પ્રતિક્રિયા / નોટબંધીએ આપણી અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી, હવે આ ‘તઘલખી’ નિર્ણયની જવાબદારી કોણ લેશે: પ્રિયંકા

Priyanka Gandhi Tweet on Demonetisation by PM narendra modi

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016માં નોટબંધી કરી હતી, શુક્રવારે તેને ત્રણ વર્ષ પૂરા થઈ રહ્યા છે
  • મમતા બેનરજીએ કહ્યું- નોટબંધી પછી જ બધી આર્થિક મુશ્કેલીઓ શરૂ થઈ છે, જેનાથી ખેડૂત, યુવકો અને વેપારીઓ પ્રભાવિત થયા છે

Divyabhaskar.com

Nov 08, 2019, 10:01 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નોટબંધી વિશે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટ્વિટ કર્યું છે, નોટબંધીને 3 વર્ષ થઈ ગયા. સરકાર અને તેમના ચમચાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ‘નોટબંધી દરેક મુશ્કેલીઓનો ઉકેલ છે.’ આ દરેક દાવા હવે ધીમે ધીમે ખોટા સાબીત થઈ રહ્યા છે. નોટબંધી એક ડિઝાસ્ટર હતું જેણે આપણી દરેક અર્થવ્યવસ્થા નષ્ટ કરી દીધી છે. હવે આ તઘલખી નિર્ણયની જવાબદારી કોણ લેશે?

મોદી સરકારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી કરી હતી. આજે તેને ત્રણ વર્ષ પૂરા થઈ ગયા છે. પ્રિયંકાએ ગુરુવારે અર્થવ્યવસ્થા વિશે ટ્વિટ કર્યું હતું. દેશમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ એકદમ નબળી છે. સેવા સેક્ટર ઉંઘા માથે પડ્યુ છે. રોજગારી ઘટી રહી છે. શાસન કરનાર લોકો તેમનામાં જ મસ્ત છે, જનતા દરેક ક્ષેત્રે ત્રાસી ગઈ છે.

અર્થવ્યવસ્થા માટે નોટબંધી વિનાશકારી સાબીત થઈ છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વિટ કર્યું છે કે, મેં નોટબંધીની જાહેરાત પછી તુરંત જ કહ્યું હતું કે, આ અર્થવ્યવસ્થા લાખો લોકો માટે વિનાશકારક સાબીત થશે. પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકો પણ આ વાતે સહમત છે. આરબીઆઈના આંકડાઓએ પણ આ વાત માની છે. નોટબંધી પછીથી આર્થિક મુશ્કેલીઓ શરૂ થઈ છે. ખેડૂત, યુવક, કર્મચારી અને વ્યપારી દરેક પર તેની ખરાબ અસર થઈ છે.

X
Priyanka Gandhi Tweet on Demonetisation by PM narendra modi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી