તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિદમ્બરમે કહ્યું- જો તમિલ લોકો એકસાથે આવે તો દરેક પોતાની ભાષાના મહત્વને ઓળખી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • INX મીડિયા કેસમાં જેલમાં બંધ ચિદમ્બરમે તેમના પરિવારને ટ્વીટ કરવા કહ્યું હતું
  • આ પહેલા વડાપ્રધાન મોદી હ્યુસ્ટનમાં હાઉડી મોદી દરમિયાન દેશમાં ભાષાના મહત્વ અંગે નિવેદન આપ્યું હતું.

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે કહ્યું કે, જો તમિલ લોકો એકસાથે મળીને અવાજ ઉઠાવે તો લોકો તેમની ભાષા અને સંસ્કૃતિની મહાનતાને ઓળખશે. INX મીડિયા કેસમાં તિહાડ જેલમાં બંધ ચિદમ્બરમે તેમના પરિવારને આ ટ્વીટ કરવા માટે કહ્યું હતું. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઉડી મોદી કાર્યક્રમમાં ભાષા અંગે આપેલા નિવેદન બાદ ચિદમ્બરમે આ ટિપ્પણી કરી હતી. મોદીએ કહ્યું હતું કે, દેશની વિવિધ ભાષાઓ અમારા લોકતાંત્રિક સમાજની મહત્વની ઓળખાણ છે. મોદીએ આ દરમિયાન તમિલ દાર્શનિક કનિયન પુંગુદ્રનારનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

શાહના હિન્દી પર આપેલા નિવેદન પર વિવાદ થયો હતો
વડાપ્રધાન છેલ્લા ઘણા સમયથી આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભાષાના મહત્વ અંગે નિવેદન આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે તે. થોડા સમય પહેલા સરકારમાં ગૃહમંત્રી અમિત શાહના હિન્દી દિવસ પર આપેલા એક નિવેદન પર વિવાદ થયો હતો. શાહે કહ્યું હતું કે, સ્વતંત્રતા સેનાની પણ દેશમાં એક ભાષાની જરૂરિયાતને સમજતા હતા, જેથી વિદેશી ભાષાઓને સ્થાન ન મળે. એટલા માટે તેમણે રાજભાષાની કલ્પના કરી અને તેના માટે હિન્દીનો સ્વીકાર કર્યો.

અન્ય સમાચારો પણ છે...