આયાત / ડુંગળીના ભાવ ટૂંક સમયમાં ઘટે તેવી શક્યતા: 2,500 ટન જથ્થો ભારત પહોંચ્યોં

Onion prices are likely to fall shortly: 2,500 tonnes has reached India

  • ડુંગળીની વધતી કિંમતોથી પરેશાન લોકો માટે સારા સમાચાર
  • વધુ 3,000 ટન ડુંગળીનો જથ્થો ભારતીય બંદરો પર આવી પહોંચશે

Divyabhaskar.com

Nov 08, 2019, 04:01 PM IST

નવી દિલ્હી: ડુંગળીની વધતી કિંમતથી પરેશાન લોકો માટે રાહતભર્યા સમાચાર આવ્યાં છે. ડુંગળીના વધતા ભાવને અંકૂશમાં લેવા કેન્દ્ર સરકાર સક્રિય બની છે અને આયાતને ઝડપી બનાવી બજારમાં પુરવઠાની સ્થિતિને સામાન્ય કરવા પ્રયત્નશીલ બની છે. આ સાથે વિદેશમાંથી આશરે 2,500 ટન ડુંગળી બંદરો પર પહોંચી ગઈ છે ત્યારે વધુ 3,000 ટન ડુંગળીનો જથ્થો પણ ટૂંક સમયમાં ભારતીય બંદરો પર પહોંચી જશે. ડુંગળીનો આ જથ્થો છૂટક બજારમાં ટૂંક સમયમાં આવી જશે.

કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે 80 કન્ટેનરમાં 2,500 ટન ડુંગળી ભારતીય બંદરો પર પહોંચી ગઈ છે, 70 કન્ટેનર મિસ્રથી 10 કન્ટેનર નેધર્લેન્ડથી આયાત કરવામાં આવ્યા છે. વધુ 100 કન્ટેનરમાં 3,000 ટન ડુંગળીની પણ આયાત કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં ભારતીય બજારોમાં આવી જશે.

ડુંગળીના પુરવઠાને સામાન્ય બનાવવામાં આવી રહ્યો છે, દેશના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદને લીધે આ વર્ષ ડુંગળીના 30 થી 40 ટકા ઉત્પાદનને અસર થઈ છે. દેશના કેટલાક ભાગોમાં ડુંગળીના ભાવો પ્રતિ કીલો રૂપિયા 100 થઈ ગયા હતા. ખાદ્ય અને ગ્રાહક બાબતના પ્રધાન રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે ગત વર્ષની તુલનામાં આ વર્ષ ડુંગળીનું ઉત્પાદન 40 ટકા ઓછું થયું છે.આ વર્ષ દેશમાં ચોમાસામાં આશરે એક મહિનો વિલંબ થતા તથા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ડુંગળીના પાકને વ્યાપક નુકસાન પહોંચતા ભાવોમાં આ ઉછાળો આવ્યો છે.

મહારાષ્ટ્રના લાસલગાંવ હોલસેલ માર્કેટમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો રૂપિયા 55.50 થઈ ગયા છે, જે છેલ્લા ચાર વર્ષની ઉચ્ચ સપાટી પર છે. પ્રતિકૂળ સ્થિતિને પગલે છેલ્લા દસ દિવસમાં ડુંગળીના ભાવોમાં 200 થી 300 ટકા જેટલો વધારો થયો છે. ઓગસ્ટની શરૂઆતમાં ડુંગળીનો ભાવ પ્રતિ કીલો 10-15 વચ્ચે હતો. અત્યારે અમદાવાદના સ્થાનિક બજારમાં ડુંગળીનું 75 રૂપિયા ભાવ નોંધાયો હતો. અત્યારે અમાદાવાદના સ્થાનિક બજારોમાં ડુંગળીનું પ્રતિ કીલો રૂપિયા 75 ભાવથી વેચાણ થઈ રહ્યું છે.

X
Onion prices are likely to fall shortly: 2,500 tonnes has reached India
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી