તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાગરિકતા સંશોધન બિલ રાષ્ટ્રપતિએ મંજૂર કર્યુ; પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ - Divya Bhaskar
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવાર મોડી રાત્રે નાગરિકતા સંશોધન બિલ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. આ સાથે હવે આ વિધેયક કાયદો બની ગયું છે. આ બિલ કાયદો બનતા હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા મળશે. ઉલ્લેખનીય છે કે લોકસભા અને રાજ્યસભામાં આ વિધેયકને ભારે હંગામા બાદ પસાર કરવામાં આવ્યું હતું. 

JPCનો જાન્યુઆરી 2019નો રિપોર્ટઃ ત્રણે દેશોના 31,313 શરણાર્થી લોન્ગ ટર્મ વીઝા પર
સંસદે 2016માં સિટિઝનશિપ અમેન્ડમન્ટ બિલ(CAB)ને જેસીપીની પાસે મોકલ્યું હતું. તેમાં લોકસભામાંથી 19 અને રાજ્યસભામાંથી 9 સભ્યો હતા. આઈબી અને રોના પ્રતિનિધિઓને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. સમિતિના અધ્યક્ષ ભાજપના રાજેન્દ્ર અગ્રવાલ હતા. જેસીપીના રિપોર્ટને 7 જાન્યુઆરી 2019ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતા. તેમાં આઈબી તરફથી કહેવામાં આવ્યું છે કે સિટિઝનશિપ અમેન્ડમન્ટ બિલ(CAB) લાગુ થવાની સાથે જ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તામાંથી ભારતમાં આવેલા 31,313 શરણાર્થીઓને તાત્કાલિક ભારતીય નાગરિકતા મળી જશે. આ એવા લોકો છે, જે પોતાના દેશમાં ધાર્મિક આધાર પર હેરાનગતિનો શિકાર થયા અને તેના આધાર પર જ ભારતે તેમને લોન્ગ ટર્મ વિઝા આપ્યા. આ 31,313 શરણાર્થીઓમાંથી 25,447 હિન્દુ છે. બીજા નંબર પર શીખ છે, જેમની સંખ્યા 5807 છે. ખ્રિસ્તી 55, પારસી અને બૈદ્ધ 2-2 છે.
ત્રણ દેશોમાંથી એક લાખથી વધુ શરણાર્થી ભારતમાં
લોકસભામાં છ સાંસદોએ શરણાર્થીઓની સંખ્યા પર સવાલ કર્યા હતા. 1 માર્ચ 2016ના રોજ તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી કિરેન રિજિજૂએ તેનો જવાબ આપ્યો હતો. તેમણે 31 ડિસેમ્બર 2014ની સ્થિતિ મુજબ દેશના રાજ્યોમાં રહી રહેલા શરણાર્થીઓની સંખ્યા વિશે જણાવ્યું હતું. તે મુજબ, દેશમાં 2,89.394 શરણાર્થી હતા, જેમાંથી 1,16,085 શરણાર્થી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તામાંથી આવ્યા હતા. જોકે તત્કાલીન મંત્રીના જવાબમાં એ જણાવવામાં આવ્યું ન હતું કે શરણાર્થી કયા ધર્મના છે.

પડોશી દેશોમાં બાંગ્લાદેશમાંથી સૌથી વધુ શરણાર્થી ભારતમાં આવ્યા

દેશશરણાર્થીઓની સંખ્યા
પાકિસ્તાન8,799
બાંગ્લાદેશ1,03,817
અફઘાનિસ્તાન3,469
મ્યાંમાર12,434
શ્રીલંકા1,02,467
તિબેટ58,155

(આંકડા 31 ડિસેમ્બર 2014ની સ્થિતિ મુજબ)

સૌથી વધુ શરણાર્થી તમિલનાડુમાં, છત્તીસગઢ બીજા નંબર પર

રાજ્યશરણાર્થીઓની સંખ્યા
તમિલનાડુ1,02,478
છત્તીસગઢ62,890
મહારાષ્ટ્ર47,663
કર્ણાટક34,348
જમ્મુ-કાશ્મીર10,538

અન્ય સમાચારો પણ છે...