ભાસ્કર રિસર્ચ / નિર્ભયાના 3 દુષ્કર્મી પાસે કાયદાકીય વિકલ્પ બાકી, કોઈ એકની અરજી પેન્ડિગ રહેશે તો ચારેયની ફાંસીમાં વિલંબ થશે

Nirbhaya's three misdemeanors have pending legal option, pending the application of one, all four will be hanged.
Nirbhaya's three misdemeanors have pending legal option, pending the application of one, all four will be hanged.

  • નિર્ભયાના 4 દુષ્કર્મી પૈકી એક પાસે વિકલ્પ નથી, એક પાસે દયા અરજી, બે પાસે દયા અરજી અને ક્યુરેટીવ પિટીશનનો વિકલ્પ 
  • પ્રિઝન મેન્યુઅલના મતે રાષ્ટ્રપતિ જો દયા અરજી નકારે તો 14 દિવસ બાદ તમામ દોષિતોને ફાંસી આપવામાં આવશે
  • દિલ્હી પ્રિઝન મેન્યુઅલ 2018ના મતે મોતની સજા મેળવનાર કેદીને ત્યાં સુધી ફાંસી નહીં થાય કે જ્યાં સુધી તેમની પાસે રહેલા તમામ કાયદાકીય વિકલ્પ પૂરા ન થાય

Divyabhaskar.com

Jan 16, 2020, 04:36 PM IST

નવી દિલ્હીઃ નિર્ભયા કેસના ચારેય દોષિત મુકેશ, વિનય, અક્ષય અને પવનને 22મી જાન્યુઆરીના રોજ ફાંસી આપવામાં ન આવે તેવી શક્યતા છે. અલબત, એક દુષ્કર્મી મુકેશે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી મોકલી આપી છે. આ ઉપરાંત વિનય પાસે પણ દયા અરજીનો વિકલ્પ છે. અક્ષય અને પવન પાસે હજુ ક્યુરેટીવ પિટીશન અને દયા અરજી, બન્ને વિકલ્પ રહેલા છે. દિલ્હી પ્રિઝન મેન્યુઅલ, 2018 પ્રમાણે જો કોઈ કેસમાં એક કરતા વધારે દોષિતોને ફાંસીની સજા આપવામાં આવી હોય અને તેમા કોઈ પણ અરજી પડતર હોય તો તે અંગે જ્યાં સુધી કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી તમામ દોષિતોને ફાંસીની સજા મોકૂફ રહી શકે છે.

તિહાર જેલ પ્રશાસનના વકીલે પણ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું છે કે ચારેય દોષિતોને 22મી જાન્યુઆરીની સવારે 7 વાગે ચોક્કસપણ ફાંસી આપી શકાય તેમ નથી, કારણ કે એક દોષીની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ છે. અમે નિયમથી બંધાયેલા છીએ, અરજી નકારવામાં આવે તેવા સંજોગોમાં પણ 14 દિવસની નોટિસ આપવી પડે છે.

22મીના રોજ શાં માટે ફાંસી નહીં, તેની પાછળના 4 કારણ

1. દિલ્હી પ્રિઝન મેન્યુઅલ,2018 પ્રમાણે દોષિતો પાસે ડેથ વોરંટ અથવા ફાંસીની સજા સામે આગળ અપીલ કરવાનો અધિકાર હોય છે. તેમા જેલના સુપરીનટેન્ડન્ટ જ તેમની મદદ કરવા માટેની જવાબદારી ધરાવે છે. દોષિતો પાસે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર છે. જો તેઓ અપીલ કરે છે તો તેમને ત્યાં સુધી ફાંસી આપી શકાય નહીં કે જ્યાં સુધી તેમની અપીલ પર અંતિમ ચુકાદો ન આવી જાય અથવા અપીલ નકારી દેવામાં ન આવે.

2. સુપ્રીમ કોર્ટ પાસેથી રાહત ન મળવાના સંજોગોમાં તમામ દોષિતો પાસે 7 દિવસમાં રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી મોકલવાનો અધિકાર છે. મોતની સજા પામનાર દોષિતોને 7 દિવસ બાદ પણ દયા અરજી મોકલવાનો અધિકાર છે. આ સંજોગોમાં જ્યાં સુધી દયા અરજી પર અંતિમ નિર્ણય ન આવી જાય ત્યાં સુધી ફાંસી આપી શકાય નહીં.

3.તમામ દોષિત રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરે છે અને તમામ અરજી નકારવામાં આવે છે તો આ સ્થિતિમાં પણ દોષિતને 14 દિવસનો સમય મળે છે. સુપ્રીમ કોર્ટે 14 દિવસનો સમય નક્કી કર્યો છે, જે દોષિતોને મિત્રો-સંબંધિઓને મળવા તથા આવશ્યક કામો પૂર્ણ કરવા માટે આ સમય આપવામાં આવે છે.

4. દિલ્હી પ્રિઝન મેન્યુઅલના 837માં મુદ્દા પ્રમાણે જો એક જ કેસમાં એક કરતા વધારે દોષિતોને ફાંસીની સજા મળેલી હોય છે અને તે પૈકી કોઈ એક અપીલ કરે છે. આ સ્થિતિમાં તમામ દોષિતોની ફાંસી ત્યાં સુધી મોકૂફી રહે છે કે જ્યાં સુધી અપીલ પર ચુકાદો ન આવી જાય.

(નિર્ભયા કેસમાં 4 દોષિતો પૈકી એક દોષિતે દયા અરજી મોકલી છે. આ અંગે ચુકાદો બાકી છે અને ચુકાદા બાદ પણ 14 દિવસનો સમય મળવો નક્કી છે. બીજીબાજુ, 3 દોષિતો પાસે હજુ પણ કાયદાકીય વિકલ્પ રહેલો છે. માટે તિહારના વકીલે કહ્યું કે 22મી જાન્યુઆરીના રોજ ફાંસી નહીં થાય તે નક્કી છે)

શું દોષિતો કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે?

સજા-એ-મોત મેળવ્યા બાદ દોષિતોને તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરવાનો અધિકાર છે. કારણ કે સજા આપવામાં આવ્યા બાદ સુધારાનો કોઈ જ અવકાશ હોતો નથી. માટે વિકલ્પોના ઉપયોગમાં સરકાર પણ દોષિતોને સહયોગ કરે છે. નિર્ભયા કેસમાં ચારેય દુષ્કર્મી એક સાથે રિવ્યુ પિટીશન દાખલ કરી રહ્યા નથી, ન તો ક્યુરેટીવ પિટીશન અને ન તો દયા અરજી દાખલ કરી રહ્યા છે. કારણ કે જો તમામ દોષિતો એક સાથે કાયદાના વિકલ્પનો ઉપયોગ કરે તો નિયમો પ્રમાણે તેમને જે સમય મળવો જોઈએ તે સમય ઘટી જશે.

X
Nirbhaya's three misdemeanors have pending legal option, pending the application of one, all four will be hanged.
Nirbhaya's three misdemeanors have pending legal option, pending the application of one, all four will be hanged.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી