તમિલનાડુ / NIAના 7 સ્થળો પર દરોડા, શ્રીલંકા બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડનો ફેસબુક ફ્રેન્ડ સંતાયો હોવાની આશંકા

Divyabhaskar.com

Jun 12, 2019, 02:52 PM IST
NRI fights at 7 places, Sri Lankan blast mastermind's Facebook friend suspects hiding

  • રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંદિગ્ધો વિરુદ્ધ નવો કેસ દાખલ કર્યો છે 
  • ઈનપુટ મળ્યા છે કે શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી જહરાન હાશિમનો મિત્ર કોઈમ્બતૂરમાં છે 

ચેન્નાઈઃ તમિલનાડુના કોઇમ્બતૂરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISI)સાથે જોડાયેલા સંદિગ્ધ લોકો સામે નવો કેસ દાખલ કર્યો છે. આ સાથે જ બુધવારે કોઇમ્બતૂરના 7 સ્થળો પર દરોડા પણ પાડવામાં આવ્યાં છે. એજન્સીને માહિતી મળી હતી કે શ્રીલંકામાં 21 એપ્રિલે થયેલા બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી જહરાન હાશિમનો મિત્ર કોઇમ્બતૂરમાં જ ક્યાંક રહે છે. આ સંદિગ્ધ વ્યક્તિને હાશિમનો ફેસબુક ફ્રેન્ડ ગણાવવામાં આવી રહ્યો છે. શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 11 ભારતીય સહિત 258 લોકો મોતને ભેટ્યા હતા.

NIAને ગુપ્ત વિભાગે માહિતી આપી હતી કે કોઇમ્બતૂરમાં જહરાનના ફેસબુક સહિત અન્ય ISના શંકાસ્પદ લોકો છુપાયા છે. આ પહેલા મેમાં પણ NIA તમિલનાડુમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તે દરમિયાન NIAએ ISના સંદિગ્ધ આતંકીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સાથે જ તપાસ એજન્સીઓએ ગત મહિને ચેન્નાઈમાં સર્ચ ઓપરેશન પણ કર્યું હતું.

શ્રીલંકાએ 7 આતંકીઓના છુપાયા હોવાની જાણકારી આપીઃ શ્રીલંકાએ પણ માહિતી આપી છે કે કોઇમ્બતૂરમાં IS સાથે જોડાયેલા 7 આતંકીઓ છુપાયા છે. NIAએ આ આધારે પણ તમામ સામે મામલો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ભારતીય તપાસ એજન્સીએ શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયેલા સંદિગ્ધોની તપાસમાં કેરળમાં પણ દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ 28 એપ્રિલે કેરળના કાસરગોડ અને પલક્કડના ચાર ઘરોમાં તપાસ કરી હતી. NIAની તપાસમાં સામે આવ્યું હતું કે બ્લાસ્ટનું પ્રિ-પ્લાનિંગ કરવા માટે આતંકીઓ થોડા દિવસો સુધી કેરળમાં રોકાયા હતા.

NIAએ 28 એપ્રિલના રોજ કાસરગોડથી ત્રણ સંદિગ્ધોની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીએ સંદિગ્ધો પાસેથી ફરાર થયેલા ઈસ્લામિક ઉપદેશક જાકિર નાઈકના ભાષણોની સીડી અને અન્ય ડિઝીટલ ઉપકરણો પણ જપ્ત કર્યા હતા.

X
NRI fights at 7 places, Sri Lankan blast mastermind's Facebook friend suspects hiding
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી