NRC દેશભરમાં લાગુ થશે: ગૃહમંત્રી અમિત શાહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૃહમંત્રી અમિત શાહ - Divya Bhaskar
ગૃહમંત્રી અમિત શાહ
  • હરિયાણા અને ઉત્તર પ્રદેશ એનઆરસી લાગુ કરશે
  • આસામમાં 3.30 કરોડ લોકોએ નાગરિકતા માટે આવેદન કર્યું હતું.

રાંચી, એજન્સી:  ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડની રાજધાની રાંચીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ સમગ્ર દેશમાં લાગુ થશે. લોકસભા ચૂંટણીમાં અમે વચન આપ્યું હતું કે, અમારો પક્ષ એનઆરસી લાગુ કરશે. દુનિયામાં કોઈ દેશ એવો નથી, જ્યાં કોઈ પણ જઈને રહેવા લાગે, તો ભારત તેમાં અપવાદ કેમ હોવું જોઈએ. અમે આસામ સિવાયના રાજ્યોમાં તે લાગુ કરીશું. શાહે કહ્યું કે, એનઆરસીનો અર્થ નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ છે, નહીં કે નેશનલ રજિસ્ટર ઓફ આસામ. શું કોઈ પણ વ્યક્તિ અમેરિકા કે ઈંગ્લેન્ડ જઈને રહી શકે છે? જો ના, કોઈ પણ ભારત આવીને કેવી રીતે રહી શકે? 

હરિયાણા-ઉ.પ્ર.માં પણ સંકેત
હાલમાં જ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંકેત આપ્યો હતો કે, તેઓ પણ પોતપોતાના રાજ્યોમાં એનઆરસી લાગુ કરશે. 

આસામમાં ગેરકાયદે રહેતા લોકો 
આસામમાં 3.30 કરોડ લોકોએ નાગરિકતા માટે આવેદન કર્યું હતું. 31 ઓગસ્ટે જારી એનઆરસીની અંતિમ યાદીમાં 19 લાખ લોકોને સ્થાન નથી મળ્યું. સુપ્રીમ કોર્ટે NRC તૈયાર કરવાનો હુકમ કર્યો હતો. 

  • બે કરોડ બાંગ્લાદેશી ગેરકાયદે રીતે દેશમાં રહે છે. (2016માં રાજ્યસભામાં ભાજપ સરકાર દ્વારા લેખિત જવાબ)
  • 1.2 કરોડ ગેરકાયદે બાંગ્લાદેશી હોવાનું 2004માં યુપીએ સરકારે કહ્યું હતું. તેમાંથી 50 લાખ એકલા આસામમાં જ રહેતા હતા. (જોકે, બાદમાં સરકારે આ આંકડા પાછા ખેંચ્યા હતા)