મોદી 2.0 / સરકારના 75 દિવસ પૂરા થવા વિશે મોદીએ કહ્યું- અમે સ્પષ્ટ નીતિથી સાચી દિશામાં ચાલી રહ્યા છીએ

Prime Minister Narendra Modi said On 75th day in office news updates

  • મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું- સ્પષ્ટ બહુમતી વાળી મજબૂત સરકાર લક્ષ્ય મેળવી શકે છે
  • ખેડૂતથી લઈને કાશ્મીર સુધી, અમારી સરકારે શરૂઆતના દિવસોમાં જ ઘણું સારુ કામ કરી બતાવ્યું છે- મોદી

Divyabhaskar.com

Aug 14, 2019, 10:18 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના 75 દિવસ પૂરા થતાં મંગળવારે કહ્યું છે કે, અમે સ્પષ્ટ નીતિ અને સાચી દિશામાં ચાલી રહ્યા છીએ. મોદીએ કહ્યું કે, સરકારે શરૂઆતના દિવસોમાં જ ખૂબ સરસ કામ કર્યું છે. સ્પષ્ટ નીતિ અને સાચી દિશાના કારણે જ અમે સારા પરિણામ મેળવી શક્યા છીએ.

વડાપ્રધાને ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, અમારી સરકારના 75 દિવસના કાર્યકાળમાં જ અમે ઘણું સારુ કામ કરી લીધું છે. બાળકોની સુરક્ષાથી લઈને ચંદ્રયાન-2, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહીથી લઈને મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકના અભિશાપમાંથી મુક્ત કરાવવાની અને ખેડૂતોથી લઈને કાશ્મીર સુધી અમારી સરકારે કામ કરી બતાવ્યું છે કે, લોકોની સ્પષ્ટ બહુમતીના કારણે અમે ઈચ્છીત પરિણામ મેળવી શક્યા છીએ.

સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પગલાં ઉઠાવ્યા: મોદી
મોદીએ કહ્યું- અમે હાલના સમયની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવવા માટે શરૂઆતથી જ ચોક્કલ પગલાં લીધા છે. અમે જળશક્તિ મિનિસ્ટ્રીનું પણ ગઠન કર્યું છે જેથી પાણીનો સપ્લાય અને જળ સંચયને વધારવા માટે મિશન તરીકે કામ કરી શકાય.

મોદીએ કહ્યું- સ્પષ્ટ બહુમતી મળ્યા પછી વિકાસના પગલાં લીધા
મોદીએ કહ્યું- ગઈ વખત કરતાં વધારે બહુમતી મળતા ઝડપથી વિકાસના પગલાં લેવામાં આવ્યા છે. આ વિશે મોદીએ કહ્યું છે કે, એક રીતે કહી શકાય છે કે, આ ફરી સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનવાનું પરિણામ છે. અમે આ 75 દિવસમાં જે કામ કર્યું છે તે મજબૂત આધારનું પરિણામ છે, જે ગયા 5 વર્ષમાં અમે બનાવ્યો છે.

પહેલુ સત્ર વધારે પ્રોડક્ટિવ રહ્યું- મોદી
મોદીએ કહ્યું- 1952 પછી અમારી આ વખતની સરકારમાં સંસદનું પહેલુ સેશન સૌથી વધારે પ્રોડક્ટિવ રહ્યું છે. તેણે રેકોર્ડ બનાવ્યો છે. આ સામાન્ય સફળતા ન કહેવાય. આ વિકાસ માટે એક ઐતિહાસીક વળાંક છે. તેમાં લોકોની જરૂરિયાત અને આશાઓ પ્રતિ અમારી સંસદને વધારે જવાબદાર બનાવી છે.

મોદીએ કહ્યું- લોકોનું સમર્થન હોય તો બધુ જ પ્રાપ્ત કરી શકાય છે
તેમએ કહ્યું- ખેડૂતો, વેપારીઓ માટે પેન્શન સ્કીમ, મેડિકલ ક્ષેત્રે સુધાર, લેબર રિફોર્મ, બેન્કરસ્પી કોડ જેવા ઐતિહાસીક પગલાં લેવામાં આવ્યા છે અને આગામી સમયમાં પણ હું આવા જ પગલાં લઈશ. પરંતુ સાચી વાત છે કે, નિયત સ્પષ્ટ હોય, લોકોનું સમર્થન હોય ત્યારે તેની કોઈ સીમા નથી હોતી કે આપણે શું મેળવી શકીએ છીએ.

X
Prime Minister Narendra Modi said On 75th day in office news updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી