તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Pakistan’s Mohammad Amir On Virat Kohli ICC ‘Spirit Of Cricket’ Award, Kohli Said Do Not Make Any Thinking In The Beginning Of The Young Player's Career; Mo. Aamir Said Great Player's Great Words

કોહલીની અપીલ- યુવા ખેલાડીઓ વિશે ઝડપથી કોઈ ધારણા ન બાંધી લો, આમિરે કહ્યું- મહાન ખેલાડીના મહાન શબ્દ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય કેપ્ટન વિરાટ કોહલની ICCના સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ માટે પસંદગી કરાઈ
  • કોહલીએ વર્લ્ડ કપ 2019માં ઓસ્ટ્રેલિયામાં મેચ વખતે ચાહકોને સ્ટીવ સ્મિથની પજવણી કરતા રોક્યા હતા

કોહલીએ ઈગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપ 2019માં ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ મેચ દરમિયાન પ્રશંસકો સ્ટીવ સ્મિથની પજવણી કરતા અટકાવ્યા હતા. આ સ્પોર્ટ્સ ભાવના માટે તેમને આ સન્માન મળવું જોઈએ. આ અંગે કોહલીએ કહ્યું ‘તે સ્થિતિ તેમના માટે વ્યક્તિગત રીતે ખરાબ હતી, મેં તેમને સમજાવ્યા. મને નથી લાગતું કે આવી સ્થિતિમાંથી પસાર થયેલા વ્યક્તિનો ફાયદો ઉઠાવવો જોઈએ. આપણા ચાહકોનું આવું વલણ ક્યારે ન હોવું જોઈએ. આપણે દરેકે આની જવાબદારી લેવી પડશે. આપણે વિપક્ષની ટીમ પર દબાણ વધારી શકીએ છીએ, પણ કોઈની પર ભાવનાત્મક રીતે ટિપ્પણી ન કરી શકીએ. આ કોઈ પણ ભોગે માન્ય નહીં ગણાય.’

કોહલની ICC વનડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે પણ પસંદગી થઈ
કોહલીની સતત ત્રીજા વર્ષે ICC વનડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકેની પસંદગી કરાઈ છે. આ ઉપરાંત રોહિત શર્મા પહેલી વખત વનડે ક્રિકેટર ઓફ ધ યર બન્યા હતા. T-20માં પર્ફોમન્સ ઓફ ધ યર ભારતીય ફાસ્ટ બોલર દીપક ચાહરને મળ્યો હતો. ઈગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડનારા ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની પ્લેયર ઓફ ધ યર તરીકેને પસંદગી કરાઈ હતી. 2019માં 59 વિકેટ લેનારા ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિંસ વર્ષના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર બન્યા હતા. રિચર્ડ ઈલિંગવર્થને એમ્પાયર ઓફ ધ યરનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો