ભાસ્કર ઓરિજિનલ / ખાનગી કોલેજોએ MBBSની અડધી બેઠકની ફીમાં 70% સુધીનો ઘટાડો કરવો પડશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ખાનગી મેડિકલ કોલેજોમાં ફી ઘટાડાનો મુસદ્દો તૈયાર
  • આખરી નિર્ણય નેશનલ મેડિકલ કમિશન લેશે
  • ખાનગી કોલેજોની 50% એમબીબીએસ બેઠકની વાર્ષિક ફી રૂ. 6થી 10 લાખ થશે

Divyabhaskar.com

Nov 21, 2019, 07:00 AM IST
પવનકુમાર, નવી દિલ્હી: દેશભરની ખાનગી મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ અને પરિવારો માટે રાહતના સમાચાર છે. ખાનગી મેડિકલ કોલેજોમાં એમબીબીએસની અડધી બેઠકની ફી 70% સુધી જ્યારે પીજી કોર્સની ફી 90% સુધી ઘટવાની તૈયારીમાં છે. નવા નિયમ અંગેનો મુસદો આરોગ્ય મંત્રાલયે તૈયાર કર્યો છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં કે જાન્યુઆરી 2020માં આ મુસદો જાહેર કરાશે.
ખાનગી કોલેજોની 50% એમબીબીએસ બેઠકની વાર્ષિક ફી રૂ. 6થી 10 લાખ સુધીની રહેશે
દેશમાં મેડિકલ એજ્યુકેશનની જવાબદારી હવે બોર્ડ ઓફ ગવર્નન્સની છે. આ બોર્ડને સરકારે એમબીબીએસ અને પીજી સીટની ફી નક્કી કરવાનો મુસદો ઘડવાની જવાબદારી સોંપી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ખાનગી કોલેજોની 50% એમબીબીએસ બેઠકની વાર્ષિક ફી રૂ. 6થી 10 લાખ સુધીની રહેશે.
20 હજાર વિદ્યાર્થીને ફાયદો
દિલ્હી, મહારાષ્ટ્ર જેવાં અનેક રાજ્યોમાં ખાનગી કોલેજોમાં એમબીબીએસની વાર્ષિક ફી રૂ. 25 લાખ સુધીની છે. મધ્યપ્રદેશ, યુપી જેવાં કેટલાંક રાજ્યોમાં રૂ. 10-12 લાખ લેવાય છે. દેશમાં એમબીબીએસની 80 હજાર સીટ છે જેમાંથી 40 હજાર ખાનગી કોલેજ પાસે છે. તેમાંથી અડધી એટલે કે 20 હજાર સીટની ફી કેન્દ્રીય નિયમો મુજબ નક્કી કરવાની તૈયારી છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા મુસદ્દાની બે મુખ્ય વાત
1. MBBSની વાર્ષિક ફી રૂ.6થી 10 લાખ સુધી થવાની શક્યતા

અત્યારે અનેક ખાનગી કોલેજોમાં વાર્ષિક 25 લાખ રૂપિયા સુધીની ફી છે. નિયમ બન્યા પછી તેઓ 10 લાખથી વધુ ફી લઈ શકશે નહીં.
2. પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સની ફી 90% સુધી ઘટે તેવી શક્યતા
અત્યારે ત્રણ વર્ષના કોર્સની ફી રૂ. 1થી 3 કરોડ સુધી છે. જ્યારે સરકારી કોલેજમાં રૂ. 50થી 95 હજાર સુધી ભથ્થું મળે છે.
તર્ક: પીજી કોર્સમાં પ્રવેશ લેતા જ વિદ્યાર્થીઓ સારવાર શરૂ કરે છે એટલે ફી ઘટાડાઈ રહી છે
પીજીમાં પ્રવેશ મળતાં જ વિદ્યાર્થી સંબંધિત મેડિકલ કોલેજ કે હોસ્પિટલમાં સારવાર કરવાનું શરૂ કરે છે. પીજીમાં થિયરી કરતાં સારવાર પર વધુ જોર હોય છે. ક્લાસરૂમના અભ્યાસ કરતા સેલ્ફસ્ટડી મહત્ત્વની હોય છે. સરકારી મેડિકલ કોલેજમાંથી પીજી કરી રહેલા વિદ્યાર્થીઓને દર મહિને સરકાર 50 હજારથી 95 હજાર સુધીનું ભથ્થું આપે છે. દિલ્હીમાં એઇમ્સ પીજી વિદ્યાર્થીઓને દર મહિને 95 હજાર રૂપિયા ભથ્થું આપે છે. બીજી બાજુ ખાનગી મેડિકલ કોલેજમાં પીજીના અભ્યાસ દરમિયાન સ્ટાઈપેન્ડ તરીકે થોડી રકમ અપાય છે પરંતુ જે ફી લેવાય છે તેની તુલનામાં ભથ્થાંની રકમ બહુ મામૂલી હોય છે.
તૈયારી: ખાનગી કોલેજોમાં પીજી કોર્સની કુલ 20 હજાર બેઠક, 10 હજાર બેઠક પર ફી ઓછી થશે
મુસદ્દા મુજબ પીજી કોર્સની ફી 90% સુધી ઘટાડાશે. 10% ફી પણ વિદ્યાર્થીઓને રહેવાથી લઈ લાઈબ્રેરી, રિક્રિએશન, લેબ અને મેડિકલ કોલેજના અન્ય ખર્ચા માટે લેવાય છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે ફીની મર્યાદા શું હશે પરંતુ સૈદ્ધાંતિક રીતે એવો નિર્ણય લેવાયો છે કે ફી 90% સુધી ઓછી કરાશે. અડધી બેઠકની ફી કેન્દ્રીય નિયમો મુજબ નક્કી થશે જ્યારે અડધી બેઠકોની ફી પહેલાંની જેમ સંબંધિત રાજ્યમાં બનેલી કમિટી નક્કી કરતી રહેશે. આ તમામ વાત મુસદ્દામાં સામેલ કરાઈ છે. હવે અંતિમ નિર્ણય નેશનલ મેડિકલ કમિશને લેવાનો છે.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી