પ્રતિક્રિયા / બહેરીનમાં કાશ્મીર મુદ્દે રેલી કરવી પાકિસ્તાનીઓને ભારે પડી, પોલીસે કડક કાર્યવાહી કરી, ડિપોર્ટ કરાય તેવી સંભાવના

  • વિરોધ પ્રદર્શન બહરીનની રાજધાની મનામામાં ઈદની નમાઝ બાદ કરવામાં આવ્યું હતું
  • નમાઝ બાદ કાયદો તોડનાર આ તમામ એશિયાઈ લોકોની વિરુદ્ધ કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે
  • પાકિસ્તાનીઓની વર્ક પરમિટ રદ કરીને તેમને પરત તેમના દેશમાં મોકલવામાં આવી શકે છે

Divyabhaskar.com

Aug 13, 2019, 12:26 PM IST

મનામાઃ ઈસ્લામિક દેશ બેહરીનમાં ઈદની નમાઝ બાદ પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અન્ય એશિયાઈ લોકોએ કાશ્મીર માટે રેલી કાઢીને દેખાવો કર્યા હતા. હવે એ જ દેખાવો તેમને ખૂબ જ ભારે પડશે. આ અંગે બેહરીનની પોલીસે કહ્યું કે નમાઝ બાદ કાયદો તોડનાર આ તમામ એશિયાઈ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વિરોધ પ્રદર્શન બહરીનની રાજધાની મનામામાં ઈદની નમાઝ બાદ કરવામાં આવ્યું હતું, જેને બહરીન પોલિસે કાયદાના ઉલ્લંઘન તરીકે ગણયું છે. પોલીસે દેખાવકારોની સામે કાયદાકીય કાર્યવાહી કરતા આ મામલો કોર્ટના હવાલે કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિરોધ કરનારા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓની વર્ક પરમિટ રદ કરીને તેમને પરત તેમના દેશમાં મોકલવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશમીરમાંથી ભારતે અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તનમાં ડર છે અને આ ડરથી તે દેશ-વિદેશના ઘણા મંચો પર ઉઠાવી રહ્યું છે. અમેરિકા, સંયુક્ત રાષ્ટ્ર અને ચીન સિવાય અન્ય નાના દેશોમાં પણ તે ભારતની સામે આ મામલાને ઉઠાવવા માંગી રહ્યું છે, પરંતુ તેને કોઈનું પણ સમર્થન મળી રહ્યું નથી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી