તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • PM Modi Holds Video Conferencing With Activists In Varanasi, Talks About Kashi Vishwanath Dham

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PM મોદીએ વારાણસીમાં કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી સંવાદ કર્યો, કાશી વિશ્વનાથ ધામ વિશે વાત કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરી રહેલા PM મોદી - Divya Bhaskar
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરી રહેલા PM મોદી
  • કાર્યકર્તાઓ તેમના મનની વાત પીએમ સમક્ષ મૂકી રહ્યા છે

નેશનલ ડેસ્ક: PM મોદી અત્યારે વારાણસીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્યાંના સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી રહ્યા છે. તેમણે પહેલા સંબોધનમાં પોલીસ કર્મચારીઓ, અર્ધસૈનિક દળો, NDRF, સરકારી કર્મચારીઓ સહિત સ્થાનિકોનો આભાર વ્યક્ત કર્યો હતો જેઓ તહેવારોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખીને લોકોને ખુશહાલી સાથે તહેવારો મનાવવામાં મદદ કરે છે. આ પ્રસંગે તેમણે જનસંઘના સમયથી પાર્ટીમાં કાર્યરત અનેવારાણસી સેવાપુરી વિધાનસભાના વરિષ્ઠ કાર્યકર્તા રામેશ્વર નારાયણ જેમને કુંવરબાબુ તરીકે સૌ જાણે છે તેમના નિધનની વાત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. 
નેશનલ ડેસ્ક: વારાણસી કેન્ટના કાર્યકર્તાઓ સાથે વાત કરતા તેમણે કાશી વિશ્વનાથ ધામ કોરિડોર વિશે કહ્યું. કાર્યકર્તાઓએ આ ધામ વિશે તેમનું શું વિઝન છે તે પૂછ્યું હતું. મોદીએ કહ્યું કે આ કોરિડોરથી બાબા ભોલેનાથના દર્શને આવતા પર્યટકોને ખૂબ સુવિધાઓ મળી છે. આ કોરિડોર બનાવવા માટે 300 જેટલા પરિવારોએ તેમની પૈતૃક સંપત્તિ સોંપીને મોટું યોગદાન આપ્યું છે. ઘણા મંદિરો દિવાલો પાછળ હતા જે દેખાતા જ ન હતા તે બહાર આવ્યા છે. તેથી ખબર પડી કે માત્ર ભોલેનાથ જ નહીં તેમનો આખો દરબાર અહીં મોજૂદ છે. આ રીતે પ્રવાસીઓ ખુશ છે અને કાશીના લોકો પણ ખુશ છે. લોકો અહીં આવીને આ પ્રવાસના વીડિયો સોશિયલ મીડિયા પણ મૂકી રહ્યાં છે જેથી દેશ વિદેશમાં કાશીની સંસ્કૃતિ ફેલાઇ રહી છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો