તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Opposition With Congress Meet Today On CAA, NRC, Mamta Banerjee, Mayavati And Arvind Kejariwal To Skip Meeting News And Updates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેઠક બાદ રાહુલે કહ્યું- યુવાનોની સમસ્યાનો નિવેડો લાવવાની જગ્યાએ પીએમ લોકોનું ધ્યાન ભટકાવી રહ્યા છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મમતાએ કહ્યું હતું- CAA-NRCના નામે લેફ્ટ અને કોંગ્રેસ જે કરી રહી છે તે આંદોલન નથી
  • સોનિયા ગાંધીએ શનિવારે કહ્યું હતું- નાગરિકતા કાયદાનો ઉદ્દેશ લોકોનું ધાર્મિક આધાર પર વિભાજન કરવાનું છે

નવી દિલ્હી:  દેશમાં થઈ રહેલા વિદ્યાર્થીઓના વિરોધ, નાગરિકતા કાયદા, NRC અને હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિપક્ષ પાર્ટીઓની બેઠક સંસદના એનેક્સીમાં યોજાઈ હતી.બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે,વિપક્ષની બેટક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, યુવાનોની સમસ્યાનું સમાધાન કરવાના બદલે પીએમ મોદી લોકોનું ધ્યાન ભટકાવી રહ્યા છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બસપા પ્રમુખ માયાવતી સહિતના નેતાઓ ગેરહાજર રહ્યાં હતા. આમ આદમી પાર્ટીએ પણ મિટિંગમાં હાજરી આપવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી સાથે સરકારમાં સહયોગી શિવસેનાએ કહ્યું તેમને આ બેઠકની માહિતી જ નહતી.

મમતા બેનરજીએ ગયા સપ્તાહે ટ્રેડ યુનિયનની સ્ટ્રાઈક દરમિયાન વામપંથી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ વિપક્ષની બેઠકમાં સામેલ નહીં થાય. તેમણે કહ્યું હતું કે, મેં જ વિપક્ષને બેઠકનો વિચાર આપ્યો હતો. રાજ્યમાં જે થયું તેના કારણે હવે મારા માટે આ બેઠકમાં સામેલ થવું શક્ય નથી. CAA-NRC વિરુદ્ધ સૌથી પહેલાં આંદોલન મેં જ શરૂ કર્યું હતું. CAA-NRCના નામે વામપંથી અને કોંગ્રેસ જે કરી રહ્યા છે તેને આંદોલન ન કહી શકાય.

શિવસેના-આપે કહ્યું- અમને બેઠકની માહિતી નથી
શિવસેના અને આમ આદમી પાર્ટીએ કહ્યું કે, તેમને દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષની બેઠક વિશે કોઈ માહિતી નથી. લોકસભામાં શિવસેના સંસદીય દળના નેતા વિનાયક રાઉતે ન્યૂઝ એજન્સીને કહ્યું- અમને આ બેઠક વિશે કોઈ માહિતી નથી. અમને આવી કોઈ બેઠકમાં બોલાવવામાં આવ્યા નથી. મુંબઈમાં શિવસેનાના તમામ નેતાઓએ આ વિશે કોઈ નિવેદન આપ્યું નથી અને કહ્યું છે કે, લોકસભામાં પાર્ટીના નેતા જ આ વિશે નિવેદન આપશે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું છે ક, અમારા પક્ષને આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. તેથી બેઠકમાં સામેલ થવા વિશે કોઈ સવાલ જ ઉભો થતો નથી.
 

માયાવતીએ પ્રિયંકાની પીડિત પરિવારો સાથેની મુલાકાતને ડ્રામા ગણાવ્યો હતો
માયાવતીએ તાજેતરમાં જ રાજસ્થાનના કોટાની એક હોસ્પિટલમાં બાળકોના મોતના આંકડાઓ મામલે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો કોંગ્રેસ મહાસચિવ બાળકોને ગુમાવનાર માતાઓને મળવા કોટા નહીં જાય તો ઉત્તર પ્રદેશમાં પીડિત પરિવારો સાથેની તેમની મુલાકાતને રાજકીય હીત અને ડ્રામા જ માનવામાં આવશે.

સોનિયાએ CAAને ભાગલા પાડનાર કાયદો ગણાવ્યો
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ શનિવારે નાગરિકતા કાયદાને એક ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી કાયદો ગણાવ્યો છે, જેનો હેતુ લોકોના ધાર્મિક આધારે ભાગલા પાડવાનો છે. પાર્ટીએ સીએએને તાત્કાલિક પરત લેવા અને એનપીઆરની પ્રક્રિયા રોકવાની માંગણી કરી હતી.

આ પાર્ટીઓ બેઠકમાં સામેલ
આજે કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં નેશનલ કોંગ્રેસ પાર્ટી, દ્રવીડ મુનેત્ર કડંગમ (DMK), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લી, લેફ્ટ, રાષ્ટ્રીય જનતા જળ, (આરજેડી), સમાજવાદીપાર્ટી (એશપી) સહિત ઘણી પાર્ટીઓ સામેલ થઈ છે.
બેઠકમાં મહત્વનો મુદ્દો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU), જામિયા મિલ્લિયા ઈસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થયેલી હિંસા છે. આ મામલે કોંગ્રેસે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી પણ બનાવી છે. આ કમિટીએ તેમનો રિપોર્ટ હાઈ કમાનને સોંપી દીધો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો