એનાલિસિસ / હાલ 5% પ્લાસ્ટિક સિંગલ યુઝ; કોટન બેગથી પોલીથીન 20 ગણી સસ્તી, એટલે તેનો વપરાશ વધારે

Plastic Bags: Single Use Plastic Bag Ban Latest News; Polythene 20 times cheaper than cotton bags
Plastic Bags: Single Use Plastic Bag Ban Latest News; Polythene 20 times cheaper than cotton bags

  • એક પેપર બેગની કિંમત 5થી 10 રૂપિયા છે, જેનો 4થી 5 વખત વપરાશ શકે છે. 
  • કોટન બેગની કિંમત 20 રૂપિયા, એક સ્ટડીના જણાવ્યા પ્રમાણે તેનો 173 વખત ઉપયોગ કરી શકાય છે.

Divyabhaskar.com

Oct 09, 2019, 03:54 PM IST

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિક હેઠળ આવનારી તમામ પ્લાસ્ટિક પ્રોડક્ટનો ઉપયોગ ઓછો કરવા માટે જાગૃતતા લાવવા માગે છે. 2જી ઓક્ટોબરે ગાંધી જયંતિ પર પ્રતિબંધની ઘોષણા થવાની હતી. પરંતુ સરકાર હાલ માત્ર જાગૃત કરવા માંગે છે. જાણકારોનું પણ કહેવુ છે કે દેશમાં પ્લાસ્ટિકના કુલ વપરાશના માત્ર 5% જ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. કોટન બેગની તુલનામાં પોલીથીન 20 ગણું સસ્તું છે, જેનો ઉપયોગ વધારે છે અને તેને અટકાવવાની જરૂર છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક શું હોય છે?
પ્લાસ્ટિક દ્વારા બનાવાયેલી એવી વસ્તુઓ, જેનો આપણે માત્ર એક જ વખત ઉપયોગ કરી શકીએ છીએ અથવા ઉપયોગ કરીને ફેંકી દઈએ છીએ અને જેનાથી પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે. તે સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવાય છે. આ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ વેફરના પેકેટના પેકિંગ, બોટલ, સ્ટ્રો, થર્મોકોસલ પ્લેટ અને ગ્લાસ બનાવવા માટે કરવામાં આવે છે.

દેશમાં કેટલો વાર્ષિક વપરાશ ?
મિનિસ્ટ્રી ઓફ અર્બન એન્ડ હાઉસિંગ અફેર્સના રિપોર્ટ પ્રમાણે, દેશમાં 1996માં 61 હજાર ટન પ્લાસ્ટિકનો વાર્ષિક વપરાશ થાય છે. જે 2017માં વધીને 1.78 કરોડ ટને પહોંચી ગયો છે. બિન સરકારી સંગઠન ઈન્ડિયન પોલ્યુશન કંટ્રોલ એસોસિયેશન(આઈપીસીએ)ના ડાયરેક્ટર આશીષ જૈનના જણાવ્યા પ્રમાણે, દેશમાં જેટલો પ્લાસ્ટિકનો વપરાશ થાય છે, તેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો માત્ર 4%થી 5% જ ભાગ છે, પરંતુ તેનો વજન હળવો હોવાના કારણે આપણને તે ચારેય બાજુ જોવા મળે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણી જગ્યાઓ પર થાય છે. જેમ કે, ટીવી, રિમોટ, એસી, રેફ્રિજરેટર, કાર, ફર્નિચર વગેરે. કારણ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ, એટલા માટે તેની ચર્ચા વધારે થાય છે અને પર્યાવરણને વધારે નુકસાન થાય છે.

પ્લાસ્ટિકનો વિકલ્પ શું હોઈ શકે છે?
સરકારે 12 પ્રકારના સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહી છે, પરંતુ આશિષના કહ્યાં પ્રમાણે, સરકાર આ તમામ પર પ્રતિબંધ લગાવીને જે વિકલ્પ લઈને આવશે, તેનાથી પર્યાવરણને વધારે નુકસાન થઈ શકે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને રિસાઈકલ પણ કરી શકાય છે, પરંતુ તેની મુખ્ય સમસ્યા તેને એકઠું કરવાની છે. જો આ પ્લાસ્ટિક પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ કોઈ એવો વિકલ્પ આવશે, જેને એકઠું કરવા અથવા રિસાઈકલ કરવામાં વધુ મુશ્કેલી થશે, તો તેનાથી પરિસ્થિતી બગડી શકે છે. તેઓ કહે છે કે પ્લાસ્ટિકનું પોતાનું મહત્વ છે અને તેની જરૂર પણ છે. ઉદાહરણ તરીકે આપણે દુધ લાવવા માટે પ્લાસ્ટિક બેગ સિવાય અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ ન જોઈ શકીએ.

કેરી બેગથી 20 ગણું મોંઘું કોટન બેગ
આશીષના જણાવ્યા પ્રમાણે, કોટન બેગ વિકલ્પ હોઈ શકે છે, પરંતુ તે બહુ મોંઘુ હશે. 1 કિલો પ્લાસ્ટિક બેગ 60થી 70 રૂપિયામાં મળી જાય છે. જેમાં અંદાજે 60 પ્લાસ્ટિક કેરી બેગ આવે છે. આ રીતે એક કેરી બેગ મોટા ભાગે 1 રૂપિયામાં પડે છે. પરંતુ તે સાઈઝ અથવા તેની ક્ષમતાનું કોટન બેગ લેશું તો તેની કિંમત 20 રૂપિયા હશે. જેથી આર્થિક દ્રષ્ટિએ એટલું યોગ્ય નહીં હોય. જો પ્લાસ્ટિક બેગની જગ્યાએ પેપર બેગનો વિકલ્પ અપનાવીશું તો તેનાથી પર્યાવરણને વધારે નુકસાન થશે, કારણ કે વૃક્ષને કાપીને કાગળ બનાવાય છે. જો પ્લાસ્ટિક કેરી બેગની જગ્યાએ પેપર બેગનો વપરાશ વધશે તો તેનાથી વૃક્ષ છેદનનો ખતરો પણ વધશે.

પોલિથીન(સિંગલ યુઝ પ્લાસ્ટિક) પેપર બેગ કોટન બેગ
વજન 7.5થી 12.6 ગ્રામ 55.2ગ્રામ 78.7થી 229.1 ગ્રામ
વોલ્યુમ કેપેસિટી 17.9થી 21.8લીટર 20.1 લીટર 17થી 33.4 લીટર
વપરાશ 2થી 3 વખત 4થી 5 વખત 173 વખત અથવા તેના કરતા વધારે
કિંમત(અંદાજે) 50 પૈસાથી 1 રૂપિયો 5થી 10 રૂપિયા 10થી 20 રૂપિયા
કાર્બન ફુટ પ્રિન્ટ 1.3 કિલો / 1000 બેગ 21.8 કિલો/ 1000 બેગ 38.6/1000 બેગ
સડવાની ક્ષમતા 1000 વર્ષ સુધી પણ જમીનની સપાટી પર રહે છે અને સડતું નથી જૈવિક પ્રક્રિયાથી ડિંકપોઝ કરી શકાય છે અને રિસાઈકલ પણ કરી શકાય છે. જૈવિક પ્રક્રિયાથી ડિંકપોઝ થઈ જાય છે.
પર્યાવરણને કેટલું નુકસાન પ્લાસ્ટિકને રિસાઈકલ ન કરી શકાય, જેથી વાયુ, જળ અને ભૂમિને પ્રદુષિત કરશે. જેને બાળવાથી ઝેરી ગેસ નીકળે છે અને જ્યારે તે નદી કે સમુદ્રમાં ભળી જાય છે તો જીવને નુકસાન પહોંચે છે. પેપરને વૃક્ષોના પલ્પમાંથી બનાવવામાં આવશે તો પેપરના મોટા ભાગના વપરાશથી વૃક્ષોનું વધારે પડતું છેદન થવાની સંભાવના છે. તેને બનાવવામાં પર્યાવરણને નુકસાન થાય છે, પરંતુ વપરાશથી નુકસાન થતું નથી. કોઈ નુકસાન નથી.

સોર્સઃ બ્રિટિશ પર્યાવરણ એજન્સી રિપોર્ટ 2011

રોજગારના વિકલ્પ પણ જોવા પડશે
આશીષ કહે છે જો પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગે છે તો તેનાથી પ્લાસ્ટિકના પ્રોડક્શનમાં કામ કરી રહેલા લોકોની રોજગારી પર જોખમ આવી પડશે. પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગના નાનામાં નાનો પ્લાન્ટમાં પણ 2.5 કરોડ સુધીનું ઈન્વેસ્ટમેન્ટ થાય છે. જેની સાથે ઓછામાં ઓછા 10થી 15 લોકો જોડાયેલા હોય છે. જો આ બધું બંધ થઈ જાય તો તેનાથી માત્ર રોજગારને જ નહીં પણ GDPને પણ નુકસાન પહોંચશે. દેશના GDPમાં પેટ્રોકેમિકલ્સનો એક ચતૃથાંઉશ એટલે કે 25% યોગદાન છે. જેટલા પણ પ્લાસ્ટિક પ્રોડક્ટ છે, જો સિંગલ યુઝ પ્લાસ્ટિકનું પ્રોડક્શન બંધ થશે તો આયાત- નિકાસ પણ બંધ થશે, તો તેનાથી જે 25% યોગદાન છે, તેમાં ઓછામાં ઓછા 10%નો ઘટાડો થઈ શકે છે.

કંપનીઓએ કયાં પ્રકારની તૈયારીઓ કરી છે?

  • એમેઝોન ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અખિલ સક્સેનાએ ગત દિવસોમાં ભાસ્કરને જણાવ્યું હતું કે, કચરો ઓછો કરવા માટે અમે પેકેજિંગ ફ્રી શિપમેન્ટ લોન્ચ કર્યું છે.
  • સાથે જ ફ્લિપકાર્ટના જણાવ્યા પ્રમાણે, પ્લાસ્ટિક પેકેજિંગની જગ્યાએ કંપની મલ્ટી-યુઝ ક્લોથ ઝિપર બેગ લાવવાની તૈયારી કરી રહી છે.
  • રોજિંદા જીવનમાં સૌથી જરૂરી ચીજ વસ્તુઓમાં સામેલ દુધના પેકેટ 55 માઈક્રોન જાડાઈ વાળું હોવાના કારણે સિંગલ યુઝ પ્લાસ્ટિકની કેટેગરીમાં નહીં આવે.
  • દુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને જણાવ્યું કે, જો ટ્રેટાપૈકથી દુધ વેંચીશું તો ગ્રાહકો પર પ્રતિ લીટર 10 રૂપિયાનું ભારણ આવશે.
X
Plastic Bags: Single Use Plastic Bag Ban Latest News; Polythene 20 times cheaper than cotton bags
Plastic Bags: Single Use Plastic Bag Ban Latest News; Polythene 20 times cheaper than cotton bags
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી