અનુચ્છેદ 370 / મોદી અને શાહને કૃષ્ણ-અર્જુન કહેવા બદલ ઓવૈસીએ કહ્યું- શું દેશમાં મહાભારત કરાવવા માંગો છો?

  • ભારત સરકારને માત્ર કાશ્મીરની જમીન સાથે પ્રેમ છે- ઓવૈસી
  • રજનીકાંતે 11 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવાની વાતનું સમર્થન કર્યું હતું

Divyabhaskar.com

Aug 14, 2019, 03:56 PM IST

હૈદરાબાદઃ એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે તમિલ સુપરસ્ટાર રજનીકાંત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે તમિલનાડુંના એક કલાકારે(રજનીકાંત) જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને કૃષ્ણ-અર્જુનની જોડી ગણાવી હતી. હું એમ પૂછવા માંગુ છું કે તો પછી આ હાલતમાં પાંડવ અને કૌરવ કોણ છે? શું તમે દેશમાં બીજું મહાભારત કરવા માંગો છો?

ઓવૈસીએ કહ્યું હું જાણું છું કે ભાજપ સરકારને માત્ર કાશ્મીરની જમીન સાથે પ્યાર છે, કાશ્મીરીઓ સાથે નહિ. ભાજપને યાદ કરાવવા માંગુ છું કે કઈ પણ હમેશા માટે રહેશે નહિ. સરકારે કાશ્મીરમાં તમામ પ્રતિબંધો હટાવી લેવા જોઈએ. ફોન લાઈનોને શાં માટે ચાલું કરવામાં આવી રહી નથી ? જો કાશ્મીરના લોકો ખુબ જ ખુશ હોય તો તેમને ઘરોમાંથી બહાર આવવા દેવામાં આવે.

રજનીકાંતે સરકારના નિર્ણયને મિશન કાશ્મીર કહ્યું

રજનીકાંતે 11 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેમણે તેના માટે મોદી અને શાહને અભિનંદ આપતા કહ્યું કૃષ્ણ-અર્જુનની જોડી ગણાવ્યા હતા. રજનીકાંતે કાશ્મીર પર સરકારના નિર્ણયને મિશન કાશ્મીર કહ્યું. તેમણે સંસદમાં અમિત શાહના ભાષણના વખાણ કર્યા અને કહ્યું હવે લોકોને ખબર પડશે કે શાહ કોણ છે.

5 ઓગસ્ટના રોજ અનુચ્છેદ 370ને હટાવવામાં આવ્યો

ગૃહમંત્રી અમિત શાહે 5 ઓગસ્ટે રાજ્યસભામાંથી અનુચ્છેદ 370 ખત્મ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો થોડા સમય બાદ જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૂચના બહાર પાડી. જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો ખત્મ કરવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા હશે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી