એક વર્ષ નોકરી પર પણ ગ્રેજ્યુટી મળશે, કેન્દ્ર સરકાર શિયાળુ સત્રમાં બિલ લાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નિયમ પ્રમાણે, 5 વર્ષ પહેલા કોઈ કંપનીમાંથી નોકરી છોડવા પર ગ્રેજ્યુટી મળતી ન હતી
  • ગ્રેજ્યુટી કર્મચારીઓની CTCનો હિસ્સો છે, જેની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા છે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સોશયલ સિક્યોરીટી એન્ડ ગ્રેજ્યુટી નિયમમાં ફેરફાર કરવા માટે સંસદના શિયાળુ સત્રમાં સુધારો બિલ લાવવા માટે જઈ રહી છે. જેમાં ગ્રેજ્યુટી માટે નક્કી 5 વર્ષની સમય મર્યાદાને ઓછી કરીને એક વર્ષ કરી શકાય છે. જો કે હાલ ગ્રેજ્યુટી એવા જ લોકોને મળે છે, જે લોકોએ કંપનીમાં સતત પાંચ વર્ષ સુધી નોકરી કરતા હોય. 
પાંચ વર્ષ પહેલા નોકરી છોડવા પર ગ્રેજ્યુટી મળતી નથી. નિયમમાં ફેરફાર કરવાથી એવા લોકોને રાહત મળશે જે 5 વર્ષ પહેલા નોકરી બદલી દે છે. ગ્રેજ્યુટી તમારા CTCનો ભાગ હોય છે. જેની મહત્તમ સીમા 20 લાખ રૂપિયા છે. 

અન્ય સમાચારો પણ છે...