દિલ્હી / જો નિર્ભયાના હત્યારાઓને ફાંસીએ લટકાવ્યા હોત તો વેટરનરી ડોક્ટર આજે હયાત હોતઃ જલ્લાદ પવન

Pawan Jallad On Hyderabad Veterinary Doctor Murder Case, Says Now don't delay hanging Nirbhaya gang rape Accused

  • જલ્લાદ પવને કહ્યું કે, જ્યાં સુધી આવા અપરાધીઓને કડક સજા આપવામાં નહીં આવે તો, ક્રુર લોકોમાં ભય પેદા નહીં થાય 
  • જલ્લાદ પવને 22 વર્ષની ઉંમરમાં પહેલી વખત પટિયાલા જેલમાં ફાંસી આપી હતી, ત્યારે તેમના દાદા પણ હાજર હતા

Divyabhaskar.com

Dec 04, 2019, 02:52 PM IST

નવી દિલ્હીઃ તેલંગાણામાં વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ અને નિર્મમ હત્યાની ઘટનાથી આખો દેશ ગુસ્સામાં છે. મેરઠમાં રહેનારા જલ્લાદ પવને બુધવારે કહ્યું કે, ‘જો નિર્ભયાના હત્યારાઓને સરકારે ફાંસીની સજા ફટકારી હોત તો કદાચ વેટરનરી ડોક્ટર આજે હયાત હોત’

જલ્લાદ પવને કહ્યું કે, ‘નિર્ભયાના હત્યારાઓને છેલ્લા તિહાર જેલમાં કેમ પોષવામાં આવી રહ્યા છે? નિર્ભયા કાંડના હત્યારા હોય કે પછી વેટરનરી ડોક્ટરના હત્યારા. જ્યાં સુધી આવા લોકોનો તાબડતોડ ઈલાજ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ સમાજમાં બનતી જ રહેશે’

તેમણે કહ્યું કે, ‘હવે ઘરે બેસવાનો સમય નથી જેમ બને એમ વહેલા નિર્ભયાના હત્યારાઓને ફાંસી પર લટાકવી દેવા જોઈએ. વેટરનરી ડોક્ટરના હત્યારાઓને ગુનેગાર જાહેર કરી દો. હિન્દુસ્તાનમાં નિર્ભયા અને વેટરનરી ડોક્ટર થતા આવા કેટ કેટલાય ગુનાઓ આપમેળે જ બંધ થઈ જશે. જ્યાં સુધી આવા ગુનેગારોને મોતના ઘાટ ઉતારવામાં નહીં આવે ત્યાં સુધી બાકીના ક્રુર માણસોમાં ભય પેદા નહીં થાય.’

હું એકદમ તૈયાર છુંઃ જલ્લાદ પવન
જલ્લાદ પવને કહ્યું કે, ‘હું એકદમ તૈયાર બેઠો છું. નિર્ભયાના ગુનેગારોને ડેથ વોરંટ મળે અને હું તિહાર જેલ પહોંચી જઈશ.મારે ગુનેગારોને ફાંસી ફંદા પર લટકાવવા માટે માત્ર બેથી ત્રણ દિવસનો સમય જોઈએ છે. પછી ટ્રાયલ કરીશ અને કોર્ટના ડેથ વોરંટને અમલમાં લાવી દઈશ’

‘ચોથી પેઢીનો હું એકમાત્ર જલ્લાદ છું’
તેમણે કહ્યું કે,‘હું ખાનદારી જલ્લાદ છું. આ કામ કરવામાં મને સહેજ પણ શરમ નથી આવતી. મારા પરદાદા લક્ષ્મણ જલ્લાદ, દાદા કાલૂ રામ જલ્લાદ, પિતા મમ્મૂ જલ્લાદ હતા. એટલે કે જલ્લાદીના આ કામમાં હું ચોથી પેઢીનો માણસ(જલ્લાદ) છું’

પવને પટિયાલા જેલમાં પહેલી ફાંસી આપી હતી
જલ્લાદ પવને જણાવ્યું કે મે પહેલી ફાંસી દાદા કાલૂ રામ જલ્લાદ સાથે પટિયાલા સેન્ટ્રલ જેલમાં બે ભાઈઓને આપી હતી. તે સમયે મારી ઉમર 20-22 વર્ષની હશે. હવે હું 58 વર્ષનો થઈ ગયો છું. દાદા સાથે અત્યાર સુધીમાં મેં પાંચ અપરાધીઓને ફાંસી આપી છે.

X
Pawan Jallad On Hyderabad Veterinary Doctor Murder Case, Says Now don't delay hanging Nirbhaya gang rape Accused
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી