ટ્રાફિક નિયમ / દિલ્હીમાં ટ્રક ઓવરલોડ હોવાથી 1.41 લાખનો દંડ ફટકારાયો, ડ્રાઈવરે રોહિણી કોર્ટમાં રકમ ભરી

charges Rs 1.5 lakh due to overload in Delhi, driver deposits money in Rohini court

  • ટ્રક ચાલકે 9મી સપ્ટેમ્બરે આ મેમાની રકમ દિલ્હીની રોહિણી કોર્ટમાં ભરી 
  • ડ્રાઈવર પાસેથી 41 હજાર 700 રૂપિયાનો મેમો વસુલાયો છે

Divyabhaskar.com

Sep 11, 2019, 05:30 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીમાં નવા ટ્રાફિક નિયમ પ્રમાણે રાજસ્થાનના એક ટ્રકનો હજાર નહીં પણ લાખ રૂપિયાના મેમો ફાડવામાં આવ્યો છે. ટ્રકમાં નક્કી કરાયેલી મર્યાદા કરતા વધારે સામાન ભર્યો હોવાના કારણે ડ્રાઈવર પાસેથી 41 હજાર 700 રૂપિયાનો મેમો વસુલવાયો છે. ટ્રક ચાલકે 9મી સપ્ટેમ્બરે આ મેમાની રકમ દિલ્હીની રોહિણી કોર્ટમાં ભરી છે.

મોટર વ્હીકલ અમેન્ડમેન્ટ એક્ટ 2019 લાગુ થયા બાદ રોજ મોટી રકમનું ચલણ લેવાના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોમાં લોકો હજારો રૂપિયાનું ચલણ ભરી ચુક્યા છે. હવે તો ટ્રાફિકનો નિયમ તોડનારા લોકો તેમની ગાડીની અડધી અથવા તો તેની પુરે પુરી કિંમતનો મેમો ભરવો પડે છે.

હરિયાણાના ગુરુગ્રામમાંથી થોડા દિવસો પહેલા એક કેસ સામે આવ્યો છે. જેમાં 15 હજાર રૂપિયાની સ્કૂટીનું ચલાન 23 હજાર રૂપિયા કાપવામાં આવ્યું છે. તો બીજી બાજુ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં એક વ્યક્તિને 25 હજારમાં ઓટો રિક્ષા ખરીદી હતી, પરંતુ ટ્રાફિકનો નિયમ તોડવા અંગે તેનો 47,500 રૂપિયાનું ચલાન કપાયું હતું.

X
charges Rs 1.5 lakh due to overload in Delhi, driver deposits money in Rohini court
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી