સંસદ / કેબિનેટ મીટિંગ બાદ દોડતા સંસદમાં પહોંચ્યા પીયૂષ ગોયલ

  • સંસદ પરિસરમાં કેબિનેટની બેઠક ચાલી રહી હતી, જેમાં ઘણા મહત્વના નિર્ણય લેવાયા હતા.

Divyabhaskar.com

Dec 04, 2019, 05:37 PM IST

નેશનલ ડેસ્કઃસંસદના શિયાળુ સત્રનો આજે 13મો દિવસ છે. ત્યારે સોશયલ મીડિયા પર ભારતીય રેલવે મંત્રી પીયૂષ ગોયલની એક એવી તસવીર વાઈરલ થઈ રહી છે જ્યાં તેઓ ભાગતા ભાગતા સંસદ જતા જોવા મળી રહ્યાં છે. લોકસભામાં હાજરી આપવા માટે તેઓ દોડતા જોવા મળ્યા હતા. સંસદ પરિસરમાં કેબિનેટની બેઠક ચાલી રહી હતી. જેમાં ઘણા મહત્વના નિર્ણય લેવાયા હતા.જેમાં પહોંચતા તેમણે મોડું થઈ રહ્યું હતું . આ સાથે જ સંસદમાં તેમના મંત્રાલય સંબંધી પણ ઘણા સવાલ પુછવાના હતા.

આવું પહેલી વખત બન્યું છે જેમાં કોઈ નેતા આવી રીતે સંસદ તરફ ભાગતો જોવા મળ્યો છે. એક યુઝરે લખ્યું કે, કોણ છે આ મંત્રી જે બુલેટ ટ્રેનથી પણ તેજ ભાગી રહ્યો છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, પંચ ટાઈમ માટે તેમને મોડું થઈ રહ્યું છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી