રિપોર્ટમાં દાવો / ભાગેડુ નિત્યાનંદે ઈક્વાડોર પાસે ટાપુ પર નવો દેશ બનાવ્યો

નિત્યાનંદ સ્વામીની ફાઇલ તસવીર
નિત્યાનંદ સ્વામીની ફાઇલ તસવીર

  • ટાપુનું નામ કૈલાસા રાખ્યું, વેબસાઈટ પણ બનાવી
  • કર્ણાટકમાં દાખલ દુષ્કર્મના કેસમાં નિત્યાનંદ વોન્ટેડ
  • ડીપીએસ ઈસ્ટ સ્કૂલના આશ્રમમાં યુવતીઓના શોષણ કેસમાં પણ નિત્યાનંદ વોન્ટેડ

Divyabhaskar.com

Dec 04, 2019, 02:09 AM IST
નવી દિલ્હી: દુષ્કર્મના આરોપમાં ફરાર અને હાલમાં અમદાવાદની ડીપીએસ ઈસ્ટના વિવાદમાં કેન્દ્રમાં મનાતા નિત્યાનંદ સ્વામી ફરી ચર્ચામાં છે. તેણે દક્ષિણ આફ્રિકામાં ત્રિનિદાદ એન્ડ ટોબેકો પાસે ઈક્વાડોર નજીક એક ટાપુ પર પોતાનો નવો દેશ બનાવ્યો છે. તેનું નામ કૈલાસા રાખ્યું છે. જોકે આ રિપોર્ટને કોઈ સમર્થન નથી. કર્ણાટકમાં દાખલ દુષ્કર્મના કેસમાં નિત્યાનંદ વોન્ટેડ છે. તો બીજીબાજુ અમદાવાદમાં ડીપીએસ ઈસ્ટ સ્કૂલના આશ્રમમાં યુવતીઓના શોષણ તથા બાળકોને બંધક બનાવવાના કેસમાં પણ તે વોન્ટેડ છે. તે નેપાળના રસ્તે ઈક્વાડોર ભાગ્યો હોવાનું મનાય છે.
DPS ઇસ્ટના હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું
અમદાવાદની ડીપીએસ સ્કૂલમાં નિત્યાનંદને કારણે વિવાદ થતાં શાળા બંધ કરવી પડી છે અને હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાયું છે. સીબીએસઈની ટીમ બુધવારે અમદાવાદ આવીને વધુ તપાસ કરશે. ડીપીએસ સ્કૂલના સંચાલકો હજુ પણ ભૂગર્ભમાં જ છે.
X
નિત્યાનંદ સ્વામીની ફાઇલ તસવીરનિત્યાનંદ સ્વામીની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી