શિક્ષણ / લંચબ્રેકમાં વિદ્યાર્થીની વયને અનુરૂપ ગીત વગાડો જેથી ઉત્સાહ વધી શકે: NCERTની માર્ગરેખા

Play a song to the age of the students at Lunch-break: NCERT's Guide

  • શાળામાં સકારાત્મક માહોલ માટે NCERTની માર્ગરેખા
  • કલા શિક્ષકોને કહ્યું- બાળકોની કલાત્મક ક્ષમતા અંગે ટીકા ના કરો

Divyabhaskar.com

Oct 10, 2019, 01:40 AM IST
નવી દિલ્હી: એનસીઈઆરટીએ શાળાઓને સલાહ આપી છે કે લંચ બ્રેક દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓની વય પ્રમાણે ગીત વગાડવામાં આવે. જો જરૂર લાગે તો વર્ગમાં અભ્યાસ દરમિયાન પણ આવું કરવું જોઈએ. આમ કરવાથી બાળકોમાં સકારાત્મક અને આનંદમય વાતાવરણ ઊભું થશે અને તેમનો ઉત્સાહ પણ વધશે.
માર્ગરેખા 34 જેટલી સરકારી શાળાના અભ્યાસના આધારે તૈયાર કરાઈ
આર્ટ ઇન્ટિગ્રેટેડ લર્નિંગ માટે જાહેર કરાયેલી માર્ગરેખામાં જણાવાયું છે કે સંશોધનથી એવું જાણવા મળ્યું હતું કે સંગીતથી બાળકોની ગ્રહણશક્તિ વધે છે. તે શાંતિ અને શાંતિની ભાવના વિકસાવવામાં મદદ કરે છે. આ માર્ગરેખા 34 જેટલી સરકારી શાળાના અભ્યાસના આધારે તૈયાર કરાઈ છે. ધો.1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલી માર્ગરેખા પ્રાયગિક ધોરણે મધ્યપ્રદેશના ઇછાવર ખાતે અમલમાં મૂકાઈ છે. આ મહિનાના અંત સુધીમાં દેશભરની શાળામાં તે લાગુ કરાશે. આ માટે શિક્ષકોને પણ તાલિમ આપવામાં આવી રહી છે. જામિયામિલિયા ઇસ્લામિયા સાથે મળીને શિક્ષકોની ટીમ દ્વારા આ માર્ગરેખા તૈયાર કરાઈ છે. આ ઉપરાંત કાઉન્સિલે પ્રિપ્રાઈમરીમાં આર્ટના શિક્ષણ, એક્ટિવિટીનું પ્લાનિંગ, ટાઈમ અને રિસોર્સનું પ્લાનીંગ, ક્લાસરૂમ મેનેજમેન્ટ અને કોમ્યુનિટી ઇન્વોલમેન્ટ માટે અલગ-અલગ માર્ગરેખા જાહેર કરી છે.
બાળકો પર સારો દેખાવ કરવા માટે દબાણ કરવું જોઈએ નહીં
એનસીઆરટીના ડાયરેક્ટર પ્રો. ઋષિકેશ સેનાપતિએ કહ્યું કે આ નિર્ણયથી બાળકોનું શિક્ષણ તરફનું તથા શિક્ષકો સાથેનું વલણ વધશે. ડ્રોપઆઉટ ઓછો થશે. તેઓ એક સારા નાગરિક બનવાની દિશામાં આગળ વધશે. કલા શીખવા માટે બાળકોને કોઈપણ જાતના ડર વિના કોઈ એક પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ. બાળકો પર સારો દેખાવ કરવા માટે દબાણ કરવું જોઈએ નહીં.
કલા શિક્ષકોને કહ્યું- બાળકોની કલાત્મક ક્ષમતા અંગે ટીકા ના કરો
NCERTએ શાળામાં કળા શિક્ષકોને અંગે પણ સૂચનો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ શિક્ષકોએ બાળકોની કલાત્મક ક્ષમતા અંગે ટિપ્પણી કરવી જોઈએ નહીં. તેમના આર્ટવર્કની બીજા સાથે તુલના ના કરો. તેઓ પ્રોસેશનું મૂલ્યાંકન કરે, પ્રોડક્ટનું નહીં. આર્ટનો વિષયના બદલે સાધન તરીકે ઉપયોગ કરવો જોઈએ. આથી તેનો ઉત્સાહ વધશે.
X
Play a song to the age of the students at Lunch-break: NCERT's Guide
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી