રિપોર્ટ / ભારતમાં ઓનલાઇન આઝાદી સાથે રાજકીય પક્ષો છેડછાડ કરે છે, લોકસભા ચૂંટણીમાં ખોટી માહિતીઓ ફેલાવાઇ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • ઇન્ટરનેટ આઝાદી મામલે પાક. 10 ખરાબ દેશમાં, ભારતને 100માંથી 55 પોઇન્ટ મળ્યા

Divyabhaskar.com

Nov 08, 2019, 05:11 AM IST
વોશિંગ્ટન: દુનિયાભરમાં ઇન્ટરનેટની આઝાદી ઘટી રહી છે અને ભારત પણ આ મામલે પાછળ નથી. રાજકીય પક્ષો સોશિયલ મીડિયાનો ઉપયોગ રાજકારણને ગંદું કરવા અને સામાજિક નિયંત્રણ માટે કરી રહ્યા છે. આ દાવો આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ અધિકાર સમૂહ ‘ધ ફ્રીડમ હાઉસ’એ 2019 માટેના ‘ફ્રીડમ ઓન ધ નેટ’ રિપોર્ટમાં કર્યો છે. આ રિપોર્ટનું શીર્ષક ‘સોશિયલ મીડિયાનું સંકટ’ છે, જેમાં જૂન 2018થી મે 2019 દરમિયાન વૈશ્વિક ઇન્ટરનેટ સ્વતંત્રતામાં ઘટાડો નોંધાયો.રિપોર્ટ મુજબ આ વર્ષે લોકસભા ચૂંટણીમાં મુખ્ય પક્ષોએ ખોટી માહિતી અને પ્રચાર-પ્રસાર માટે મોટી સંખ્યામાં વોલન્ટિયર અને બોટ્સ (ઇન્ટરનેટ પ્રોગ્રામ)ની તહેનાતી કરી. તેથી મુક્ત ન કહી શકાય. આ જ આધાર પર ભારતને 100માંથી 55 પોઇન્ટ અપાયા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે મુખ્ય પક્ષો- ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ વોટ્સએપ અને ફેસબુકનો ભરપૂર ઉપયોગ કર્યો. ભાજપે 12 લાખ તો કોંગ્રેસે 8 લાખ સમર્થકોની ફોજ કામે લગાડી.
ઇન્ટરનેટ અને ડિજિટલ મીડિયા સ્વતંત્રતાની દ્રષ્ટિએ પાકિસ્તાન 10 સૌથી ખરાબ દેશમાં છે. તેને માત્ર 26 પોઇન્ટ મળ્યા છે. પાકિસ્તાનમાં ચૂંટણીમાં પણ ગેરરીતિઓ થઇ. તેમાં જણાયું કે ખોટી કે ભ્રામક માહિતી ફેલાવવા અત્યંત પક્ષપાતી ટીકાકારો, બોટ કે સમાચાર વેબસાઇટ્સના ઉપયોગ જેવા ઉપાયો સાથે જ વેબસાઇટ બ્લોક કરવી કે તેની સાથે સંપર્ક પર જાણી-જોઇને લગાવાતા પ્રતિબંધ જેવી ટેકનિકલ ચાલ ઉપયોગમાં લેવાઇ.
દુનિયામાં 3.8 અબજ લોકો પાસે ઇન્ટરનેટ છે
  • 71% યુઝર એ દેશોમાં છે કે જ્યાં રાજકીય, સામાજિક, ધાર્મિક બાબતે પોસ્ટ કરવા બદલ જેલ થઇ
  • 65% એ દેશોમાં છે કે જ્યાં 2018માં ઓનલાઇન પ્રવૃત્તિઓ બદલ હુમલા કે હત્યા થઇ
  • 56% ત્યાં છે કે જ્યાં ઓનલાઇન કન્ટેન્ટ બ્લોક કરાયું
દુનિયાભરમાં 35% ઇન્ટરનેટ યુઝર્સને આઝાદી નહીં
  • 13% નું આકલન નથી થયું
  • 20% ને સ્વતંત્ર ઇન્ટરનેટ
  • 32% આંશિક રીતે આઝાદ
  • 35% ને ઇન્ટરનેટ આઝાદી નહીં
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી