• Home
  • National
  • Pinarayi Vijayan Kerala Assembly Vidhan Sabha Latest News and Updates On Governor Arif Mohammed, United Democratic Front (UDF) MLA

CAA / કેરળ વિધાનસભામાં રાજ્યપાલના ભાષણ પહેલા હોબાળો; UDFના ધારાસભ્યોએ ગૃહમાં રસ્તો રોક્યો,‘પાછા જાઓ’ના નારા લગાવ્યા

  • રાજ્યપાલ આરિફ મોહમ્મદ બજેટ સત્રના પહેલા દિવસે ભાષણ માટે વિધાનસભા પહોંચ્યા, મુખ્યમંત્રી પણ સાથે હતા 
  • UDF ધારાસભ્યોના હોબાળા વચ્ચે વિધાનસભાના માર્શલ રાજ્યપાલને એસ્કોર્ટ કરીને ખુરશી સુધી લઈ ગયા 

Divyabhaskar.com

Jan 29, 2020, 12:26 PM IST

તિરુવનંતપુરમઃ કેરળ વિધાનસભામાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનના ભાષણ પહેલા જ બુધવારે નાગરિકતા સંશોધન કાયદો (CAA)અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(NRC)ના મુદ્દે હોબાળો થયો હતો. આ દરમિયાન માર્શલ રાજ્યપાલને એસ્કોર્ટ કરીને ખુરશી સુધી લઈ ગયા હતા. યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(UDF)ના ધારાસભ્યોએ રાજ્યપાલ વિરુદ્ધ નારાબાજી કરી હતી. આ લોકોએ રાજ્યપાલને પોસ્ટર બતાવી પાછા જવા માટે કહ્યું હતું. આ દરમિયાન UDFએ ગૃહમાંથી વોકઆઉટ પણ કર્યું હતું.

કેરળ વિધાનસભાનું બજેટ સત્ર બુધવારે શરૂ થયું હતું. જ્યારે રાજ્યપાલ ભાષણ માટે ગૃહમાં પહોંચ્યા હતા UDF ધારાસભ્યોએ તેમનો રસ્તો રોક્યો હતો. આરિફ મોહમ્મદ સાથે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ હાજર રહ્યા હતા.

કેરળ વિધાનસભામાં CAAને રદ કરવાનો પ્રસ્તાવ પસાર થયો હતો
કેરળ સરકારે CAAને રદ કરવા માટે વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કર્યો હતો. કેરળ આવું કરનારું પહેલું રાજ્ય છે. ત્યારબાદ વિજયન સરકારે નાગરિકતા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અંગે રાજ્યપાલે સખત નારાજગી વ્યક્ત કરી હતી. આરિફ મોહમ્મદે કહ્યું હતું કે, હું માત્ર રબર સ્ટેમ્પ નથી. મારી જવાબદારી રાષ્ટ્રપતિના નિર્ણય અને કેન્દ્રના બનાવેલા કાયદાને લાગુ કરવાનું છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી