તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંકટ માનવજાત માટે પડકાર છે તેને હળવાશથી ન લેશો, સંકલ્પ અને સંયમથી સામનો કરીએ, 22 માર્ચે જનતા કર્ફ્યૂ રાખો - PM મોદીનું આહ્વાન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચ આવક ધરાવતા લોકો તેમને સેવા આપતા લોકોનું માનવતામાં હિત જૂએ, દૂધ-દવાઓની અછત નહીં થાય, પેનિક બાઇંગ ન કરતા
  • જરૂરી ન હોય તેવી સર્જરી ટાળો, કોવીડ-19 ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ બનશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાવાયરસને લઇને આજે દેશને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં જેટલા દેશ પ્રભાવિત નહોતા થયા તેટલા કોરોના વાયરસના લીધે થયા છે.  બુધવારે વડાપ્રધાને કોરોના વાયરસને લઇને કરવામાં આવેલા ઉપાયો અંગે એક સમીક્ષા બેઠક બોલાવી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે બેઠકમાં સંક્રમણને રોકવાની તૈયારીઓ મજબૂત કરવા અને સુવિધાઓ વિસ્તારવા અંગે ચર્ચા થઇ હતી. પ્રધાનમંત્રીએ સંક્રમણ રોકવા માટે કામ કરી રહેલી રાજ્ય સરકારો, ડોક્ટર્સ, પેરામેડિકલ કર્મચારીઓ, પેરામિલિટરી ફોર્સ અને એવિએશન સેક્ટર, નગરપાલિકા કર્મચારીઓ અને આ કામમાં લાગેલા દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સંબોધનમાં વડાપ્રધાન મોદીએ 22 માર્ચે રવિવારે જનતા કર્ફ્યૂ રાખી દેશહિતમાં સામેલ થવા માટે અપીલ કરી હતી. 

જનતા કર્ફ્યૂથી દેશહિતનો સંકલ્પ
મોદીએ કહ્યું, ‘‘આ રવિવારે 22 માર્ચના સવારે સાત વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દરેક દેશવાસીઓને જનતા કર્ફ્યૂનો પાલન કરવો છે. તે દરમિયાન કોઇ પણ નાગરિક ઘરથી બહાર ન નિકળે. સોસાયટી કે રસ્તામાં ક્યાંય ન જાય. જરૂરી સેવાથી જોડાયેલા લોકોને તો જવું જ પડશે કારણ કે તેમની ફરજ હોય છે. 22 માર્ચના આપણો આ પ્રયાસ દેશહિતમાં એક મજબૂત પ્રયાસ સાબિત થશે. 
’’
સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, 
‘‘તમારો આવનારો અમુક સમય જોઇએ. અત્યાર સુધી વિજ્ઞાન કોરોના મહામારીથી બચવા માટે કોઇ નિશ્વિત ઉપાય સુઝાવી શક્યું નથી. અને તેની કોઇ દવા પણ નથી બની શકી. દુનિયામાં જ્યાં કોરોનાનો પ્રભાવ વધારે દેખાય છે ત્યાં અભ્યાસમાં એકબીજી વાત સામે આવી છે. આ દેશોમાં શરૂઆતના અમુક દિવસો બાદ અચાનક બીમારીનો વિસ્ફોટ થયો છે. આ દેશોમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી છે. ભારત સરકાર આ સ્થિતિ પર, આ મહામારીના ફેલાવાના ટ્રેક રેકોર્ડ પર નજર રાખીને બેઠી છે. જોકે અમુક દેશ એવા પણ છે જેમણે જરૂરી નિર્ણયો કર્યા અને તેમના લોકોને વધુમાં વધુ આઇસોલેટ કરીને સ્થિતિને સંભાળી છે. તેમાં નાગરિકોની ભૂમિકા ખૂબ અગત્યની રહી છે. ભારત જેવા 130 કરોડની આબાદીવાળા દેશ સામે, જે દેશ વિકાસમાં પ્રયત્નશીલ છે. આપણા જેવા દેશ પર કોરોનાનું સંકટ સામાન્ય વાત નથી. આજે જ્યારે મોટા અને વિકસિત દેશોમાં આપણે આ મહામારીનો વ્યાપક પ્રભાવ જોઇ રહ્યા છીએ તો ભારત પર તેનો કોઇ પ્રભાવ નહીં પડે તે માનવું ખોટું છે. અને તેથી આ મહામારીનો મુકાબલો કરવા માટે બે પ્રમુખ વાતોની જરૂરિયાત છે. ’’
 
‘‘પહેલી વાત સંકલ્પ અને બીજી સંયમ. આજે 130 કરોડ દેશવાસીઓને તેમનો સંકલ્પ વધુ દ્રઢ કરવો પડશે કે અમે આ વૈશ્વિક મહામારીને રોકવા માટે એક નાગરિક તરીકે પોતાની ફરજોનું પાલન કરીશું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના દિશા નિર્દેશોનું પૂરી રીતે પાલન કરીશું. આજે આપણને એ સંકલ્પ લેવો પડશે કે આપણે સ્વયં સંક્રમિત થવાથી બચીશું અને બીજાને સંક્રમિત થવાથી બચાવીશું. 
આ પ્રકારની મહામારીમાં એક જ મંત્ર કામ કરે છે. આપણે સ્વસ્થ તો જગ સ્વસ્થ. આવી સ્થિતિમાં જ્યારે આ બીમારીની કોઇ દવા નથી તો આપણે પોતે સ્વસ્થ રહીએ તે સૌથી પહેલી જરૂરિયાત છે. આ બીમારીથી બચવા અને સ્વસ્થ રહેવા માટે બીજી અનિવાર્યતા છે તે સંયમની છે. સંયમની રીત કઇ છે. ભીડથી બચવું, ઘરથી બહાર નિકળવાથી બચવું.’’
‘‘આજકાલ જેને સોશિયલ ડિસ્ટન્સિંગ કહેવાય છે તે ખૂબ જરૂરી છે અને તે કારગર પણ છે. આપણો સંકલ્પ અને સંયમ આ વૈશ્વિક મહામારીના પ્રભાવને ઓછું કરવામાં ખૂબ મોટી ભૂમિકા નિભાવશે. તેથી જો તમને લાગે કે તમે સ્વસ્થ છો , તમને કંઇ નહીં થાય , તમે આવી રીતે જ માર્કેટમાં ફરતા રહેશો, રસ્તાઓ પર જતા રહેશો અને કોરોનાથી બચી રહેશો એવું વિચારવું યોગ્ય નથી. આવું કરીને તમે તમારી સાથે તમારા પરિવારજનો સાથે અન્યાય કરશો. તેથી દરેક દેશવાસીઓને મારો આગ્રહ છે કે આગામી અમુક અઠવાડિયા સુધી જો ખૂબ જરૂરી હોય તો જ તમારા ઘરેથી બહાર નિકળો. જેટલું શક્ય બને, તમે તમારું કામ, બિઝનેસ હોય , ઓફિસ હોય , થાય તો તમારા ઘરેથી જ કરો જે સરકારી સેવાઓમાં છે, જનપ્રતિનિધિ છે, મીડિયા કર્મી છે તેની સક્રિયતા જરૂરી છે. મોટી ઉંમરના લોકો અમુક અઠવાડિયા સુધી ઘરની બહાર ન નિકળે.  ’’

બે દેશ પણ એકબીજાને મદદ નથી કરી શકતા, આ સંકટમાં તમારું યોગદાન આપો
‘‘છેલ્લા બે મહિનામાં 130 કરોડ ભારતીયોએ દેશના દરેક નાગરિકે, દેશ સામે જે આ સંકટ આવ્યું છે તે દેશવાસીઓએ પોતાનું સંકટ માન્યું છે. ભારત માટે , સમાજ માટે, દેશવાસીઓથી જે થઇ શક્યું છે તે સૌ કોઇએ કર્યું છે. મને ભરોસો છે કે આવનારા સમયમાં પણ આપણે સૌ દેશવાસીઓ આપણા કર્તવ્યો, ફરજોનું આ રીતે નિર્વાહન કરતા રહીશું. હું માનું છું કે આવા સમયમાં અમુક પરેશાનીઓ પણ આવે છે. આશંકા અને અફવાનું વાતવારણ પેદા થાય છે. ઘણી વખત એક નાગરિક તરીકે આપણી અપેક્ષાઓ પૂરી નથી થઇ શકતી. પણ આ સંકટ એટલું મોટું છે, વૈશ્વિક છે. બે દેશ પણ એકબીજાને મદદ નથી કરી શકતા.  આવી સ્થિતિમાં બધા દેશવાસીઓને આ સમસ્યાઓ વચ્ચે દ્રઢ સંકલ્પ સાથે આ પરેશાનીઓનો સામનો કરવાની જરૂરિયાત છે. આપણને અત્યારે આપણું સામર્થ્ય પોતાને બચાવવા પર લગાવવાનું છે. તેને જ પ્રાથમિકતા આપવાની છે. આજે દેશમાં કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકારો હોય, સ્થાનિક એકમો હોય, પંચાયતો હોય. જનપ્રતિનિધિ હોય કે પછી સિવિલ સોસાયટી. સૌ કોઇ પોતપોતાની રીતે આ મહામારીથી બચવામાં યોગદાન આપી રહ્યા છે. તમારે પણ તમારું યોગદાન આપવાનું છે. ’’

ઉચ્ચ આવક ધરાવતા લોકો તેમને સેવા આપતા લોકોનું માનવતામાં હિત જૂએ, દૂધ-દવાઓની અછત નહીં થાય, પેનિક બાઇંગ ન કરતા
‘‘ગરીબ અને મધ્યમવર્ગને કોરોનાએ ગંભીર ક્ષતિ પહોંચાડી છે. સંકટના આ સમયને હું દેશના વેપારીઓને, ઉચ્ચ આવકવાળા લોકોને અપીલ કરું છું  કે તેઓ જે લોકો પાસેથી સેવાઓ લેતા હોય તેમના આર્થિક હિતોનું ધ્યાન રાખો. માનવીયતા સાથે સંવેદનશીલતા સાથે નિર્ણયો લે. હંમેશા યાદ રાખજો તેમને પણ તેમનો પરિવાર ચલાવવાનો છે. તેમના પરિવારને બીમારીથી બચાવવા છે. હું દેશવાસીઓને એ વાત માટે પણ આશ્વસ્ત કરું છું કે દેશમાં દૂધ, ખાણીપીણી, દવાઓ, જીવનજરૂરી ચીજોની અછત ન થાય તેના માટે બધા પગલા ભરવામાં આવી રહ્યા છે. આ સપ્લાય ક્યારેય રોકવામાં નહીં આવે. તેથી દેશવાસીઓને આગ્રહ છે કે જરૂરી સામાન સંગ્રહ કરવાની હોડ ન લગાવતા. તમે પહેલા જેમ કરો છો તેવી રીતે જ ખરીદી કરો. પેનિક બાઇંગ ઠીક નથી. તે ન કરો. ’’

જરૂરી ન હોય તેવી સર્જરી ટાળો, કોવીડ-19 ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ બનશે
‘‘સંકટના આ સમયમાં તમને એ પણ ધ્યાન રાખવાનું છે આપણી જરૂરી સેવાઓ પર , આપણી હોસ્પિટલ પર દબાણ વધવું ન જોઇએ.રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં જવાની આદત હોય તેનાથી બચવું જોઇએ. જેટલું બચે તેટલું બચવું જોઇએ. બહુ જરૂરી હોય તો તમારા ઓળખીતા ડોક્ટર પર ફોન પર જ તેમની પાસે જરૂરી સલાહ લઇ લો. જો તમારે બહુ જરૂરી સર્જરી ન હોય, તેની ડેટ લીધી હોય તો તેને આગળ વધારી દો. મિત્રો, આ વૈશ્વિક મહામારીનો અર્થવ્યવસ્થા પર પણ વ્યાપક પ્રભાવ પડી રહ્યો છે. કોરોના મહામારીથી ઉત્પન્ન થઇ રહેલા આર્થિક પડકારોને ધ્યાનમાં રાખીને સરકારે, નાણામંત્રીના નેતૃત્વમાં  એક કોવીડ-19 ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સનો નિર્ણય લીધો છે. આ ટાસ્ક ફોર્સ દરેક સ્ટેકહોલ્ડર સાથે નિયમિત સંપર્કમાં રહી, ફીડબેક લઇ આવનારા ભવિષ્યમાં નિર્ણય લેશે. આ ટાસ્કફોર્સ એ પણ સુનિશ્વિત કરશે કે આર્થિક સ્થિતિ માટે જે નિર્ણયો લેવામાં આવે તેના પર અમલ થાય. ’’ 

‘જનતા કર્ફ્યૂ’ગુજરાતની  દે
1956-57માં અલગ રાજ્યની માગણી સાથે ઈન્દુલાલ યાજ્ઞિકના નેતૃત્વમાં શરૂ થયેલા મહાગુજરાત આંદોલન દરમિયાન લોકોએ જનતા કર્ફ્યૂ પાળીને ચળવળને સમર્થન આપ્યું હતું. અમદાવાદમાં મોરારજી દેસાઇની સભામાં નહીં જોડાવા લોકોએ જનતા કર્ફ્યૂ પાળ્યો હતો.

મોબાઈલ ડીલર્સ એસોસિયેશન અમદાવાદનું જનતા કરફ્યુને સમર્થન
કોરોના વાઇરસથી સમગ્ર દેશ અત્યારે પ્રભાવિત છે આ સમયે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 22.3.2020 રવિવાર ના રોજ જનતા કરફ્યુ જાહેર કરવામાં આવેલ છે. આ નિર્ણયને સમર્થન આપતા મોબાઈલ ડીલર્સ એસોસિયેશન અમદાવાદના તમામ ડીલર તારીખ 22 માર્ચ રવિવારના રોજ પોતાના શો રૂમ અને દુકાનો બંધ રાખશે.

અન્ય સમાચારો પણ છે...