તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોલકતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે છે. બેલૂર મઠમાં રવિવારે તેમણે કહ્યું કે નાગરિકતા કાયદો એ કોઈની નાગરિકતા લઈ લેશે નહિ પરંતુ આપશે, ગાંધીજી માનતા હતા કે ભારતે પાકિસ્તાનની ધાર્મિક લઘુમતિને સિટિશનશીપ આપવી જોઈએ. બાદમાં મોદી કોલકતા પોર્ટ ટ્રસ્ટના 150માં વર્ષમાં પ્રવેશ નિમિતે આયોજિત કાર્યક્રમમાં સામેલા થયા. મોદીએ કોલકતા પોર્ટને ડો.શ્યામપ્રસાદ મુખર્જીના નામથી ઓળખવાની પણ જાહેરાત કરી છે. મોદીએ અહી આયુષ્માન ભારત અને પીએમ કિસાન સમ્માન યોજના પશ્ચિમ બંગાળમાં લાગુ ન કરવા બાબતે મમતા સરકાર પર કટાક્ષ કર્યો. વડાપ્રધાને હસતા-હસતા રહ્યું કે મને એ વાતનો ખ્યાલ નથી કે રાજ્ય સરકાર આયુષ્માન ભારત યોજના માટે પરવાનગી આપશે કે નહિ, જો પરવાનગી મળશે તો લોકોને સ્વાસ્થ્ય યોજનાઓ સાથે જોડાયેલા લાભ મળવા લાગશે. નીતિ નક્કી કરનારને ઈશ્વર સદબુદ્ધિ આપે.
બીજા દિવસે આજે કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 105મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમનું ઉદ્ધાટન કરશે. તેમણે ગત રોજ હાવડામાં રામકૃષ્ણ મિશન મુખ્યાલયમાં રાતવાસો કર્યો હચો. સાથે જ સેકડો લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસના વિરોધમાં આખી રાત દેખાવો કર્યા હતા. કોલકાતાના ઘણા સ્થળોએ શનિવારે CAAનો વિરોધ થયો હતો. સૌથી વધારે ધર્મતાલામાં દેખાવકારો એકઠા થયા હતા. તમામ દેખાવકારો, ડાબેર, કોંગ્રેસ અને વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા.
મમતાએ દેખાવકારોને સંબોધિત કર્યા
સીએએ અને એનઆરસીની વિરુદ્ધ રાની રશ્મોની રોડ પર તૃણમૂલ કોંગ્રેસની વિદ્યાર્થી શાખાએ ધારણા કર્યા. મુખ્યમંત્રી મમતા બેનર્જી મોદી સાથેની મુલાકાત બાદ સાંજે તૃણમૂલ વિદ્યાર્થી પરિષદના ધારણામાં સામેલ થયા અને વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. દેખાવકારોએ પોલીસની બેરિકોડ પણ તોડી નાખી હતી. કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું હતું કે તેઓ મુખ્યમંત્રીની વડાપ્રધાન સાથે ચાલી રહેલી વાતચીતને લઈને નારાજ છે. ડાબેરી અને કોંગ્રેસે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી ચિટ ફન્ડ કૌભાંડમાં ઈડી અને સીબીઆઈના દબાણમાં છે. આ કૌભાંડના આરોપમાં કેટલાક તૃણમૂલના નેતા પણ આરોપી છે. તૃણમૂલે બંને નેતાઓની વચ્ચેની મુલાકાતને બિન રાજકીય હોવાનું કહ્યું છે.
મોદી સાથેની મુલાકાત માત્ર એક શિષ્ટાચાર ભેટ હતીઃ મમતા
મમતાએ કહ્યું તેઓ બંગાળ આવ્યા હતા આ કારણે બસ આ માત્ર એક શિષ્ટાચાર ભેટ હતી. મેં વડાપ્રધાને કહ્યું કે CAA, NCR અને NPRને રાજ્યના લોકો સ્વીકારી રહ્યાં નથી. મેં તેમને આ પગલા વિશે ફરીથી વિચારવા માટેનો અનુરોધ કર્યો છે. મેં તેમને યાદ અપાવ્યું કે બુલબુલથી થયેલા નુકસાનની ભરપાઈ માટે 7 હજાર કરોડ સહિત 38 હજાર કરોડ રૂપિયા કેન્દ્રએ ચુકવવાના બાકી છે. મમતાએ કહ્યું કે વડાપ્રધાને દિલ્હી પહોંચીને બંને મુદ્દા પર ચર્ચા કરવા માટેનું આશ્વાસન આપ્યુ છે. વડાપ્રધાન આજે નેતાજી સુભાષ ડોક પર કોચીન-કોલકતા યુનિટના શિપ રિપેર ફેસિલિટીનું ઉદઘાટન કરશે.
યુવા જ સીએએ પર ભમ્ર દૂર કરી રહ્યાં છે
બેલૂર મઠમાં મોદીએ કહ્યું કેટલાક લોકો CAAને લઈને ભમ્ર ફેલાઈ રહ્યાં છે, મને ખુશી છે કે યુવા જ તેમનો ભમ્ર દૂર કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં જે રીતે બીજા ધર્મના લોકો પર અત્યાર થઈ રહ્યો છે, તેને લઈને આપણા યુવા જ અવાજ ઉઠાવી રહ્યાં છે. નાગરિકતા કાયદામાં અમે સંશોધન ન લાવત તો કોઈને એ ખબર ન પડત કે પાકિસ્તાનમાં કઈ રીતે માનવ અધિકારનો દુરુઉપયોગ થયો છે. કઈ રીતે છોકરીઓના અધિકારોને ખત્મ કરવામાં આવ્યા છે.
સ્વામીજીના રૂમમાં આજે પણ ચેતના છે
વડાપ્રધાને કહ્યું આજે ફરી એક વખત સ્વામી વિવેકાનંદજીની જયંતીના પાવન પર્વ પર પૂજ્ય સંતોની વચ્ચે સમય વીતાવવાનો સમય મળ્યો છે. સ્વામી વિવેકાનંદ જે રૂમમાં રહેતા હતા, તે એક આધ્યાત્મિક ચેતના છે. મેં પણ ત્યાં સમય વીતાવ્યો. આ જીવનનો અમૂલ્ય સમય હતો. એવો અનુભવ થઈ રહ્યો હતો કે પૂજ્ય સ્વામીજી આપણને હજુ વધુ કામ કરવા માટે પ્રેરિત કરી રહ્યાં છે, નવી ઉર્જા આપી રહ્યાં છે. સ્વામીજી કહેતા હતા કે તમામ વસ્તુઓ ભૂલી જાવ અને મા ભારતીની સેવામાં લાગી જાવ.
કોલકતા પોર્ટ આધ્યાત્મિક-આત્મનિર્ભરતાનું પ્રતીક
મોદીએ કહ્યું કોલકતા પોર્ટે ભારતને વિદેશ રાજમાંથી સ્વરાજ પ્રાપ્ત કરતા જોય છું. સત્યાગ્રહથી લઈને સ્વચ્છાગ્રહ સુધી દેશને બદલતો જોયો છે. આ પોર્ટ માત્ર માલવાહકોનું સ્થાન રહ્યું નથી, અહીં કેટલાય વિશ્વમાં છાપ છોડનારા લોકોના પગ પણ પડ્યા છે. ઘણા પ્રસંગોની શરૂઆત મહાન લોકોએ અહીંથી કરી. કોલકતાનું આ પોર્ટ તેની આધ્યાત્મિક અને આત્મનિર્ભરતાનું જીવતું જાગતુ પ્રતીક છે. આ પોર્ટ 150માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, તો તેને ન્યુ ઈન્ડિયાના નિર્માણનું ઉર્જાવાન પ્રતીક બનાવવું તે પણ આપણી જવાબદારી છે.
બંગાળનો વિકાસ અમારી પ્રાથમિકતા
મોદીએ કહ્યું આયુષ્માન ભારત યોજના અંતર્ગત દેશના 75 લાખ ગરીબને મફતમાં ઈલાજ મળી ચુક્યો છે. તમે કલ્પના કરી શકો છો કે જ્યારે ગરીબ માણસ બીમાર પડે છે તો જીવવાની પણ આશા છોડી દે છે. જ્યારે ગરીબને જીવવાનો સહારો મળે છે તો તેના આશીર્વાદ મળે છે. આજે હું આરામથી સુઈ શકું છું, કારણ કે ગરીબ પરિવારના સતત આર્શીવાદ મળી રહ્યાં છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.