• Home
  • National
  • Pulwama one year anniversary PM Modi Congress Rahul Gandhi tweet news and update. Tributes being paid to 40 CRPF martyrs jawans who lost their lives in Pulwama Attack last year

હુમલાનું એક વર્ષ / પુલવામામાં શહીદોને સલામ: PM મોદીએ આપી શહીદોને શ્રદ્ધાંજલિ, રાહુલે ફરી સરકારને પૂછ્યો સવાલ- આ તપાસનું શું થયું?

Pulwama one year anniversary PM Modi Congress Rahul Gandhi tweet news and update. Tributes being paid to 40 CRPF martyrs jawans who lost their lives in Pulwama Attack last year

  • પુલવામા હુમલામાં એક સાથે 40 જવાન શહીદ થયા હતા
  • રાહુલ ગાંધીનો સરકારને સવાલ- તપાસનો નિષ્કર્ષ શું આવ્યો?

Divyabhaskar.com

Feb 14, 2020, 03:35 PM IST

નવી દિલ્હી: પુલવામા આતંકી હુમલાની પહેલી વરસીએ સમગ્ર દેશ આજે શહીદ જવાનોને યાદ કરે છે. આજે શ્રીનગરના પુલવામામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આજે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, ગયા વર્ષે પુલવામા હુમલામાં જીવ ગુમાવનાર બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ. જોકે આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે મોદી સરકાર ઉપર પણ આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સવાલ પૂછ્યા છે કે, હજી સુધી આ હુમલાની તપાસ ક્યાં પહોંચી છે? આ હુમલાથી કોને ફાયદો થયો છે?

પીએમ મોદીએ શહીદોને કરી સલામ...
પુલવામા આતંકી હુમલાની વરસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, ગયા વર્ષે પુલવામા હુમલામાં જીવ ગુમાવનાર બહાદુ શહીદોને શ્રદ્ધાંજલિ. તેઓ અસાધારણ વ્યક્તિ હતા જેમણે આપણાં દેશની સેવા અને રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. ભારત તેમની શહાદતને ક્યારેય નહીં ભૂલે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પૂછ્યા ત્રણ સવાલ...
રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વિટ કરીને પુલવામા હુમલા વિશે ત્રણ સવાલ પૂછ્યા છે. કોંગ્રેસ નેતાએ લખ્યું છે કે, આજે આપણે પુલવામા હુમલાના 40 શહીદોને યાદ કરી રહ્યા છીએ, ત્યારે આપણે પૂછવુ જોઈએ કે....
1) પુલવામા આતંકી હુમલાથી સૌથી વધારે ફાયદો કોને થયો?
2) પુલવામા આતંકી હુમલાની તપાસનો નિષ્કર્ષ શું આવ્યો?
3) સુરક્ષામાં ખામી માટે મોદી સરકાર કોને જવાબદાર માને છે?

રાહુલ ગાંધી પહેલાં CPI(M) નેતા મોહમ્મદ સલીમે પણ પુલવામામાં થયેલા આતંકી હુમલા વિશે સરકાર પર નિશાન સાધ્યું હતું. મોહમ્મદ સલીમે ટ્વિટર પર લખ્યું હતું કે, અમારે જવાનો માટે મેમોરિયલ નથી જોઈતું. પરંતુ અમારે એ જાણવું છે કે, આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી મળેલા 80 કિલો RDX ભારતમાં ક્યાંથી આવ્યું? અને એ પણ એ જગ્યાએથી જ્યાં આટલી મોટી માત્રામાં સેના તહેનાત છે.

હુમલા પછી પણ ઉભા થયા હતા સવાલો
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 જાન્યુઆરી 2019માં થયેલા આતંકી હુમલા પછી પણ ઘણાં સવાલ ઉભા થયા હતા. કારણ કે જમ્મુ-કાશ્મીરના હાઈવે પરથી જ્યારે આટલો મોટો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે અન્ય સામાન્ય ગાડી કેવી રીતે રસ્તામાં આવી. તેમાં એટલો RDX ભરેલો હતો કે તેણે આખી CRPFની ગાડી ઉડાવી દીધી હતી. આ આંતકી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા.

X
Pulwama one year anniversary PM Modi Congress Rahul Gandhi tweet news and update. Tributes being paid to 40 CRPF martyrs jawans who lost their lives in Pulwama Attack last year

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી