કેરળ / PM મોદીએ કોઝિકોડમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું, કહ્યું- આતંકવાદથી મુક્તિ ઈચ્છતી દુનિયા માટે ભારત આશાનું કિરણ

વીડિયો કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વીડિયો કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • પીએમ મોદીએ IIMમાં ગ્લોબલાઈઝિંગ ઈન્ડિયન થોટ કાર્યક્રમને પણ સંબોધ્યો 
  • નફરત, હિંસા અને આતંકવાદ સામે મુક્તિની રાહ જોઈ રહેલી દુનિયા માટે ભારત આશાનું કિરણ

Divyabhaskar.com

Jan 16, 2020, 05:55 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા IIM કોઝિકોડ(કેરળ)માં MDC સંકુલ સામે સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. અહીંયા તેમણે ‘ગ્લોબલાઈઝિંગ ઈન્ડિયન થોટ’ વિષય પર સંબોધન આપતા કહ્યું કે, સદીઓથી ભારતની ધરાએ દુનિયાનું સ્વાગત કર્યું છે. જ્યાં તમામ સભ્યતાઓ સમુદ્ધ થઈ શકી નથી, તેની સામે આપણી સભ્યતા ફુલી ફાલી રહી છે કારણ કે અહીંયા શાંતિ અને સમૃદ્ધિ મળે છે. ઘૃણા, હિંસા, સંઘર્ષ અને આતંકવાદ સામે મુક્તિ મેળવવા માટે રાહ જોઈ રહેલી દુનિયાને ભારતની જીવનશૈલી આશાનું કિરણ છે. સંઘર્ષોને હિંસાની જગ્યાએ સંવાદની શક્તિથી ટાળવું એ જ ભારતીય શૈલી છે.

‘દયા,ન્યાય અને સેવા ભારતીય મૂલ્ય’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારતીય વિચાર ગતિશીલ અને વિવિધતા વાળા છે. દયા , સેવા અને ન્યાય એ ભારતીય મૂલ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, 20મી સદીમાં મહાત્મા ગાંધીએ આ જ આદર્શોનું પાલન કર્યુ અને દેશની આઝાદીમાં અમૂલ્ય ફાળો આપ્યો.

X
વીડિયો કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીવીડિયો કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી