નવી દિલ્હી: જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ દેશના તમામ મોટા રેલવે સ્ટેશનો અને મંદિરોને ટાર્ગેટ કરે તેવી શક્યતા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે હરિયાણાના રોહતક સ્ટેશનના અધિકારીઓને શનિવારે એક ધમકીવાળો પત્ર મળ્યો હતો. જેમાં હુમલાની ધમકી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પત્ર પાકિસ્તાનમાં બેઠેલા જૈશના આતંકવાદીઓએ મોકલ્યો છે. પત્રમાં રોહતક, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ સ્ટેશન સહિત ઘણી જગ્યાઓ પર બ્લાસ્ટ કરવાની વાત લખવામાં આવી છે. ત્યારપછી રેલવે વિભાગે સમગ્ર દેશમાં સ્ટેશનોની સુરક્ષા વધારી દીધી છે.
રેલ અધિકારીઓને મળેલો ધમકીવાળો પત્ર સામાન્ય પોસ્ટથી મોકલવામાં આવ્યો છે. આ પત્રમાં જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરના હસ્તાક્ષર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમાં 8 ઓક્ટોબરે રેલવે સ્ટેશન અને મંદિરો પર હુમલો કરીને આતંકીઓની મોતનો બદલો લેવાની વાત કરવામાં આવી છે. ગયા ગુરુવારે જ પોલીસે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં જૈશના ત્રણ આતંકીઓની હથિયાર અને દારૂગોળા સાથે ધરપકડ કરી હતી. બંને આતંકીઓ પંજાબથી અમૃતસર ઘાટી તરફ જઈ રહ્યા હતા.
ગુજરાતમાં સેનાને શંકાસ્પદ બોટ મળી ત્યારે હુમલાનું એલર્ટ અપાયું હતું
જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછીથી પાકિસ્તાની આતંકી સંગઠન ભારતમાં હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીએ આ વિશે એલર્ટ પણ જાહેર કર્યું છે. થોડા દિવસ પહેલાં પાકિસ્તાનથી સીધા ગુજરાતના દરિયા કિનારે સરક્રિકમાં શંકાસ્પદ બોટ મળી આવી હતી. ત્યારપછી સેનાએ દક્ષિણ ભારતીય રાજ્યોમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. પાકિસ્તાને સરક્રિકમાં પણ એસએસજી કમાન્ડો તહેનાત કર્યા છે. એજન્સીઓનું કહેવું છે કે, કમાન્ડો અને આતંકી ગુજરામતાં ઘૂસણખોરી કરવાની આતંક ફેલાવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.