• Home
  • National
  • Public policy and Common Cause report, every second policemen consider Muslim has criminal

સરવે / લોકનીતિ અને કોમન કોઝનો રિપોર્ટ, દરેક બીજો પોલીસ મુસ્લિમને ગુનાહિત વૃત્તિના માને છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 56 ટકા પોલીસ કર્મચારીઓ માને છે કે ઊંચી જાતિના હિંદુ ગુનાની તરફ નથી જતા
  • દરેક બેમાંથી એક પોલીસવાળાના વિકલી ઓફ મળતો નથી
  • 12 ટકા પોલીસ સ્ટેશનમાં પીવાનું પાણી નથી હોતું
  • ગૌહત્યા કે દુષ્કર્મનો કેસમાં ટોળું મારપીટ પર ઉતરી આવે એ સ્વભાવિક

Divyabhaskar.com

Aug 28, 2019, 01:50 AM IST

મુકેશ કૌશિક, નવી દિલ્હી: દેશના 48 ટકા પોલીસ કર્મચારીને લાગે છે કે મુસલમાન ગુનાહિત વૃત્તિ ધરાવતા હોય છે. 14 ટકા લોકોને લાગે છે કે તેમની ગુનો કરવાની સંભાવના ઘણી હોય છે. જ્યારે 34 ટકાને લાગે છે કે આ પ્રવૃત્તિ ઘણી આગળ વધેલી છે. બીજીબાજુ 56 ટકા પોલીસ કર્મચારીઓ માને છે કે ઊંચી જાતિના હિંદુ ગુનાની તરફ નથી જતા. મંગળવારે રજૂ કરાયેલા લોકનીતિ અને કોમન કોઝના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

દરેક બેમાંથી એક પોલીસવાળાના વિકલી ઓફ મળતો નથી
12 હજાર પોલીસ કર્મચારીઓ પર 12 મહિના સુધી કરાયેલા એક સરવેમાં જણાવ્યું છે કે દેશમાં પોલીસવાળા સરેરાશ 14 કલાક કામ કરે છે જ્યારે 80 ટકા પોલીસવાળાને 8 કલાકથી વધુ કામ કરવું પડે છે. દરેક બેમાંથી એક પોલીસ કર્મચારી ઓવરટાઈમ કરે છે. પોલીસ કર્મચારીઓના પાંચમાંથી ત્રણ પરિવારવાળાને લાગે છે કે તેમને રહેવા જે મકાન આપ્યું છે તે અત્યંત ખરાબ છે. દરેક બેમાંથી એક પોલીસવાળાના વિકલી ઓફ મળતો નથી. દરેક ચારમાંથી એક પોલીસવાળાને લાગે છે કે તેમના કામના કલાકોની ખરાબ અસર શારીરિક અને માનસિક રીતે થાય છે. સરવેમાં પોલીસ સ્ટેશનમાં સુવિધાના નામે પણ દયનીય તસવીર જોવા મળી છે. 12 ટકા પોલીસ સ્ટેશનમાં પીવાનું પાણી નથી હોતું જ્યારે 18 ટકા કહે છે કે તેમને ત્યાં ટોઈલેટ પણ નથી. એટલું જ નહીં 36 ટકા પોલીસ કર્મચારીઓએ કહ્યું કે જ્યારે પણ ડ્યુટી પર ઇમર્જન્સીમાં જવાનું હોય ત્યારે તેમની પાસે કોઈ વાહન નથી હોતું.

એસસી-એસટી એક્ટ મામલે ખોટા અને ખાસ હેતુથી કેસ થાય છે
જાતિગત મામલે પાંચમાંથી એક પોલીસ કર્મીને એવું લાગે છે કે એસસી-એસટી એક્ટ હેઠળ નોંધાનારા તમામ કેસ જૂઠા અને કોઈ ખાસ હેતુથી દાખલ કરાય છે. એવી જ રીતે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસાના મામલે પણ તેમનો મત પૂર્વગ્રહ પ્રેરિત હોવાનું જણાવ્યું છે. દરેક પાંચમાંથી એક પોલીસ કર્મીને લાગે છે કે મહિલાઓ સામે કરાતા હિંસાના કેસ નકલી હોય છે. મોબ લિંન્ચિંગ અંગે 35 ટકા પોલીસવાળાને લાગે છે કે ગૌહત્યા કે દુષ્કર્મનો કેસ આવવાથી ટોળું મારપીટ પર ઉતરી આવે એ સ્વભાવિક છે. 37 ટકા પોલીસ કર્મીએ સમાન વેતન અને એટલું જ ભથ્થુ મળે તો નોકરી છોડવાની ઇચ્છા દર્શાવી હતી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી