કાવતરું / પંજાબમાં ફરી દેખાયા 2 પાકિસ્તાની ડ્રોન, સ્થાનિક લોકોએ ક્રેશ થયા હોવાનો દાવો કર્યો

Pakistani drone flies near Punjab’s Ferozepur news and updates

  • આ પહેલાં સોમવારે રાત્રે પણ પાકિસ્તાની ડ્રોન 2 વાર ભારતીય સીમામાં ઘૂસી ગયા હતા
  • હાલ બીએસએફ અને પોલીસ ડ્રોનનો કાટમાળ શોધી રહી છે

Divyabhaskar.com

Oct 10, 2019, 10:30 AM IST

ફિરોઝપુર: પંજાબના ફિરોઝપુરમાં ફરી એક વાર પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું છે. ઝુંઝારા હજારા સિંહ નજીક આવેલા ગામમાં ગુરુવારે સવારે બે ડ્રોન જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રામણે ડ્રોન ગામની સીમા નજીક ક્રેશ થઈ ગયું હતું. હાલ બીએસએફ અને પોલીસ ડ્રોનનો કાટમાળ તપાસ શોધી રહ્યા છે. છેલ્લાં કેટલાક દિવસમાં ઘણી વખત પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં જોવા મળ્યા છે.

આ પહેલાં આ જ સપ્તાહમાં સોમવારે રાત્રે પંજાબના હુસૈનીવાલા સેક્ટરમાં બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘૂસી ગયા હતા. આ શંકાસ્પદ ડ્રોન રામલાલની હોર્ડર આઉટ પોસ્ટ અને હુસૈનીવાલાની એચકે ટાવર પોસ્ટ નજીક જોવા મળ્યા હતા અને એક કિલોમીટરની ઉંચાઈએ ઉડી રહ્યા હતા. પહેલુ ડ્રોન 10 વાગ્યાથી લઈને 10.40 વાગ્યાની વચ્ચે જોવા મળ્યું અને બીજુ ડ્રોન રાત્રે 12.25 વાગે જોવા મળ્યું હતું.

બીએસએફએ સતત બીજા દિવસે મંગળવારે સવારે પણ બોર્ડર વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન ઘૂસ્યા હોવાની માહિતી આપી હતી. આ પહેલાં એક ઓક્ટોબરની રાત્રે પણ ફાજિલ્કાના સીમા વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન ઉડતા દેખાયા હતા. આ ડ્રોન ઘણી વખત ભારતીય વિસ્તારમાં ઘૂસ્યા હતા. હુસૈનીવાલા સેક્ટર પાસે આવેલા ગામડાઓમાં પણ ઘણી વખત ડ્રોન જોવા મળ્યું છે. આ પહેલાં અમૃતસરના મુહાવા ગામમાં 13 ઓગસ્ટ 2019 એક શંકાસ્પદ ડ્રોન ખેતરમાં પડેલું જોવા મળ્યું હતું.

X
Pakistani drone flies near Punjab’s Ferozepur news and updates
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી