તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પટનાઃ મુખ્યમંત્રી નીતિશ કુમારે સ્પષ્ટતા કરી છે કે બિહારમાં કોઈ પણ હાલમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એટલે કે NRCને લાગુ કરવામાં ન આવે. સોમવારે બિહાર વિધાનમંડળના વિશેષ સત્રને સંબોધતા તેમણે કહ્યું કે, રાજ્યમાં NRC લાગુ કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. જ્યારે કેન્દ્રમાં રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે આસામના સંદર્ભમાં NRCની વાત થઈ હતી. દેશના સંદર્ભમાં NRCની વાત ક્યારેય થઈ નથી.
નીતિશ કુમારે વધુમાં કહ્યું કે, દેશમાં NRC લાગુ કરવાનો કોઈ ફાયદો નથી. NRC અંગે વડાપ્રધાન મોદી પણ સ્પષ્ટપણે પોતાની વાત કહી ચુક્યા છે. એવામાં NRC પર ચર્ચા કરવાનો કોઈ ફાયદો નથી.
કેન્દ્ર પાસે જાતિના આધારે જનગણતરી કરાવવાની માંગ
મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને માંગ કરી છે કે એક વખત જાતિના આધારે જનગણતરી થવી જોઈએ. નીતિશે કહ્યું કે, 1930માં છેલ્લી વખત જાતિના આધારે જનગણતરી હતી. 2010માં જનગણતરી સાથે જ જાતિની પણ ગણતરી કરવાની માંગ ઉઠી હતી. ધર્મના આધારે તો જનગણતરી થઈ જાય છે પણ જાતિ વિશે તથ્ય સામે નથી આવી શકતા. અમે કેન્દ્ર સરકારને અમારો મત કહીશું. જાતિના આધારે જનગણનામાં કોઈ પરેશાની ન થવી જોઈએ.
‘NPRના મુદ્દે ચર્ચા કરવામાં આવે’
નીતિશે એવું પણ કહ્યું કે, આ દિવસોમાં જનગણતરી અંગે બોલાચાલી થઈ રહી છે. 2010માં જે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર એટલે કે NPR થયો હતો તેની પર રાજ્ય સરકારે પહેલાથી જ સહમતિ આપી દીધી હતી. પરંતુ હવે એ વાત સામે આવી રહી છે કે NPRમાં અન્ય વાત વિશે પુછવામાં આવી રહ્યું છે. આ મુદ્દે ગૃહમાં ચર્ચા થવી જોઈએ. અમે દરેક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ.
CAA અને NRCના મુદ્દે JNUમાં બે ફાડ જેવી સ્થિતિ
નાગરકિતા કાયદો એટલે કે CAA અને NRCના મુદ્દે JDUમાં બે ભાગ પડી ગયા છે. ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર જ્યાં CAA અને NRCનો વિરોધ કરી રહ્યા છે. તો બીજી બાજુ પાર્ટીના અન્ય નેતા CAAના પક્ષમાં છે. રવિવારે પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, બિહારમાં CAA અને NRC લાગુ નહીં કરવામાં આવે. જ્યારે JDU મહાસચિવ આરસીપી સિંહે કહ્યું કે, લોકોને CAA અને NRCથી ગભરાવાની જરૂર નથી. CAA અંગે ઘણા લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે. આ કાયદો નાગરિકતા આપનારો છે, કોઈનો અધિકાર નહીં છીનવાય. NRC અંગે RCP સિંહે એવું પણ કહ્યું કે, જે હજુ આવ્યું નથી તેનો વિરોધ કરવો સમજણથી જ બહાર છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.