• Home
  • Db Original
  • Prashant Bhushan said Kejriwal had no special idea; BJP gangsters party, it spoils the atmosphere of the country

ઈન્ટરવ્યૂ / પ્રશાંત ભૂષણે કહ્યું- કેજરીવાલના કોઈ ખાસ વિચાર નથી; ભાજપ ગુંડાઓની પાર્ટી, તેણે દેશનું વાતાવરણ બગાડ્યું

Prashant Bhushan said Kejriwal had no special idea; BJP gangsters party, it spoils the atmosphere of the country

  •  પ્રશાંત ભૂષણ આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય રહી ચૂક્યા છે 
  •  ભૂષણના જણાવ્યા પ્રમાણે, દિલ્હીમાં ભાજપ પાસે નેતૃત્વ નથી
     

Divyabhaskar.com

Jan 30, 2020, 10:42 AM IST

નવી દિલ્હીઃ 2011ના અણ્ણા આંદોલનમાં મહત્વની ભૂમિકા અદા કરનારા પ્રશાંત ભૂષણ તેમના પૂર્વ સાથી અરવિંદ કેજરીવાલથી નારાજ છે. તેઓ આમ આદમી પાર્ટી(AAP)ના સંસ્થાપક સભ્ય છે. 2015માં તેમણે પાર્ટીમાંથી બહાર કરી દેવાયા હતા.ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રશાંતે દિલ્હી વિધાનસભા ચૂંટણી સાથે જ દેશની સ્થિતિ પર ચર્ચા કરી હતી. તેમના કહ્યાં પ્રમાણે, કેજરીવાલ પણ અન્ય નેતાઓની જેમ છે. તેમના કોઈ ખાસ વિચાર નથી, તેઓ સામાન્ય નેતાની જેમ જ છે. ભૂષણ ભાજપ પર દેશનું વાતાવરણ બગાડવાનો આરોપ લગાવે છે.

દિલ્હીમાં ભાજપ રાષ્ટ્રવાદ અને AAP સ્થાનિક મુદ્દાઓ પર ફોકસ કરી રહી છે. ચૂંટણી કઈ દિશામાં જઈ રહી છે?
ભૂષણઃ ભાજપનું દિલ્હીમાં કોઈ અસ્તિત્વ નથી દેખાઈ રહ્યું. ઉમેદવાર પણ યોગ્ય નથી. તમારી પાસે લીડરશીપ અને સારા ઉમેદવાર બન્ને છે. ભાજપ રાષ્ટ્રવાદને મુદ્દો બનાવવાનો પ્રયાસ જરૂર કરી રહી છે. મને નથી લાગતું કે તે ટકી શકશે.
શું ચૂંટણી આમ આદમી પાર્ટીની તરફી છે? આમ આદમી જીતશે?
ભૂષણઃ લાગે તો એવું જ છે કે આમ આદમી જીતશે. સામાન્ય લોકોને લાગે છે કે શિક્ષમ અને સ્વાસ્થ્ય પર કંઈક તો કામ કર્યું છે. બીજી વાત, લોકોને વિશ્વાસ આવી ગયો છે કે ભાજપે દેશને બરબાદ કર્યો છે. તેઓ રાષ્ટ્રવાદનો ઢોંગ કરે છે. રાષ્ટ્રવાદના નામે લોકોને હિન્દુ-મુસ્લિમમાં વહેંચી રહ્યા

અણ્ણા આંદોલનમાં તમારી મહત્વની ભૂમિકા હતી, આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયા તો પછી પાર્ટી શા માટે છોડી?
ભૂષણઃ થોડાક કારણો છે. પહેલું તો એ છે કે ગત ચૂંટણીમાં તેમણે ઘણા લોકોને ટિકિટ આપી હતી. બીજી કેજરીવાલ તેમની જીદથી પાર્ટી ચલાવતા હતા.તે કોઈની સાથે વિચાર વિમર્શ કરતા ન હતા. ભ્રષ્ટાચાર, લોકપાલ અને પારદર્શિતાના મુદ્દાઓને છોડી દેવાયા. એટલે ઘણી ખામીઓ જોવા મળી. દરેકનો ખોટો ઉપયોગ થઈ રહ્યો હતો. આ લોકો કદાચ આજે પણ આવું જ કરી રહ્યા હશે. હવે મારો તેમની સાથે કોઈ સંબંધ રહ્યો નથી. પરંતુ ભાજપે તો લોકશાહી સાથે આપણી સંસ્કૃતિ અને સભ્યતાને જોખમમાં મૂકી દીધી છે. હું જાણું છું કે આમ આદમીમાં ખામીઓ છે. પરંતુ દેશને ભાજપથી જેટલું જોખમ છે એટલું આમ આદમીથી નથી.

CAA અંગે શાહીનબાગ સહિત ઘણા દેખાવ ચાલી રહ્યા છે, કપિલ મિશ્રા ચૂંટણીને ભારત સામે પાકિસ્તાન ગણાવે છે. આને કેવી રીતે જુઓ છો?
ભૂષણઃ ભાજપનો પ્રયાસ છે કે આને હિન્દુ -મુસ્લિમનો મુદ્દો બનાવી લઈએ. તે દેશનું ફરી વિભાજન કરવા માંગે છે. જો આ લોકો રાષ્ટ્રવાદની વાત કરે તો હાસ્યાસ્પદ લાગે છે. કપિલ મિશ્રા તો નીચલી કક્ષાનો માણસ છે. આનાથી નીચો માણસ મળવો મુશ્કેલ છે. તે ઉશ્કેરણીજનક ભાષણો આપે છે. તેને તો જેલમાં હોવું જોઈએ. ભાજપે આવા લોકોને ટિકિટ આપી છે.
કેજરીવાલ વિશે તમારું શું માનવું છે? શું એ પણ અણ્ણાના સિદ્ધાંતો પર ચાલી રહ્યા છે?
અરવિંદ અને આમ આદમી પાર્ટીએ લોકપાલ વગેરે બનાવ્યા નથી. પરંતુ આમ આદમી પાર્ટી ભાજપ કરતા સારી છે. ભાજપે સિદ્ધાંતોને ક્યારેય માન્યા નથી. અણ્ણા આંદોલનનો ફાયદો ઉઠાવ્યો. લોકપાલને અમલમાં ન લાવ્યા. ન કોઈ પારદર્શિતા લાવવા દીધી. ઘુસણખોરીનો પૈસો સત્તાધીશ પાર્ટીને આપવાની સિસ્ટમ લાવ્યા.

અરવિંદ કેજરીવાલને કેવી રીતે જુઓ છો?
ભૂષણઃ અરવિંદના કોઈ ખાસ વિચાર નથી. એ પણ એક રાજનેતાની જેમ થઈ ગયા છે. એ એવું જ જોશે કે હવા ક્યાં જ રહી છે. શેના પર સૌથી વધારે વોટ મળશે. એ પ્રમાણે જ કામ કરે છે.

આમ આદમીએ એવા લોકોને પણ ટિકિટ આપી, જેની પર ગુનાહિત કેસ ચાલી રહ્યા છે અથવા જે લોકો બીજી પાર્ટીમાંથી આવ્યા છે
ભૂષણઃ ખોટા લોકોને તો ટિકિટ આ લોકોએ ગત વખતે પણ આપી હતી. આ વખતે પણ આપી છે. પરંતુ ભાજપે કેવા લોકોને ટિકિટ આપી. તે ગોળી મારી દેવા જેવા વાક્યો જાહેરમાં બોલી રહ્યા છે. આવું તો આમ આદમી પાર્ટી કરશે તો એવું મને લાગતું નથી.

દિલ્હીની જનતાને તમે શું કહેવા માંગશો? ઘણા ટેક્સપેયર્સ કેજરીવાલની ફ્રી સ્કીમ પર સવાલ કરી રહ્યા છે
ભૂષણઃ ગરીબોને સુવિધા મળવી જોઈએ. તેમને સસ્તી વીજળી અને પાણી મળવામાં કોઈ વાંધો નથી. અમીરોને આ ફ્રીમાં ન આપવું જોઈએ. મારો મત તો દિલ્હીના વોટર્સ માટે છે કે જુઓ આમ આદમી પાર્ટીમાં ઘણી ખામીઓ છે. કોંગ્રેસમાં પણ છે. પરંતુ ભાજપ જે પ્રકારે દેશને બરબાદ કરી રહ્યો છે, એવું ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી થયું. ઈન્ટરનેશનલ મીડિયાએ પણ કહ્યું કે, હિન્દુસ્તાનમાં લોકશાહી જ નથી, સભ્યતા પણ જોખમમાં મુકાઈ છે, મારો સ્પષ્ટ મત છે કે જે પણ ભાજપને હરાવી શકશે, તેને વોટ આપવો જોઈએ. પછી તે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ? ભાજપ જીતવી ન જોઈએ.

યમુનાની સ્થિતિ ખરાબ છે, તેમછતા આ મુદ્દો કેમ નથી?
ભૂષણઃ આનાથી પણ મોટા મુદ્દાઓ છે. વાયુ પ્રદુષણ યમુના કરતા પણ વધારે મોટો મુદ્દો છે. તેમા કેન્દ્ર અને રાજ્ય બન્નેની ભાગીદારી છે. એ જ પ્રકારે યુમનામાં પણ બન્નેની ભાગીદારી છે, કંઈને કઈ કરવામાં.

X
Prashant Bhushan said Kejriwal had no special idea; BJP gangsters party, it spoils the atmosphere of the country
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી