ઉત્તર પ્રદેશ  / મથુરામાં PM મોદીએ પશુ મેળો અને ટીકાકરણનું ઉદ્ઘાટન કર્યું

PM Modi inaugurates cattle fair and vaccination in Mathura

Divyabhaskar.com

Sep 12, 2019, 05:22 AM IST

મથુરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં સ્વચ્છતા હી સેવા અભિયાનની શરૂઆત કરી. તેમણે કહ્યું કે નદી અને તળાવમાં રહેતા પ્રાણીઓ પ્લાસ્ટિકને ગળી જાય પછી તેમને બચાવવા મુશ્કેલ થઈ જાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી છુટકારો મેળવવો જ પડશે. મોદીએ મથુરામાં કચરો વીણનારી મહિલાઓ સાથે પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાને મથુરા માટે 1,000 કરોડથી વધુની યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. મોદીએ વેટરનરી વિશ્વવિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાનું ઉદ્ધાટન કર્યું.

મોદીએ પંચગવ્યની માહિતી મેળવી
વડાપ્રધાને મેળામાં ખેડૂતો સાથે વાતચીત કરી હતી. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ(ICAR)ની દેશમાં આવેલી 19 સંસ્થાઓનો એક-એક સ્ટોલ પશુ આરોગ્ય મેળામાં લગાવવામાં આવ્યો છે. સ્ટોલ ત્રણ કેટેગરીમાં છે. 1- આરોગ્ય, 2-પોષહાર અને 3-લાઈવ સ્ટોક પ્રોડક્ટ. મોદીએ પશુઓના રસીકરણ માટે લગાવવામાં આવેલા પ્રદર્શનની પણ મુલાકાત કરી. તેમાં સમગ્ર દેશમાંથી લાવવામાં આવેલી ટેકનિકો અને દવાઓના વપરાશને બતાવવામાં આવ્યા હતા. મોદીએ પંચગવ્યની માહિતી મેળવી હતી. પંચગવ્યને ગાયના મૂત્રમાંથી તૈયાર કરવામાં આવે છે.

X
PM Modi inaugurates cattle fair and vaccination in Mathura
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી