પ્રથમ બેઠક / મોદી સરકારના મંત્રીમંડળની આજે પહેલી બેઠક, 100 દિવસના એકશન પ્લાન અને ટ્રિપલ તલાક પર ચર્ચા કરશે

Divyabhaskar.com

Jun 12, 2019, 11:30 AM IST
PM Modi cabinet first meeting will be  held today, lives and updates

  • મોદી સરકારના મંત્રીમંડળની આજે પહેલી બેઠક
  • મંત્રીઓને 100 દિવસના એકશન પ્લાન અંગે કહેવામાં આવશે
  • મોદી પોતાના મંત્રીઓને મેનીફેસ્ટોમાં કરવામાં આવેલા વાયદાઓને પૂરાં કરવાનું કહેશે

નવી દિલ્હીઃ મોદી સરકારના મંત્રીમંડળની આજે પહેલી બેઠક મળશે. આ મીટિંગમાં પીએમ મોદી પોતાના મંત્રીઓને મેનીફેસ્ટોમાં કરવામાં આવેલા વાયદાઓને પૂરાં કરવાનું કહેશે. તેઓ મંત્રીઓને 100 દિવસના એકશન પ્લાન અંગે પણ કહેશે. મોદી સરકાર પૂરી રીતે એકશનમાં જોવા મળી રહી છે અને અહીં જૂનિયર મંત્રીઓ માટે સીનિયર મંત્રીઓને જવાબદારી સોંપવાનું કહેવામાં આવશે. શક્યતા છે કે કેબિનેટ ટ્રીપલ તલાક બિલ લાવી શકે છે. આ બિલ લોકસભામાંથી પાસ થઈ ગયું હતું પરંતુ રાજ્યસભામાં અટકી પડ્યું છે. જો કે 16મી લોકસભાના વિઘટનની સાથે આ બિલ પૂર્ણ થી ગયું. હવે સરકાર નક્કી કરશે કે 17મી લોકસભામાં આ નવા બિલનું શું થશે. આજે સાંજે 4 વાગ્યે કેબિનેટની મીટિંગ છે. મંત્રીઓની બેઠક સાંજે 5 વાગ્યે મળશે. .

સરકાર બન્યાં બાદ NDAમાં વાંધાઃ લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી સરકાર બનાવ્યાં બાદ NDAમાં કંઈ યોગ્ય ન હોય તેવું લાગી રહ્યું છે. સરકારમાં માત્ર એક જ મંત્રીને સ્થાન મળતા JDU નારાજ જોવા મળ્યું હતું ત્યારે ભાજપની વધુ સહયોગી પાર્ટી શિવસેનામાં પણ નારાજગી જોવા મળી રહી છે. રાજ્યમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભાજપમાં ખેંચતાણ છે.

મુખ્યમંત્રી પદને લઈને ભારે ખેંચતાણઃ બંને પાર્ટીઓ મહારાષ્ટ્રમાં પોતપોતાના મુખ્યમંત્રી ઈચ્છે છે. શિવસેના અઢી-અઢી વર્ષની ફોર્મ્યૂલા ઈચ્છે છે. તો અમિત શાહ મહારાષ્ટ્રમાં ભાજપના જ મુખ્યમંત્રી ઈચ્છે છે. શિવસેનાના સૂત્રોનું કહેવું છે કે અમિત શાહે કહ્યું હતું કે બંને પક્ષમાં જવાબદારી યોગ્ય રીતે વ્હેંચવામાં આવશે. એવામાં મુખ્યમંત્રી પદનો કાર્યકાળ પણ બરોબરી રીતે વ્હેંચાશે. તેઓએ કહ્યું કે અમને અમિત શાહની વાત પર પૂરો વિશ્વાસ છે. અંતિમ નિર્ણય અમિત શાહ અને ઉદ્ધવ ઠાકર જ લેશે.

X
PM Modi cabinet first meeting will be  held today, lives and updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી