તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સંસદમાં જયા બચ્ચને કહ્યું- આરોપીઓનું જાહેરમાં લિંચિંગ કરવું જોઈએ, રાજનાથે કહ્યું- સરકાર કડક કાયદો બનાવવા માટે તૈયાર

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યસભામાં સ્પીકર વેંકૈયા નાયડૂએ કહ્યું- અમે અમારા વિચાર બદલીને સામાજિક દુષણો ખતમ કરવા પડશે
  • રાજ્યસભામાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, માત્ર કાયદો બનાવવાથી સમસ્યાનું સમાધાન નહીં આવે

નવી દિલ્હીઃ તેલંગાણામાં મહિલા વેટરનરી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલે સોમવારે રાજ્યસભામાં ચર્ચા ચાલી રહી છે. સમાજવાદી પાર્ટી સાંસદ જયા બચ્ચને કહ્યું કે, મને લાગે છે કે આ જ યોગ્ય સમય છે જ્યારે લોકો સરકાર પાસે એક સ્પષ્ટ જવાબની અપેક્ષા રાખે છે. અને સરકારે પણ જણાવવું જોઈએ કે નિર્ભયા અને કઠુઆ દુષ્કર્મ કેસમાં અત્યાર સુધી શું થયું? મામલામાં સુરક્ષા સાથે જોડાયેલા લોકોએ જવાબ આપવો જોઈએ. તેમણે કહ્યું કે, દુષ્કર્મના આરોપીઓનું જનતાએ લિંચિંગ કરવું જોઈએ. 
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, આ ઘટનાથી આખો દેશ શરમમાં મુકાયો છે. આનાથી તમામને દુઃખ પહોંચ્યું છે. ગુનાખોરેને કડક સજા મળવી જોઈએ. તેમણે કહ્યું કે, આવી ઘટનાઓ પર નિયંત્રણ મેળવવા અને ખતમ કરવા માટે આપણે એવો કાયદો બનાવવો પડશે જેનાથી આખું ગૃહ સહમત હોય. સરકાર કડક કાયદો બનાવવા માટે તૈયાર છે. 

નાયડૂએ કહ્યું- નવા બિલની જરૂર નથી 
મહિલાઓ વિરુદ્ધ ગુના પર રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ કહ્યું કે, નવા બિલની જરૂર નથ. જરૂર તો રાજકીય ઈચ્છાશક્તિ, પ્રશાસનિક કૌશલ, માનસિકતામાં ફેરફાર કરવાની જરૂર છે. 

જનતા આરોપીઓને પાઠ ભણાવેઃજયા બચ્ચન
રાજ્યસભામાં જયા બચ્ચને કહ્યું કે, આવા મામલા અંગે મને યાદ નથી કે હું કેટલી વખત બોલી ચુકી છું. સરકારે હવે કાર્યવાહી કરવી જોઈએ. એક દિવસ પહેલા જ હૈદરાબાદમાં એ સ્થળે જ આ પ્રકારની ઘટના ઘટી હતી. ઘણા દેશોમાં જનતા આરોપીઓને સજા આપે છે. આરોપીઓને હવે જનતાએ જ પાઠ ભણાવવો જોઈએ.

દરેક વર્ગ સાથે ઉભા રહેવું જરૂરી: ગુલામ નબી આઝાદ
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે રાજ્ય સરકારને દોષિતો સાથે કડકાઇથી કામ લેવું જોઇએ. તેમણે કહ્યું કે માત્ર કાયદો બનાવવાથી સમસ્યાનું સમાધાન નહીં થાય. આવા મામલામાં દરેક વર્ગ સાથે ઉભા રહેવું પડશે. ભાજપ તરફથી પ્રભાત ઝા અને આમ આદમી પાર્ટીના સંજય સિંહે રાજ્યસભામાં મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અપરાધો પર ચર્ચાની માંગ કરી હતી. 

અપરાધીઓને 31 ડિસેમ્બર સુધીમાં ફાંસી આપો- AIADMK સાંસદ
AIADMK સાંસદ વિજિલા સત્યનાથ તેલંગાણા દુષ્કર્મ વિશે બોલતી વખતે રડી પડ્યા હતાં. તેમણે કહ્યું કે દેશમાં મહિલાઓ અને બાળકો સુરક્ષિત નથી. જે ચાર લોકોએ આ અપરાધ કર્યો છે તેમને 31 ડિસેમ્બર પહેલા ફાંસી આપી દેવી જોઇએ. ન્યાયમાં વિલંબ એ ન્યાય ન મળવા સમાન છે. 

આ એક રાજ્યની નહીં પણ આખા દેશની બીમારી છે, આપણી વ્યવસ્થામાં જ ખામી 
આ કોઈ એક રાજ્ય નહીં સમગ્ર દેશની બીમારી છે.  આપણી નીતિ અને વ્યવસ્થામાં કેટલીક ખામીઓ છે.  આપણે સૌએ સાથે મળીને તેમાં સુધાર લાવવો પડશે.  આ માટે રાજકીય ઈચ્છાશક્તિની જરૂર છે.- વેંકૈયા નાયડુ , રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ
જેલમાંથી છૂટતા પહેલા નપુંસક બનાવી દો
દુષ્કર્મીઓને જેલમાંથી મુક્ત થતાં પહેલા નપુંસક બનાવી દેવા જોઈએ જેથી તે બીજી વખત આવો ગુનો ના કરે. દુષ્કર્મીઓના આરોપીઓની યાદી જાહેર કરવી જોઈએ.- પી. વિલ્સન, ડીએમકે

અધીર રંજન ચૌધરીના મોદી વિશેના નિવેદન પર હંગામો
લોકસભામાં આજે અધીર રંજન ચૌધરીએ મોદી અને શાહને ઘુસણખોર કહેતા હંગામો થયો હતો. તેના લીધે લોકસભાને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ચૌધરીએ રવિવારે નાગરિકતા સંશોધન બિલના મુદ્દે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પોતે ઘૂસણખોર છે. તેમનું ઘર ગુજરાતમાં છે અને તેઓ દિલ્હી આવી ગયા. ચૌધરીએ કહ્યું કે હિન્દુસ્તાન સૌ કોઇ માટે છે, શું આ કોઇની જાગીર છે ?

ડુંગળીની વધતી કિંમત અને ચીનની સેનાની ઘુસણખોરી પર ચર્ચા થઇ શકે છે
રાજ્યસભામાં તેલુગુદેશમ પાર્ટીએ આન્ધ્રપ્રદેશમાં નેતાઓ અને દલિતોના ઉત્પીડન પર ચર્ચાનો પ્રસ્તાવ આપ્યો હતો. બીજી તરફ સીપીઆઇએ નિયમ 267 અંતર્ગત ડુંગળી અને દાળની કિંમતમાં થયેલા વધારાના મુદ્દે કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરી. ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગે અરુણાચલ પ્રદેશમાં ચીનની સેનાની ઘુસણખોરી મુદ્દે ચર્ચાની માંગ કરી છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો