• Gujarati News
  • National
  • Of The 70 New MLAs, 52 Millionaires, More Than Last Time; The Criminal Record Also Increased To 19

નવા 70 ધારાસભ્યોમાંથી 52 કરોડપતિ, ગત વખત કરતા 8 વધારે; ગુનાહિત રેકોર્ડ પણ 19 વધ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુંડકા બેઠક પરથી AAP ધારાસભ્ય ધરમપાલ લાકડા પાસે 292 કરોડની સંપત્તિ, મંગોલપુરીથી AAP ધારાસભ્ય રાખી બિરલા પાસે સૌથી ઓછી સંપત્તિ
  • 2015માં સત્તાવાર રેકોર્ડ વાળા 24 ધારાસભ્ય હતા, નવી વિધાનસભામાં આવા ધારાસભ્યોની સંખ્યા વધીને 43એ પહોંચી,કેજરીવાલ પર 13 કેસ ચાલી રહ્યા છે.

નવી દિલ્હીઃ નવી વિધાનસભાના 70 ધારાસભ્યોમાંથી 52 કરોડપતિ છે, એટલે કે તેમની પાસે 1 કરોડ રૂપિયા કરતા વધારેની સંપત્તિ છે. મુંડકા બેઠક પરથી ધારાસભ્ય ધરમપાલ લાકડા સૌથી ધનવાન ધારાસભ્ય છે. તેમની પાસે 292 કરોડ રૂપિયા કરતા વધારેની સંપત્તિ છે, જ્યારે સૌથી ઓછી 76 હજાર 421 રૂપિયાની સંપત્તિ AAP ધારાસભ્ય રાખી બિરલા પાસે છે. નવી વિધાનસભામાં કરોડપતિ ધારાસભ્યોની સંખ્યા પણ વધી ગઈ છે. ગત વિધાનસભામાં 44 ધારાસભ્યો કરોડપતિ હતા.

પાર્ટીઆ વખત કેટલા કરોડપતિગઈ વખતે કેટલા હતા
AAP4541
BJP73

5 વર્ષ પહેલા સૌથી અમીર રહેલા પ્રમિલાની સંપત્તિ ઘટી 
2015માં AAP ધારાસભ્ય પ્રમિલા ટોકસ સૌથી વધારે અમીર હતા. તેમની પાસે એ વખતે 87.91 કરોડ રૂપિયાની સંપત્તિ હતી, જે અત્યાર સુધી ઘટીને 80.89 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

નામ/ સીટપાર્ટીસંપત્તિ(રૂપિયામાં)
ધરમપાલ લાકડા , મુંડકાAAP292.12 કરોડ
પ્રમિલા ટોક્સ, આરકેપુરમ

AAP

80.89 કરોડ
રાજકુમાર આનંદ, પટેલનગર

AAP

78.91 કરોડ

ધનવંતી ચંદેલા, રાજૌરી ગાર્ડન

AAP

56.90 કરોડ

નરેશ બાલ્યાન, ઉત્તમનગર

AAP

56.40 કરોડ

મંગોલપુરીથી AAP ધારાસભ્ય રાખી બિરલા પાસે સૌથી ઓછી સંપત્તિ 
ગત વખતે પણ સૌથી ઓછી સંપત્તિ રાખી બિરલા પાસે હતી. તેમની પાસે એ વખતે 18 હજાર રૂપિયાની સંપત્તિ હતી.

નામ/સીટપાર્ટીસંપત્તિ(રૂપિયામાં)
રાખી બિડલા,મંગોલીપુર

AAP

76 હજાર 421
સંજીવ ઝા, બુરાડી

AAP

10.37 લાખ
સોમદત્ત, સદરબજાર

AAP

11.96 લાખ
ભાવના ગૌડ,પાલમ

AAP

14.28 લાખ
ઋતુરાજ ઝા, કિરાડી

AAP

14.88 લાખ

સત્તાવાર રેકોર્ડઃ 43 ધારાસભ્યો પર ક્રિમિનલ કેસ, ગત વખતે 19 વધારે 
નવા ધારાસભ્યોમાં 43 આવા ધારાસભ્યો છે, જેમની પર ગુનાહિત કેસ ચાલી રહ્યા છે. જેમાંથી 5 ભાજપ અને AAPના 38 ધારાસભ્યો છે.  સૌથી વધારે 13 કેસ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નોંધાયેલા છે. 2015માં કેજરીવાલ પર 10 કેસ ચાલી રહ્યા હતા. 2015માં 24 ધારાસભ્ય ગુનાહિત રેકોર્ડ વાળા હતા. જેમાંથી 23 AAP અને એક ભાજપના હતા. 

7 ધારાસભ્ય 10મું પાસ, 14 ધારાસભ્ય 12મું પાસ 
ઉત્તમનગરથી જીતેવા નરેશ બાલ્યાન અને સીલમપુરથી જીતેવા અબ્દુલ રહેમાન સૌથી ઓછા ભણેલા ધારાસભ્ય હશે. બન્ને આઠમું પાસ છે. 7 ધારાસભ્ય 10મું પાસ છે.14 ધારાસભ્ય 12મું પાસ છે. જેમાંથી ભાજપના મોહન સિંહ બિષ્ટને છોડીને તમામ AAPના છે. 18 ધારાસભ્ય પોસ્ટ ગ્રેજ્યુએટ છે. જેમાંથી બે ભાજપના અને 16 AAPના છે. 24 ધારાસભ્ય ગ્રેજ્યુએટ છે. જેમાંથી 5 ભાજપની ટિકિટ પર જીત્યા છે. 5 ધારાસભ્ય અલગ અલગ ડિપ્લોમા કરી ચુક્યા છે.

કુલદીપ સૌથી યુવાન, રામ નિવાસ સૌથી વધારે ઉંમરવાળા 
કોંડલીથી જીતેલા 30 વર્ષના કુલદીપ કુમાર સૌથી યુવાન ધારાસભ્ય છે. શાહદરાથી જીતેલા 72 વર્ષના રામ નિવાસ ગોયલ સૌથી વધારે ઉંમરલાયક છે. ગોયલ ગત વિધાનસભામાં અધ્યક્ષ રહી ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...