તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • PM Modi In Kolkata Today, Security System Full, Protesters On The Road With Black Marbles

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મમતા મોદીને મળ્યાં, કહ્યું- મેં સીએએ, એનઆરસી પાછા ખેંચવા માગ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નરેન્દ્ર મોદી બોટમાં બેલુર મઠ જવા રવાના થયા હતા - Divya Bhaskar
નરેન્દ્ર મોદી બોટમાં બેલુર મઠ જવા રવાના થયા હતા
 • મમતા બેનરજીએ કહ્યું- પ્રધાનમંત્રીએ દિલ્હી પહોંચીને CAA-NRC પર ચર્ચા કરવાનું આશ્વાસન આપ્યું
 • સમગ્ર રાજ્યમાં પક્ષોએ ‘મોદી ગો બેક’ના નારા લગાવ્યા
 • PM મોદીએ કહ્યું- આકાશમાં ભલે એક ચંદ્ર પણ બંગાળે દુનિયાને ઘણા ચંદ્ર આપ્યા

કોલકાતા: સીએએના વિરોધમાં દેખાવો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે પહોંચ્યા. કોલકાતામાં મુખ્યમંત્રી મમતા તેમને રાજભવનમાં મળ્યાં. મમતાએ કહ્યું કે મેં પીએમ સમક્ષ કેટલીક નાણાકીય માગણીઓ સાથે સીએએ, એનઆરસી તથા એનપીઆર મુદ્દે વાત કરી અને વિરોધ વ્યક્ત કરી કહ્યું કે હું સીએએ અને એનઆરસીનું સમર્થન નથી કરતી. તે પરત ખેંચવામાં આવે. મુલાકાત બાદ મમતા વિરોધ પ્રદર્શનમાં પહોંચી ગયાં અને કહ્યું- સીએએ લાગુ નહીં થાય. મોદીએ કોલકાતામાં 4 ઐતિહાસિક ઇમારતોનું લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું કે આ બાંગ્લા ભૂમિની પવિત્ર મહેકને નમન કરવાનો સમય છે. આકાશમાં ભલે એક ચંદ્ર ચમકે છે પણ બંગાળે દુનિયાને સુભાષ ચંદ્ર, ઇશ્વર ચંદ્ર જેવા અનેક ચંદ્ર આપ્યા છે. યુવા અવસ્થામાં પણ બંગાળની ધરતી મને અહીં ખેંચી લાવી હતી. કેન્દ્રનો પ્રયાસ છે કે ભારતના સાંસ્કૃતિક સામર્થ્યને દુનિયા સમક્ષ લાવીએ, જેથી હેરિટેજ ટૂરિઝમને પ્રોત્સાહન મળે.

ઈમારતોના લોકાર્પણ સમયે મોદીએ કહ્યું...

 • યુવા અવસ્થામાં પણ બંગાળની ભૂમિ મને અહીં ખેચી લાવી હતી. કેન્દ્ર સરકારના પ્રયાસો છે કે ભારતના સાંસ્કૃતિક સામર્થ્યને દુનિયા સામે રાખવામાં આવે જેથી દેશ હેરિટેજ ટુરિઝમના રૂપે ઉભરે. તેનાથી રોજગારની ઘણી તકો પેદા થશે. આ કાર્યક્રમ બાદ રવીન્દ્ર સેતુ અને હાવડા બ્રિજનું સંરક્ષણ થશે.
 • સરકાર તેના અભિયાનમાં સૌથી પહેલા કોલકાતા, વારાણસી, અમદાવાદના ઐતિહાસક સ્થળોને સંરક્ષિત કરી રહી છે. ત્યારબાદ દિલ્હી, ચેન્નઈ અને હૈદરાબાદમાં મ્યૂઝિયમનું જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યું છે. કોલકાતા ભારતના સર્વોચ્ચ સાંસ્કૃતિક સ્થાનોમાં સામેલ છે. અહીંની ચાર આર્ટ ગેલેરીના નવીનીકરણનું કામ પૂર્ણ થઇ ગયું છે.
 • કોલકાતાની ઐતિહાસિક ઈમારોત ઓલ્ડ કરન્સી બિલ્ડીંગ, બેલ્વેડર હાઉસ, મેટકાફ હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હોલ અહીંની સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. બંગાળ સહિત ભારતની કળા અને સંસ્કૃતિનું બહુ મહત્વ છે. તેને સંરક્ષિત કરીને પ્રોત્સાહિત કરવાનું અભિયાન બંગાળની ધરતીથી શરૂ થઇ રહ્યું છે.
 • આર્ટ ગેલેરીઓમાં બંગાળના સ્વતંત્રતા સેનાનીઓને જગ્યા મળવી જોઇએ. નેતાજીની ભાવનાઓને સન્માન કીરને લાલ કિલ્લામાં એક મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું. નેતાજી સાથે જોડાયેલી ફાઇલોને પણ સાર્વજનિક કરવાની માંગ પૂરી થઇ રહી છે.
 • નવા દાયકામાં બંગાળના લોકોને લાગે છે કે પ્રદેશના અન્ય સેનાનીઓને પણ યોગ્ય સન્માન મળવું જોઇએ. 2022માં રાજા રામમોહન રાયની 250મી જયંતી આવશે. દીકરીઓ અને મહિલાઓને અધિકાર અપાવવાના તેમના પ્રયાસોને આગળ વધારવા જરૂરી છે.
 • એ દુર્ભાગ્યપૂર્ણ છે કે અંગ્રેજો ગયા બાદ દેશનો ઈતિહાસ લખવામાં આવ્યો. તેમાં ઘણા સેનાનીઓને નજરઅંદાજ કરવામાં આવ્યા. ગુરૂદેવ લખે છે કે ઘણા લોકો બહારથી આવ્યા. ભાઇ-ભાઇને મારતો રહ્યો , હત્યાઓ થતી રહી. તે આપણો ઈતિહાસ નથી. કોઇએ એ નથી જણાવ્યું કે ત્યારે આપણે શું કરી રહ્યા હતાં.
 • ગુરૂદેવે યાદ દેવડાવ્યું કે ઈતિહાસકારોએ એ લોકોના ઘરોને ક્યારેય નથી જોયા જે સંકટોનો સામનો કરી રહ્યા હતા. ઈતિહાસ લખવામાં અમુક લોકો પાછળ જ છૂટી ગયા. જેમ ગુરૂદેવે કહ્યું હતું કે અસ્થિતરતાના યુગમાં, તેનો સામનો કરવો , રાષ્ટ્રીય ચેતનાને જાગૃત રાખવી અને તેને આગલી પેઢી સુધી પહોંચાડવી પણ એક કર્તવ્ય હતું. આ કાર્ય આપણી કળા, સંતો અને આપણા દાર્શનિકોએ કર્યું.
 • ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ કહ્યું હતું કે દેશની સંસ્કૃતિના મૂલ્યોને જીવિત રાખવામાં આવે. બાંગ્લા ભૂમિમાં પેદા થયેલા સંતો, મહાપુરુષોએ તેને સંરક્ષિત કર્યું છે. આકાશમાં ભલે એક જ ચંદ્ર ચમકતો હોય પરંતુ બંગાળે દુનિયાને અનેક ચંદ્ર આપ્યા છે. સુભાષચંદ્ર, ઈશ્વરચંદ્ર અને શરતચંદ્ર.
 • આપણે સૌને સ્વામી વિવેકાનંદજીની એ વાતને યાદ રાખવી જોઇએ, જે તેમણે મિશિગન યુનિવર્સિટીમાં કહી હતી કે 21મી સદી ભારતની હશે. યુવાઓને આ વાત યાદ રાખવી જોઇએ.

વિપ્લવી ભારત મ્યુઝિયમની સ્થાપના થાય: મોદી
મોદીએ કહ્યું કે કોલકાતા ભારતનાં સર્વોચ્ચ સાંસ્કૃતિક સ્થળોમાં સામેલ છે. અહીંની 4 ઐતિહાસિક ઇમારત ઓલ્ડ કરન્સી બિલ્ડિંગ, બેલવેડર હાઉસ, મેટકાફ હાઉસ અને વિક્ટોરિયા મેમોરિયલ હૉલ સંસ્કૃતિ દર્શાવે છે. એક મ્યુઝિયમ ‘વિપ્લવી ભારત’ જરૂર સ્થાપિત થવું જોઇએ, જ્યાં નેતાજી સુભાષચંદ્ર બોઝ, અરબિંદો ઘોષ, રાસ બિહારી બોઝ, ખુદીરામ બોઝ, દેશબંધુ જેવાં નામોને સ્થાન મળવું જોઇએ.

બે શતાયુ પૂર્વ કર્મચારી સન્માનિત થશે
મોદી કોલકાતા પોર્ટ ટ્રસ્ટનાં 150 વર્ષ પૂરાં થવાના સમારોહમાં હાજરી આપશે. કોલકાતા પોર્ટ ટ્રસ્ટના હાલના તથા નિવૃત્ત કર્મચારીઓને સંકટગ્રસ્ત પેન્શન ફંડ માટે મોદી 501 કરોડ રૂ.ના ચેક સોંપશે. તેઓ 100 વર્ષના થઇ ચૂકેલા ટ્રસ્ટના બે પેન્શનર નગીના ભગત (105) અને ચંદ્ર ચક્રવર્તી (100)ને સન્માનિત પણ કરશે. તેઓ કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું ગીત પણ લૉન્ચ કરશે.

રબીન્દ્ર સેતુ પર લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમનું અનાવરણ
કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદીએ હાવરા બ્રિજ પર લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમનું અનાવરણ કર્યું હતું. કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ થયો હતો જેમાં રબીન્દ્ર સેતુ(હાવરા બ્રિજ) પર ડાયનામિક આર્કિટેક્ચરલ ઇલ્યૂમિનેશન વિથ સિન્ક્રોનાઇઝ્ડ લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમનું અનાવરણ કર્યું હતું. આ સમયે મુખ્યમંત્રી મમતા બેનરજી પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ પતાવીને મમતા બેનરજી પાછા તૃણમુલ કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા પહોંચી ગયા હતાં. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો