ક્રોસ બોર્ડર પ્રોજેક્ટ / દક્ષિણ એશિયાનો પહેલો ક્રોસ-બોર્ડર પ્રોજેક્ટ શરૂ, પાઈપલાઈનથી નેપાળમાં તેલ મોકલાશે

pm narendra modi Inaugurated cross border motihari amlekhganj nepal petroleum products pipeline
pm narendra modi Inaugurated cross border motihari amlekhganj nepal petroleum products pipeline
pm narendra modi Inaugurated cross border motihari amlekhganj nepal petroleum products pipeline

  • પીએમ મોદીએ મંગળવારે મોતિહારી-અમલેખગંજ પેટ્રોલિયમ ઉત્પાદક પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું
  • જે દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ-બોર્ડર પેટ્રોલિયમ ઉત્પાદકોની પાઈપલાઈન છે

Divyabhaskar.com

Sep 10, 2019, 05:09 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ-બોર્ડર પેટ્રોલિયમ ઉત્પાદક પાઈપલાઈ મોતિહારી-અમલેખગંજ(નેપાળ) ઉદ્ધાટન કર્યું છે. પીએમ મોદીએ નેપાળના કેપી શર્મા ઓલી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યુ છે.

ઉદ્ધાટન કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે, 2015ના વિનાશકારી ભૂકંપ બાદ જ્યારે નેપાળે પુનનિર્માણનું બીડું ઉપાડ્યું તો ભારતે મદદ માટે પહેલ કરી હતી. મને એ વાતનો આનંદ થઈ રહ્યો છે કે નેપાળના ગોરખા અને નુવાકોટ જિલ્લાઓમાં આપણા સહયોગથી ફરી ઘર વસી રહ્યાં છે. લોકોના માથે હવે છત છે.

દક્ષિણ એશિયાની પહેલી ક્રોસ-બોર્ડર પેટ્રોલિયમ પાઈપલાઈન રેકોર્ડ સમયમાં પુરી થઈ છે તે વાતનો સંતોષ થઈ રહ્યો છે. જેની અપેક્ષા હતી તેના કરતા અડધા સમયમાં જ તે બનીને તૈયાર થઈ ગઈ છે. જેનો શ્રેય તમારા નેતૃત્વને, નેપાળ સરકારના સહયોગને અને આપણા સંયુક્ત પ્રયાસોને જાય છે.

X
pm narendra modi Inaugurated cross border motihari amlekhganj nepal petroleum products pipeline
pm narendra modi Inaugurated cross border motihari amlekhganj nepal petroleum products pipeline
pm narendra modi Inaugurated cross border motihari amlekhganj nepal petroleum products pipeline
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી