તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Priyanka Gandhi: Congress Priyanka Gandhi Reaction On Narendra Modi Govt Over December Retail Inflation Reaches 7.35 Percent

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસની માંગ - સરકાર મોંઘવારી-બેરોજગારી અંગે ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક બોલાવે, પ્રિયંકાએ કહ્યું- ભાજપે લોકોના પેટ પર લાત મારી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે કહ્યું - મોદી સરકારને મોંઘવારીના નિવેડો લાવવા માટેનો રોડમેપ જનતા સમક્ષ રજુ કરવો જોઈએ
  • પ્રિયંકા ગાંધીનો સવાલ- શાકભાજી અને દાળ જેવી ચીજ વસ્તુઓ મોંઘી થશે તો ગરીબો શું ખાશે?

નવી દિલ્હીઃ દેશમાં મોઘવારી અને બેરોજગારી વધવાના મુદ્દે કોંગ્રેસે મંગળવારે મોદી સરકારની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા હતા. મોંઘવારી દર છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચવા અંગે કોંગ્રેસે કહ્યું કે, વડાપ્રધાન મોદી જનતાને જણાવે કે, આગામી 30 દિવસમાં આનો કેવી રીતે નિવેડો લાવશો? પાર્ટીએ સરકાર પાસે મોંઘવારી અંગે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સરકાર મોંઘવારી અટકાવવામાં નિષ્ફળ રહી છે. 
પ્રિયંકાએ કહ્યું, ‘ખાવા પીવાની વસ્તુઓ સામાન્ય લોકોની પહોંચથી દૂર છે. જ્યાં શાકભાજી, તેલ, લોટ અને દાળ જેવી ચીજો મોંઘી બની જશે તો ગરીબ શું ખાશે. આર્થિક મંદીના કારણે ગરીબોને નોકરી પણ નથી મળી રહી. ભાજપ સરકારે માત્ર ગરીબોના ખિસ્સા જ નથી કાપ્યા પણ તેમના પેટ પર લાત મારી દીધી છે’

મોદી દેશની સમસ્યા અંગે ચર્ચા નથી કરતાઃસુરજેવાલા
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી માત્ર દેશના ભાગલા પાડવાની વાત કરી રહ્યા છે. તેઓ દેશની મુખ્ય સમસ્યાઓના સમાધાન પર ચર્ચા નથી કરી રહ્યા. મોદી જણાવે કે સરકાર પાસે 30 દિવસમાં મોઘવારીને કાબુમાં કરવા  માટે કેવો રોડમેપ છે. તેઓ જનતાને ગેરમાર્ગે દોરીને ભાગી ન શકે. ભાજપે સત્તામાં આવ્યા બાદથી જ સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને લોકતાંત્રિક અધિકારો પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. આનાથી લાખો લોકોને અસર થઈ છે. 

ગગડતી અર્થવ્યવસ્થા માટે મોદીનું આર્થિક સંચાલન જવાબદારઃ ચિદમ્બરમ
પૂર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે, દેશની ગગડી રહેલી અર્થવ્યવસ્થા માટે પુરી રીતે મોદી સરકારનું આર્થિક સંચાલન જવાબદાર છે. જૂલાઈ 2014માં 7.39%ના મોઘવારી દરથી શરૂઆત કરી હતી અને 2019ના અંતમાં તે 7.35% છે. ખાદ્ય પદાર્થોની મોઘવારી 14.2% અને શાકભાજીની કિંમત 60% વધ્યા છે. શું આ જ ભાજપના અચ્છે દિનનો વાયદો હતો. તેમણે કહ્યું  કે, દેશ નાગરિકતા કાયદા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર વિરુદ્ધ થઈ રહેલા દેખાવોના કારણે પહેલાથી નારાજ છે. એવામાં જો દેશમાં બેરોજગારી વધશે અને આવક ઓછી હશે તો યુવાનો અને વિદ્યાર્થીઓમાં રોષ ભરાય એ સ્વાભાવિક વાત છે. 

મોઘવારી અંગે વિપક્ષે સર્વસમ્મતિથી પ્રસ્તાવ પસાર કર્યો 
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં વિવિધ વિપક્ષે બેઠક કરી હતી. જેમાં દેશમાં વધતી બેરોજગારીના મુદ્દે સર્વસમ્મતિથી પ્રસ્તાવ પસાર કરાયો હતો. પ્રસ્તાવમાં દેશમાં ગગડતી અર્થવ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. જેમાં કહેવાયું હતું કે, દેશ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. GDP ઘટી ગયો છે. બેરોજગારી છેલ્લા 50 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. ખેડૂત આત્મહત્યા કરી રહ્યા છે અને ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે. પેટ્રોલિયમ ઉત્પાદનો, રાંધણગેસ, શાકભાજી અને તમામ જરૂર વસ્તુઓની કિંમત વધવાના કારણે લોકોની સ્થિતિ દયનીય બની છે. મોદી સરકારે એક ભયાનક આર્થિક સ્થિતિ ઊભી કરી દીધી છે. 

દેશમાં મોંઘવારી દર છેલ્લા પાંચ વર્ષના સૌથી ઊંચા સ્તરે 
આંકડા કચેરીએ સોમવારે દેશમાં મોંઘવારીના આંકડા જાહેર કર્યા હતા. જેના પ્રમાણે, છૂટક મોંઘવારી દર ડિસેમ્બરમાં વધીને 7.35% પહોંચી ગઈ હતી. આ સાડા પાંચ વર્ષમાં સૌથી વધારે છે. છૂટક મોંઘવારી દર એ સ્તરે પહોંચી ગયો છે જેટલો મોદી સરકારના આવ્યા વખતે હતો. જૂલાઈ 2014માં આ દર 7.39% હતો. ગત નવેમ્બરમાં 5.54% હતો. શાકભાજીઓ ખાસ કરીને ડુંગળીની કિંમતોમાં વધારાના કારણે ડિસેમ્બરમાં છૂટક મોંઘવારી દરને વધારે અસર થઈ છે. શાકભાજી ડિસેમ્બરમાં 60.5% મોંઘી થઈ હતી.ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર વધીને 14.12% રહ્યો હતો. નવેમ્બરમાં 10.01% હતો. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો