તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રણવ મુખર્જીએ કહ્યું- GDP ગ્રોથમાં ધીમી વૃદ્ધિ ચિંતાનો વિષય નથી, ભવિષ્યમાં તેની સારી અસર જોવા મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું- સમસ્યાઓના સમાધાન માટે વાતચીત થવી ખુબ જ જરૂરી
  • ‘2008માં આર્થિક સંકટનો સામનો બેન્કોએ મજબૂતાઈથી કર્યો હતો, ત્યારે હું નાણામંત્રી હતો, સાર્વનજિક ક્ષેત્રે બેન્કોએ પૈસા માટે મારો સંપર્ક કર્યો ન હતો’

કોલકાતાઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બુધવારે કહ્યું કે, હું GDPમાં ધીમી વૃદ્ધિ અંગે ચિંતિત નથી. જે કંઈ પણ બની રહ્યું છે, તેની અસર અર્થવ્યવસ્થા પર આગળ જોવા મળશે. તેમણે કહ્યું કે, આજે સાર્વજનિક ક્ષેત્રની બેન્કોને મૂડીની જરૂર છે અને તેમાં કંઈ ખોટું પણ નથી. 
મુખર્જીએ બુધવારે કોલકાતામાં ભારતીય આંકડાકીય સંસ્થાના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 2008માં આર્થિક સંકટનો સામનો બેન્કોએ મજબૂતાઈથી કર્યો હતો. ત્યારે  કોઈ પણ સાર્વજનિક ક્ષેત્રની બેન્કે પૈસા માટે મારો સંપર્ક નહોતો કર્યો. 

લોકતંત્રમાં સંવાદ થવો ખુબ જ જરૂરીઃપ્રણવ 
પૂર્વ રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું કે, સમસ્યાઓનું સમાધાન લાવવા માટે લોકતંત્રમાં વાતચીત થવી જરૂરી છે.  સાથે જ આંકડાઓની પ્રમાણિકતાને તથ્યના રૂપમાં જાળવી રાખવી પણ એટલી જ જરૂરી છે. તેની સાથે ચેડા કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે,‘ક્યારેક-ક્યારેક હું છાપાઓમાં વાચું છું કે ડેટા પર સવાલ કરાઈ રહ્યા છે, ત્યારે મને દુઃખ થાય છે. યોજના પંચે દેશની અર્થવ્યવસ્થાના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. મને ખુશી છે કે ઘણા કામ હજુ પણ નીતિ પંચ દ્વારા કરાઈ રહ્યા છે’
 

અન્ય સમાચારો પણ છે...