તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Police Questioned Aishi, President Of Student Union, ABVP General Secretary Said This Was A Naxal Attack

પોલીસે સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આઇશીની પૂછપરછ કરી, ABVP મહાસચિવ બોલી- આ નક્સલી હુમલો હતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી પોલીસે સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આઇશી ઘોષ, પંકજ અને વાસ્કર વિજયના નિવેદન લીધા
  • મહાસચિવ નિધિએ કહ્યું- એ કહેવું ખોટું નહીં હોય કે આ ફી વધારા વિરુદ્ધ કરાયેલું વિદ્યાર્થી આંદોલન હતું
  • ત્રણ પ્રોફેસરોએ હાઇકોર્ટને અપીલ કરી હતી તેઓ હિંસાના CCTV ફુટેજ સુરક્ષિત રાખવાના નિર્દેશ આપે
  • ડેટા સુરક્ષિત રાખવાની માંગ પર હાઇકોર્ટે પોલીસ, વોટ્સએપ, ગુગલ અને એપલને નોટિસ જાહેર કરી

નવી દિલ્હી: દિલ્હી પોલીસે સોમવારે JNU સ્ટુ઼ડન્ટ યુનિયનની અધ્યક્ષ આઇશી ઘોષ, પંકજ અને વાસ્કર વિજય સાથે 5 જાન્યુઆરીએ કેમ્પસમાં થયેલી હિંસા મામલે પૂછપરછ કરી હતી. સૌના નિવેદન નોંધવામાં આવ્યા છે. બીજી તરફ ABVPની રાષ્ટ્રીય મહાસચિવ નિધિ ત્રિપાઠીએ કહ્યું- એ કહેવું ખોટું છે કે JNUમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન માત્ર ફી વધારાને લઇને કરવામાં આવેલું વિદ્યાર્થીઓનું આંદોલન હતું. હકીકતમાં આ JNU પર નક્સલી હુમલો હતો. તેની ભૂમિકા 20 ઓક્ટોબર 2019ના લખવામાં આવી હતી જે 5 જાન્યુઆરી 2020ના હિંસા તરીકે સામે આવી.
તેમણે કહ્યું- JNU હિંસાને લઇને બધી જગ્યાએ ચર્ચા થઇ રહી છે પરંતુ માત્ર 5 જાન્યુઆરી 2020ના થયેલા હિંસક ઘટનાક્રમ સુધી જ તેને સીમિત કરી દેવામાં આવ્યું છે. પરંતુ તે આટલું  જ નથી. આ મામલાને સમગ્ર રીતે જોવા માટે એ વાત પર ધ્યાન આપવું જોઇએ કે આખરે 28 ઓક્ટોબર 2019થી લઇને 5 જાન્યુઆરી 2020 સુધી કેમ્પસમાં શું શું બન્યું. 

બુકાનીધારી વિદ્યાર્થીનીની ઓળખ થઇ
દિલ્હી પોલીસના સૂત્રોએ સોમવારે કહ્યું કે JNUમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસાના મામલામાં નવ લોકોને આજથી તપાસમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યું છે. જે લોકોને દિલ્હી પોલીસે નોટિસ આપી છે તેમની સાથે JNUમાં પૂછપરછ કરવામાં આવશે. પોલીસે સ્ટુડન્ટ યુનિયનની અધ્યક્ષ આઇશી ઘોષ સહિત 9 પર કેસ દાખલ કર્યો હતો. હિંસામાં સામેલ બે બુકાનીધારી લોકો સાથે દેખાયેલી મહિલાની ઓળખાણ દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની તરીકે કરવામાં આવી છે. હિંસાની તપાસ કરી રહેલી SIT  સોમવારે આ વિદ્યાર્થીનીને નોટિસ મોકલશે અને તેને તપાસમાં સામેલ થવા અંગે તેમજ બે બુકાનીધારીઓની ઓળખ કરવા માટે કહેશે.