ઝારખંડ / 2024માં મત માગવા આવીશ તે પહેલા સમગ્ર દેશમાં NRC લાગુ કરીશું: અમિત શાહ

  • શાહે કહ્યું- ભાજપ દરેક ઘુસણખોરને દેશની બહાર કાઢવાનું કામ કરશે.
  • હેમંત અને વિપક્ષનો ઉદ્દેશ ફક્ત સત્તા મેળવવાનો છે, ભાજપ રાજ્યનો વિકાસ ઈચ્છે છે.
  • રાહુલબાબા તમારા 55 વર્ષના શાસન અને અમારા 5 વર્ષના શાસનનો હિસાબ લઈ મેદાનમાં આવો.
  • ભાજપની સરકાર આદિવાસીઓનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન અટકાવવા કાયદો લઈને આવી

Divyabhaskar.com

Dec 03, 2019, 11:13 AM IST
રાંચીઃ ઝારખંડના ચક્રધરપુર અને બહરાગોડામાં સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી જનસભામાં કહ્યુ હતું કે જ્યારે હું તમારી પાસે વર્ષ 2024માં મત માગવા માટે આવું તે અગાઉ સમગ્ર ભારતમાં NRC (નેશનલ રજિસ્ટર્ડ ઓફ સિટીજન) લાગુ કરી એક-એક ઘુસણખોરોને બહાર કાઢવાનું કામ ભાજપ કરશે. હેમંત અને વિપક્ષનો ઉદ્દેશ ફક્ત સત્તા મેળવવાનો છે, જ્યારે ભાજપ ઝારખંડને વિકાસના માર્ગ પર આગળ લઈ જવા માગે છે. ગૃહ પ્રધાન શાહ ચક્રધરપુરમાં પક્ષના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપના ઉમેદવાર લક્ષ્મણ ગિલુવા તથા બહરાગોડાથી ભાજપના ઉમેદવાર કુણાલ ષાડંગીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. શાહે રામમંદિરને લઈ કોંગ્રેસ પર નિશાન સાધ્યુઃ-
  • શાહે કહ્યું- કોંગ્રેસના નેતા સુપ્રીમ કોર્ટમાં જઈને કહેતા હતા કે રામજન્મ ભૂમિ કેસ ચલાવવાની જરૂર નથી. અમે આગ્રહ કર્યો કે કેસ ચાલવો જોઈએ, તેનુ પરિણામ એ આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કેઅયોધ્યામાં જ રામ મંદિર બનશે.
  • આજે રાહુલ ગાંધી ઝારખંડ આવ્યા છે. હું તેમને ચેલેન્જ આપું છું કે રાહુલ બાબા તમારા 55 વર્ષના શાસન અને અમારા 5 વર્ષના શાસનનો હિસાબ લઈને મેદાનમાં આવો. ભાજપે વિકાસની ગંગા આદિવાસી દલિત સમાજના ઘર સુધી પહોંચાડી છે.
  • મને વિશ્વાસ છે કે ઝારખંડ ઈચ્છતુ હતું કે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ બને. ઝારખંડ ઈચ્છે છે કે આતંકવાદ ખતમ થાય. ઝારખંડ ઈચ્છે છે કે નક્સલવાદ ખતમ થાય. ઝારખંડ ઈચ્છે છે કે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બને.
  • ઝારખંડની પ્રજાએ અનેક સરકારો, અનેક પક્ષોની સરકારો જોઈ છે. પરંતુ અહીંની પ્રજાના વિકાસને ધ્યાનમાં લેવામાં આવ્યો ન હતો, કારણ કે કોઈ સરકાર પૂર્ણ બહુમતીવાળી સરકાર ન હતી. વર્ષ 2014માં પૂર્ણ બહુમતીવાળી સરકાર આવ્યા બાદ રઘુવર દાસ મુખ્યમંત્રી બન્યા હતા અને ઝારખંડને વિકાસના માર્ગ પર આગળ વધાર્યું હતું. ભાજપની સરકાર આદિવાસીઓના બળજબરીપૂર્વક થતા ધર્મપરિવર્તનને અટકાવવા માટે કાયદો લઈને આવી હતી.
  • 7મી ડિસેમ્બરના રોજ જ્યારે તમે મત આપવા જશો તો એ વિચાર ન કરતા કે તમે કોઈ ધારાસભ્ય, પ્રધાન કે મુખ્યમંત્રી માટે મતદાન કરો છો. તમારો મત ઝારખંડને વિકાસના માર્ગ પર આગલ લઈ જવા માટે હશે.
  • હેમંતને પૂછવા માંગુ છું કે જ્યારે ગુરુજી અને ભાજપ અલગ રાજ્ય માટે આંદોલન કરતા હતા ત્યારે ઝારખંડના યુવાનો પર ગોળીયો અને દંડા કોણે વરસાવ્યા હતા? કોંગ્રેસ પક્ષ આ બધુ કરતી હતી અને આજે સત્તાની લાલચને લીધે હેમંત સોરેન કોંગ્રેસના ખોળામાં બેસીને મત માગવા નિકળ્યા છે.

7મી ડિસેમ્બરના રોજ 20 બેઠકો પર મતદાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણી અંતર્ગત બીજા તબક્કામાં 7મી ડિસેમ્બરના રોજ 20 બેઠકો પર મતદાન છે. તેમા સિમડેગા, બહરાગોડા, ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, જમશેદપુર પૂર્વ, જમશેદપુર પશ્ચિમ, સરાયકેલા, ચાઈબાસા, મઝગાંવ, જગન્નાથપુર, મનોહરપુર, ચક્રધરપુર, ખરસાંવા, તમાડ, તોપરા, ખૂટી, માન્ડર, સિસઈ, અને કોલેબરા બેઠકનો સમાવેશ થાય છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી