સ્પીડ 222 કિમી પ્રતિ કલાકની હતી. જોકે પાયલટે સુઝ દાખવીને રનવે પૂરો થાય તે પહેલાં જ ટેકઓફ કરી દીધું હતું. આ દરમિયાન વિમાનની ફ્યૂઅલ ટેન્ક ક્ષતિગ્રસ્ત થયું હતું. જોકે ટેક ઓફ થયા પછી પ્લેનને ક્યાંય ઈમરજન્સી લેન્ડિંગ નહતી કરવી પડી અને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષીત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન સર્વિસથી બહાર રહેશે વિમાન
DGCAએ એર ઈન્ડિયાને સલાહ આપી છે કે તેઓ પ્લેનમાંથી કોકપિટ વોઈસ રેકોર્ડર (સીવીઆર)ને સુરક્ષીત બહાર કાઢી લે. જેથી તેનું વિશ્લેષણ કરી શકાય. ઘટનાની માહિતી લેનાર એક અધિકારીએ જણાવ્યું છે કે, તપાસ માટે પ્લેનને સર્વિસમાંથી બહાર રાખવામાં આવ્યું છે. એર ઈન્ડિયાને પુણે એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) સાથે મળીને ઘટનાની તપાસમાં સામેલ થવા અને રનવે પર માર્કિંગની જાણ મેળવવા માટે કહ્યું છે.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું છે કે, એ321 વિમાનના પાછળના ભાગમાં ઘસારો દેખાયો હતો. હાલ વિમાનને તપાસ માટે સર્વિસમાંથી બહાર રાખવામાં આવ્યું છે. તેના ફ્લાઈટ રેકોર્ડ ડેટાની યોગ્ય રીતે તપાસ કરવામાં આવશે અને ત્યારપછી જે પણ માહિતી સામે આવશે તેને જાહેર કરવામાં આવશે.

X
Pune Airport Air India Plane | Pune Airport Today Latest News and Updates; Jeep on runway forces Air India plane
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી