વિધાનસભા ચૂંટણી / હરિયાણામાં રાજકારણનો ક્રેઝ; કોઈ ડોક્ટરી તો કોઈ વિદેશમાં નોકરી છોડીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવી રહ્યું છે

Politics craze in Haryana; A doctor is leaving a job abroad and moving to the polls

  • નૌક્ષમ ચૌધરી લંડનમાં પ્બલિક રિલેશનના 1 કરોડના પેકેજની નોકરી છોડીને પુન્હાનામાં ચૂંટણી લડી રહી છે.
  • અરુણ બીસલા પેટીએમથી લાખોનું પેકેજ છોડીને બલ્લભગઢમાં ચૂંટમી મેદાનમાં ઝંપલાવ્યું

Divyabhaskar.com

Oct 09, 2019, 01:16 PM IST

પાનીપત(મનોજ કૌશિક) ભણેલા ગણેલા યુવાન હોય અથવા નોકરી કરતા લોકો દરેકમાં હવે રાજકારણનો નવો ક્રેઝ છે. હરિયાણામાં આ વિધાનસભા ચૂંટણીમાં ડોક્ટરથી માંડી, ખેલાડી, લેક્ચરર અને વિદેશમાં નોકરી કરનારા સુધી ચૂંટણી મેદાનમાં ઝંપલાવી રહ્યા છે. આ સત્તા ક્રેઝ જ છે, જે ઘણા યુવાનો 1 કરોડ રૂપિયા તો ઘણા લાખોના પેકેજની નોકરી છોડીને શેરીએ શેરીએ ફરીને વોટની અપીલ કરી રહ્યા છે. જાણો આવા જ ઉમેદવારો સાથે જોડાયેલી માહિતી...

લંડનમાં પ્બલિક રિલેશનની 1 કરોડની નોકરી છોડીને પુન્હાનામાં ચૂંટણી લડી રહેલી નૌક્ષમ ચૌધરી
લંડનમાં પ્બલિક રિલેશનની 1 કરોડ રૂપિયાની નોકરી છોડીને નૌક્ષમ ચૌધરી હરિયાણાના સૌથી પછાત જિલ્લાઓમાંથી એક મેવાતના પુન્હાના વિધાનસભામાં ચૂંટણી લડવા માટે ઉતરી છે. નૌક્ષમ ભાજપ પાર્ટીમાંથી આ ચૂંટણી લડી રહી છે. મિરાંડા હાઉસ કોલેજમાં વિદ્યાર્થી સંઘની નેતા રહી ચુકેલી નૌક્ષમે ઓગસ્ટમાં જ ભાજપનું સભ્ય પદ લીધું હતું. તેમના કહ્યાં પ્રમાણે, તે વિદેશથી પોતાના જિલ્લાના વિકાસ માટે ભારત પાછી આવી છે.

 

અરુણ બીસલાએ પેટીએમથી લાખોનું પેકેજ છોડીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું
બલ્લભગઢ વિધાનસભામાંથી બહુજન સમાજ પાર્ટીની બેઠક પર ચૂંટણી લડી રહેલા અરુણ બીસલા પેટીએમથી એન્જિનીયરની નોકરી છોડીને આવ્યા છે. આર્મી ઈન્સ્ટીટ્યૂટ ઓફ એન્જિનીયરથી એન્જિનીયરીંગ ગ્રેજ્યુએટ અરુણની સારી એવી સેલેરી હતી. તેમના દાદા ચૌધરી સુમેર સિંહ આઝાદી પહેલા અને આઝાદી પછી ધારાસભ્ય રહી ચુક્યા છે. તેમના પિતા રિટાર્યડ આર્મી ઓફિસર છે. અરુણે કહ્યું કે, તેમના દાદાના રાજકીય વારસાને આગળ વધારવા માટે રાજકારણમાં ઝંપલાવ્યું છે.

 

ડો. રાકેશ કુમાર ડેપ્યુટી સિવિલ સર્જનથી વીઆરએસ લઈને રાજકારણમાં જોડાયા
ઝજ્જરમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા ડો. રાકેશ કુમાર ડેપ્યુટી સિવિલ સર્જનથી વીઆરએસ લઈને રાજકારણમાં જોડાયા છે. તેમણે અંદાજે 2 મહિના પહેલા વીઆરએસ લીધુ અને આરએસએસ સાથેના જોડાણના કારણે તેમને ચૂંટણી લડવાની તક મળી. જો કે, ડો. રાકેશે ગત વખત ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે વીઆરએસ મળી શક્યું ન હતું. તે ઝજ્જરથી કોંગ્રેસના હાલના ધારાસભ્ય ગીતા ભુક્કલ વિરુદ્ધ ચૂંટણી મેદાનમાં છે.

 

યુનિવર્સિટીમાંથી રજા લઈને સંતોષ દહિયા એક વખત ફરી ચૂંટણી લડી રહ્યા છે
JJPથી લાડવા બેઠક પર ચૂંટણી લડી રહેલા ડો. સંતોષ દહિયા કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં લેક્ચરર તરીકે કાર્યરત છે. યુનિવર્સિટીમાંથી લીવ લઈને ચૂંટણી લડી રહ્યા છે. સંતોષ દહિયા 2014માં બેરી વિધાનસભાથી ઈનેલોની બેઠક પર પણ ચૂંટણી લડી ચુકી છે. ત્યારે પણ તેમણે યુનિવર્સિટીમાંથી રજા લીધી હતી. વોલીબોલના આંતરરાષ્ટ્રીય ખેલાડી દહિયાએ 1991માં કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં નોકરી માટે જોડાયા હતા. તે ગ્રામ પંચાયતો સાથે પણ જોડાયેલા છે.

 

પોલીસની નોકરી છોડીને યોગેશ્વર અને બબીતા ફોગાટ પણ ચૂંટણી મેદાનમાં જોડાયા
ઓચિંતુ જ JJP છોડીને ભાજપમાં સામેલ થયેલી બબીતા ફોગાટ સબ ઈન્સપેક્ટરની નોકરી છોડીને રાજકારણમાં આવ્યા છે. તે ભાજપની પાર્ટીમાંથી પરખી દાદરી ખાતેથી ચૂંટણી લડી રહી છે. આ પ્રકારે યોગેશ્વર દત્ત ડીએસપીની નોકરી છોડીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે બરોદા વિધાનસભામાંથી ચૂંટણી લડી રહ્યા છે.

 

X
Politics craze in Haryana; A doctor is leaving a job abroad and moving to the polls
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી