તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • On The Second Day Of Ayodhya Verdict, Eid Miladunnabi Procession With Tiranga Kicks Off With Normalcy In Kashi Mathura

અયોધ્યા ચુકાદાના બીજા દિવસે કાશી-મથુરામાં સામાન્ય સ્થિતિ, તિરંગા સાથે ઈદ મિલાદુન્નબીનું જુલૂસ નિકળ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાશીના વિશ્વનાથ મંદિર અને મથુરાના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યા પર કોઈ અસર થઈ નહીં
  • બારાવફાતના જુલૂસ પાસે એમ્બ્યુલન્સ ફસાઈ તો મુસ્લિમ યુવકોએ તે માટે માર્ગની વ્યવસ્થા કરી
  • બન્ને શહેરોમાં મંદિરોની આજુબાજુ દુકાનો ખુલી રહી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખી અર્ધસૈનિક દળ ફરજ પર

વારાણસી/મથુરાઃ અયોધ્યામાં 134 વર્ષ જૂના જમીન વિવાદનો ઉકેલ મેળવ્યા બાદ રવિવારે ઉત્તરપ્રદેશના કાશી અને મથુરામાં સ્થિતિ સામાન્ય રહી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કાશીના વિશ્વનાથ મંદિર અને મથુરાના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યા પર કોઈ જ અસર થઈ નથી. સવારથી જ શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર દર્શન માટે લોકોની ભારે ભીડ જોવા મળતી હતી. જોકે, રજાનો દિવસ હોવાથી વિશ્વનાથ મંદિરની ગલીઓમાં મોટાભાગે દુકાનો બંધ રહી હતી. અહીં પણ કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી હતી. બનારસ અને મથુરામાં પરંપરાગત રીતે ઈદ મિલાદુન્નબી પ્રસંગે બારાવફાતનું જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકોના હાથમાં ત્રિરંગો જોવા મળતો હતો. વિશ્વનાથ મંદિર પાસે જુલૂસમાં એક એમ્બ્યુલસ ફસાઈ ગઈ તો મુસ્લિમ યુવકોએ માર્ગ કરી આપવા વ્યવસ્થા કરી હતી. 

1. કાશી વિશ્વનાથ મંદિરઃ અહીં સામાન્ય દિવસોની માફક શ્રદ્ધાળુઓ બાબા ભોલેનાથના દર્શન માટે પહોંચ્યા હતા. રવિવારથી મંદિરની મોટાભાગની ગલીઓમાં દુકાનો બંધ રહી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ અંગે જે ચુકાદો આપ્યો હતો ત્યારબાદ અહીં પણ સુરક્ષા કડક હતી.

2. કાળ ભૈરવ મંદિરઃ અહીં પણ શ્રદ્ધાળુઓની સંખ્યા સામાન્ય દિવસોની માફક રહી હતી. ફુલમાળા, પ્રસાદ, સાડીઓની દુકાનો ખુલ્લી રહી હતી. જોકે સુરક્ષાની દ્રષ્ટિએ અહી અર્ધલશ્કરી દળના જવાનો ફરજ પર હતા. કાળ ભૈરવને કાશીના કોટવાળ કહેવામાં આવે છે.
3. ગંગા ઘાટઃ કાર્તિક મહિનામાં ગંગા સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. રવિવારે પ્રદોષ હોવાથી વ્રત અને સ્નાન કરનારા શ્રદ્ધાળુઓ ગંગાના વિવિધ ઘાટો પર પહોંચ્યા હતા. જોકે અન્ય જિલ્લામાંથી આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા ચોક્કસપણે ઓછી હતી. લોકોએ ઘાટ પર પૂજા-અર્ચના પણ કરી હતી.
4.શ્રકૃષ્ણ જન્મભૂમિઃ મથુરામાં શનિવાર અને રવિવારના દિવસે સામાન્ય રીતે ભીડ રહે છે. અયોધ્યા અંગે ચુકાદો આવ્યા બાદ આજે અહીં આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યામાં કોઈ અસર થઈ ન હતી. સવારે શ્રીકૃષ્ણની જન્મસ્થલી પર દર્શન કરનારાઓની ભારે ભીડ રહી હતી. અહીં પ્રશાસને સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરી છે.
5.બાંકે બિહારીઃ વૃંદાવનમાં બાંકે બિહારી સમહિત તમામ મંદિરોમાં શ્રદ્ધાળુઓમાં સામાન્ય માહોલ હતો. સવારે શ્રૃગાર આરતી સમયે બાંકે બિહારી મંદિર પરિસરમાં ભારે ભીડ હતી. આરતી બાદ અહીં બાંકે બિહારીમાં જયઘોષ ગુંજતો હતો. બપોરે આરતીના સમયે પણ ભારે ભીંડ હતી.
6. ગોવર્ધનઃ એકાદશીથી પૂર્ણિમા દરમિયાન ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમાનું ખાસ મહત્વ રહેલું છે. શુક્રવારે એકાદશીથી અને મંગળવારે પૂર્ણિમા છે. શનિવારે અયોધ્યા કેસનો ચુકાદો આવ્યો તે અગાઉથી જ ગિરિરાજની પરિક્રમા માટે લોકો આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓની આવવાનો ક્રમ સામાન્ય હતો.