તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Passenger Trains Will Not Run From 12pm To 10pm On Sunday Night, Mail Express Will Be Closed From 4pm

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનિવાર રાત્રે 12 વાગ્યાથી રવિવાર રાત્રે 10 વાગ્યા સુધી 22 કલાક પેસેન્જર ટ્રેન નહીં ચાલે, સવારે 4 વાગ્યાથી મેલ-એક્સપ્રેસ પણ બંધ રહેશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જનતા કર્ફ્યુ દરમિયાન આશરે 2400 યાત્રી ગાડીઓ નહીં ચાલે - Divya Bhaskar
જનતા કર્ફ્યુ દરમિયાન આશરે 2400 યાત્રી ગાડીઓ નહીં ચાલે
 • કોરોના વાઈરસનો સામનો કરવા મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ લગાવવા અપીલ કરી હતી
 • રવિવારે જનતા કર્ફ્યુ સમયે લોકો સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ઘરમાં જ રહેવા કહ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી છે. આ દિવસે રાત્રે 12 વાગ્યાથી ત્યારપછીના રાત્રે 10 વાગ્યા સુધી કોઈ જ પેસેન્જર ટ્રેન નહીં દોડે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ સવારે 4 વાગે રોકી દેવામાં આવશે. આ સાથે જ ઉપનગરીય (લોકલ) ટ્રેન સેવાઓને ઘટાડીને લઘુત્તમ સ્તર પર લાવવામાં આવશે. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જનતા કર્ફ્યુ સમયે કુલ 2400 યાત્રી ટ્રેન નહીં ચાલે. તેમા 1300 મેલ એક્સપ્રેસ ગાડી, પેસેન્જર ટ્રેન અને મોટી સંખ્યામાં ઉપનગરીય ટ્રેનોનો સમાવેશ થાય છે. કોરોના વાઈરસની સ્થિતિને ધ્યાનમાં રાખી, બિનજરૂરી યાત્રા અટકાવવા માટે રેલવે અગાઉથી 245 યાત્રી ટ્રેન રદ્દ કરી ચુકી છે.

મોદીએ રવિવારે જનતા કર્ફ્યુ લગાવવાની અપીલ કરી
દેશમાં કોરોના વાઈરસના વધતા કેસ અને ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રીએ ગુરુવારે દેશને સંબોધિત કર્યો હતો. તેમણે રવિવારે એટલે કે 22 માર્ચના સવારે 7 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુની અપીલ
કરી હતી. તે જનતા માટે, જનતા દ્વારા જાતે જ લગાવવામાં આવેલ કર્ફ્યુ હશે. તેમણે કહ્યું કે આ 14 કલાક દરમિયાન કોઈ વ્યક્તિ તેમના ઘરની બહાર નહીં નિકળે. સાંજે 5 વાગે પોતાના ઘરોમાં જ તાળી પાડી, થાળી વગાડી, ઘંટી વગાડી એકબીજાનો આભાર વ્યક્ત કરશે અને વાઈરસ સામે લડવામાં એકતા દર્શાવશે. 

વૃદ્ધોને ઘરની અંદર જ રહેવા કહ્યું
પ્રધાનમંત્રી મોદીએ સામાજીક રીતે અંતર રાખવાની વાત પર ભાર મુકતા કહ્યું કે આપણે દેશવાસીઓ આગામી કેટલાક સપ્તાહ સુધી ખૂબ જરૂરી ન હોય તો સાવચેતી રાખવી જરૂરી છે. 60 થી 65 વર્ષ અથવા તે ઉપરના ઉંમરના વૃદ્ધો ઘરમાં જ રહે. તેમણે એનસીસી, સ્પોર્ટ્સ સંગઠનો અને સામાજીક-સાંસ્કૃત્તિક સંસ્થાઓને પણ જાગૃત બનવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો