જમ્મુ-કાશ્મીર / મહેબૂબાએ ભાજપ પર જવાન કાર્ડ રમવાનો આરોપ લગાવ્યો, પૂછ્યું- રાજ્યમાં 9 લાખ સૈનિકો શું કરી રહ્યા છે

PDP president Mehbooba Mufti Attacks BJP Using Army Jawan or Kashmiris

  • કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થતા જોઈ સરકારે ગુરુવારે એડ્વાઈઝરી પરત લઈ લીધી છે, હવે પર્યટકો કાશ્મીર ખીણમાં પણ ફરવા જઈ શકશે
  • જમ્મુ-કાશ્મીર પ્રશાસને અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી અટકાયતમાં લેવામાં આવેલા 3 નેતાઓને ગુરુવારે મુક્ત કર્યા છે

Divyabhaskar.com

Oct 10, 2019, 03:21 PM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ગુરુવારે ભાજપ પર વોટ મેળવવા માટે જવાન કાર્ડ રમતા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, જો કાશ્મીરની સ્થિતિ એકદમ સામાન્ય છે તો અહીં 9 લાખ સૈનિકો શું કરી રહ્યા છે? તેઓ પાકિસ્તાન તરફથી થનાર કોઈ હુમલાને રોકવા માટે અહીં નથી, પરંચુ વિરોધ પ્રદર્શન દબાવવા માટે છે. સેનાની પ્રાથમિક જવાબદારી સીમાની સુરક્ષા કરવાની છે, અસંતોષ વધારવાની નહીં.

આ દરમિયાન રાજ્યમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા પછી નજરકેદ કરવામાં આવેલા ત્રણ નેતાઓ યાવર મીર (પીડીપી), શોએબ લોન (કોંગ્રેસ) અને નૂર મોહમ્મદ (નેશનલ કોન્ફરન્સ)ને ગુરુવારે મુક્ત કરી દેવામાં આવ્યા છે. તે સાથે જ આજથી પર્યટકોને રાજ્યમાં આવવાની મંજૂરી આપવામાં આવી છે.

કાશ્મીરીઓને તોપનું ભૂસું માનવામાં આવે છે
મહેબૂબા તરફથી દીકરી ઈલ્તિજાએ ગુરુવારે ટ્વિટ કર્યું છે કે, હકીકત એ છે કે કાશ્મીરીઓને તોપનું ભૂસું માનવામાં આવે છે. ખીણમાં અશાંતિ ફેલાવવા માટે સેનાનો મોહરા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સત્તાધીશ પાર્ટીને ન તો જવાનોની ચિંતા છે અને ના કાશ્મીરીઓની. તેમને માત્ર ચૂંટણી જીતવાની ચિંતા છે.

રાજ્યમાંથી બહાર મોકલવામાં આવ્યા 250થી વધારે લોકો
નજરકેદ કરવામાં આવેલા લોકોમાં રાજ્યાની પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલા, ઓમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તી પણ સામેલ હતા. આ દરમિયાન 250થી વધારે લોકોને રાજ્યની બહાર આવેલી જેલમાં મોકલવામાં આવ્યા હતા. ફારુકને નાગરિક સુરક્ષા કાયદા અંતર્ગત નજરકેદ રાખવામાં આવ્યા હતા. જ્યારે અન્ય રાજનેતાઓની અલગ-અલગ કલમ અંતર્ગત અટકાયત કરવામાં આવી હતી.

X
PDP president Mehbooba Mufti Attacks BJP Using Army Jawan or Kashmiris
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી